Breaking News

માનવશરીરનાં રહસ્યો


માનવશરીરનાં રહસ્યો
gujrat samasar na sahyog thi

ઘણી વખત માનવ શરીર વિશે વિચાર આવતા હોય છે તે કઇ રીતે કામ કરતું હશે રોજિંદા જીવનમાં આપણું શરીર શું અને કેટલું કામ કરે છે તે જાણવું રસપ્રદ રહેશે.
આપણે નિયમિત ૪૦૦ થી ૨૦૦૦ મીલીની માત્રામાં મૂત્રત્યાગ કરીએ છીએ.
આપણી ત્વચાનું વજન ૪ કિગ્રા અને હરક્ષેત્ર ૧.૩-૧.૭ સ્કેવર મી.થી ઢંકાયેલું હોય છે.
શરીરમાં સમસ્ત ઊર્જાનો અડધો ભાગ ફક્ત માથા દ્રારા જ ખર્ચ થાય છે.
શ્વાસ રોકેલો રાખવાથી પણ મનુષ્યનું મૃત્યુ નથી થતું.
માનવ શરીરમાં આંખની પુતળીનો આકાર જન્મ થી લઇ મૃત્યુપર્યંત જેમનો તેમ રહે છે.
રક્તનો તરલ ભાગ પ્લાઝમા કહેવાય છે.
સામાન્ય રીતે વ્યક્તિના પ્રતિદિન ૨૫ થી ૧૨૫ વાળ ઊતરે છે.
આપણું દિલ એક મિનિટમાં ૭૦ વાર અને એક દિવસમાં એક લાખ થી પણ વધુ વાર ધડકે છે.
ગલગલિયાંના સંદેશો આપતા સ્નાયુ ૩૨૨ કિલોમીટર પ્રતિઘંટાની રફતારથી ચાલે છે.
આપણે એક જ દિવસમાં લગભગ ૨૦ હજાર વાર પાંપણ ઝપકાવીએ છીએ.
બે સેકન્ડમાં આવતી છીંકને નાક સુધી પહોંચવામાં ૧૬૦ કિમી પ્રતિકલાકની સફર તય કરવી પડે છે. તેની રફતાર એક ભાગતી ટ્રેનની ગતિના બરાબર હોય છે.
પ્રતિદિન લાખ મસ્તિષ્કની કોશિકાઓ ખર્ચાય છે. સૌભાગ્ય થી આપણી પાસ ૧૦૦ બિલિયન (એક અરબ) કોશિકાઓ હોય છ.
એક નિરોગી મનુષ્યના શરીરથી લગભગ સવા લિટર પરસેવો પ્રતિદિન નીકળી હવામાં ઊડી જાય છે.
આપણું મગજ દસ હજાર વિભિન્ન ગંધોને તેની અંદર સંગ્રહી શકે છે, તેને યાદ રાખી શકે છે અને તેને ઓળખી પણ શકે છે.
સૂતી વખતે આપણે સંપૂર્ણપણે નિંદ્રામાં હોઇએ છીએ, પરંતુ એ સાચું નથી. આઠ કલાકની નિંદ્રામાં ૬૦ ટકા તો આપણે કાચી ઊંઘમાં હોઇએ છીએ.૧૮ ટકા ઘેરી નિંદ્રા લઇએ છીએ તો ૨૦ ટકા સ્વપનાં જોવામાં કાઢી નાખીએ છીએ.
આપણા શરીરમાં એટલો કાર્બન હોય છે કે ૯૦૦ પેન્સિલ ભરાઇ જાય. એટલી વસા હોય છે કે ૭૫ મીણબત્તી બની શકે. અને એટલું ફોસ્ફરસ હોય છે કે ૨૨૦ માચીસની દીવાસળી બની શકે. એટલા માત્રામાં લોહતત્વ હોય છે કે તેમાંથી ૭.૫ મીટરની ખીલી બની શકે.
વિશ્વમાં સર્વાધિક માત્રામાં ૪૬ ટકા મળનારું બ્લડગુ્રપ 'ઓ' છે.
આપણું પેટ પ્રતિદિન ૨ લિટર હાઇડ્રોક્લોરિક એસિડ નિર્મિત કરે છે. આ એસિડ એટલું શક્તિશાળી હોય છે કે જેનાથી ધાતુ પણ પીગાળી શકાય છે. આમ છતાં તે પેટના બહારના પડને ખરાબ નથી કરતું.કારણકે પેટના પડ પર પાંચ લાખ કોશિકાઓ હોય છે જે પ્રતિમિનિટ બદલાય છે.
આપણે જે પણ ખાઇએ છીએ તેને પાંચ ભાગમાં વહેંચી શકાય છે. તે કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,વસા, વિટામિન અને લવણ છે.
પ્રોટીન શરીરની કોશિકાઓનો મુખ્ય પદાર્થ છે.
માનવ રક્તમાં શ્વેત રક્તકણિકાઓનો આકાર ૦.૭ મિલી મીટર હોય છે.
સાબિત થયેલું છે કે સૂતી વખતે આપણું મગજ ટેલિવિઝન જોવાની સરખામણીમાં વધુ સક્રિય હોય છે.
એક સામાન્ય માણસ જીવનમાં લગભગ ૬૦ હજાર પાઉન્ડ ખાવાનું આરોગે છે.
આપણું જમણું ફેફસું,ડાબા ફેંફસા કરતાં મોટું હોય છે. એનું કારણ હૃદયનું સ્થાન અને આકાર છે.
એક સામાન્ય વ્યક્તિ પોતાના સાઠ વરસના જીવનકાળમાં લગભગ એક લાખ કિલોમીટર જેટલું ચાલે છે.
માનવ જીવનમાં વધુ સમય સુધી જીવિત રહેનારી કોશિકા બેન કોશિકા છે તે જીવનપર્યંત જીવે છે.
મનુષ્ય એક જ શ્વાસમાં ૫૦૦ મિલીમીટર હવા ખેંચે છે.
- દિજીતા

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો