ઘણીવાર ફોન ખોવાઇ જાય કે ભૂલથી ક્યાંક મુકાઇ જાયે ત્યારે મોટી મુશ્કેલી ઉભી થાય છે. કૉલ કરવો હોય કે ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ સર્ચ કરવું હોય ત્યારે ફોન ના મળે ત્યારે પણ પરેશાની થાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. ગુગલ હવે એક એવું ફિચર લાવ્યું છે કે જેની મદદથી તમે ખોવાયેલા ફોનને 1 મિનીટમાં જ શોધી શકો છો.
ખોવાયેલા ફોનને શોધવાની આખી પ્રોસેસ ગુગલના ડિવાઇસ મેનેજરની મદદથી થાય છે. ડિવાઇસ મેનેજર પર જઇને તમે ફોનને શોધવાની સાથે સાથે, ફોનને લૉક કરવાની કે કન્ટેન્ટ ઉડાડવાની પ્રોસેસ પણ કરી શકો છો.
 
Top