0
 1. ક – કહે છે કલેશ ન કરો.
 2. ખ – કહે છે ખરાબ ન કરો.
 3. ગ – કહે છે ગર્વ ન કરો.
 4. ઘ – કહે છે ઘમંડ ન કરો…
 5. ચ – કહે છે ચિંતા ન કરો.
 6. છ – કહે છે છળથી દૂર રહો.
 7. જ – કહે છે જવાબદારી નિભાવો.
 8. ઝ – કહે છે ઝઘડો ન કરો.
 9. ટ – કહે છે ટીકા ન કરો.
 10. ઠ – કહે છે ઠગાઇ ન કરો.
 11. ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.
 12. ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.
 13. ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.
 14. થ – કહે છે થાકો નહીં.
 15. દ – કહે છે દીલાવર બનો.
 16. ધ – કહે છે ધમાલ ન કરો.
 17. ન – કહે છે નમ્ર બનો.
 18. પ – કહે છે પ્રેમાળ બનો.
 19. ફ – કહે છે ફુલાઇ ન જાઓ.
 20. બ – કહે છે બગાડ ન કરો.
 21. ભ – કહે છે ભારરૂપ ન બનો.
 22. મ – કહે છે મધૂર બનો.
 23. ય – કહે છે યશસ્વી બનો.
 24. ર – કહે છે રાગ ન કરો.
 25. લ – કહે છે લોભી ન બનો.
 26. વ – કહે છે વેર ન રાખો.
 27. શ – કહે છે કોઇને શત્રુ ન માનો.
 28. સ – કહે છે હંમેશા સાચુ બોલો.
 29. ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
 30. હ – કહે છે હંમેશા હસતા રહો.
 31. ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.
 32. જ્ઞ –કહે છે જ્ઞાની બનો.

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top