નમસ્કાર મિત્રો,
મિત્રો આપ ઘણા સમયથી ધો.૯ અને ધો.૧૦નું સર્વગ્રાહી મુલ્યાંકનનું નવુ ફેરફાર વાળા પત્રકની રાહ જોઇ રહ્યા છો. હવે આપના ઇન્તજારનો અંત આવે છે. ધો.૯માં A4 સાઇઝ ના પેપરમાં એકજ બાજુ પરિણામ પત્રકની તમામ માહિતી આવીજાય તેમ એક નવું પેઇઝ બનાવેલ છે જેના દ્વારા વિદ્યાર્થીને આપ તે પરિણામ પત્રક તરીકે આપી શકો છો. બીજુ એ કે આ પત્રકમાં વિદ્યાર્થીને તમામ FA, SA માં 33% ગુણ આવવા ફરજીયાત છે નહિતર Needs Improvement બતાવશે.

 
 ધો.૧૦ના પત્રકમાં એક નવું પેઇઝ બનાવેલ છે. તે આપને બોર્ડની ઓનલાઇન આંતરિક ગુણ દાખલ કરવા તે પ્રિન્ટ આઉટ કરી સાથે રાખી સરળતાથી ઓનલાઇન માર્કસ નાખી શકો છો. ધો.૯ અને ૧૦ ના પત્રકો ૧૦૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે બનાવેલ છે.આ પત્રકોમાં HELP મેનુનો પણ સમાવેશ કરેલ છે.

મિત્રો આપને ખાસ વિનંતી છે કે આ પત્રકનો ઉપયોગ કરતાં પહેલા મોક માર્કસ નાખીને પત્રક ચકાશી લેશો.અને કોઇ ક્ષતિ હોય તો મને જલદીથી મારા ઇમેઇલ આઇડી પર તેની જાણ કરશો તો હું તે સુધારીને જલદીથી મૂકી શકું. ધણા મિત્રો વર્ષના અંતમા મને જાણ કરે છે તે સમયે મારી પાસે સમયનો અભાવ હોય છે.તેથી હું આપને જલદીથી મદદ કરી શકતો નથી તો આ બાબત ખાસ ધ્યાન પર રાખશો.
સતનામ પટેલ અને એજ્યુસફર મિત્રો


TO DOWNLOAD SCE STD-9 CLICK HERE

TO DOWNLOAD SCE STD-10CLICK HERE

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top