જૂનાગઢશહેરમાં શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ લોકો સુધી વાંચન પહોંચાડવા નવતર પ્રયોગ કર્યો છે. જેમાં સ્વામીનારાયણ મુખ્ય ગેટ બાજુમાંથી પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું હતું. દર મહિનાનાં પ્રથમ રવિવારે ત્યાં બુક મળી શકે અને વાંચી પણ શકો છો. 
એક પુસ્તક મિત્રની ગરજ સારે છે, અેવી ઉક્તિથી શિક્ષકોએ ફ્રેન્ડશીપ દિવસ નિમીતે પુસ્તક પરબ શરૂ કર્યુ હતું. જૂનાગઢ વાંચન પ્રવૃતિ સાથે સંકળાયેલું રહે તે હેતુસર શિક્ષણ સાથે સંકળાયેલા લોકો આગળ આવ્યા હતા. આજરોજથી સવારનાં ઝરમર વરસતા વરસાદ સાથે સ્વામીનારાયણ મુખ્યગેટ પાસે આવેલી અક્ષરવાડી ખાતે પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર મહિનાનાં પહેલા રવિવારે 7:30થી 9 વાગ્યા સુધી વિનામુલ્યે અને ઘેર પણ લઇ જઇ શકે છે. જે માટે ભરાડ ફાઉન્ડેશન તરફથી 75 પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. લાઇબ્રેરી શરૂ કરવાનો હેતુ સાહિત્ય અને માતૃભાષા પ્રતયે લોકોની જાગૃતિ અને પ્રેમ વધે તેવો છે. સમાજ જીવન પુસ્તકોમાં જોડાયેલું રહે છે. પુસ્તક પરબ શરૂ થતાં શિક્ષણવિદોઅે શુભેચ્છા પાઠવી છે. 
પુસ્તક પરબનાં કન્વિનર બલદેવપરીએ જણાવ્યુ હતું કે, વાંચનનાં શોખીન માટે ફ્રીમાં બુક વાંચી શકાશે. તેને ઘેર લઇ જઇ શકશો અને મહિના પછી તેને બદલી શકશો. 
સાહિત્યમાં રસ લેતા થશે 
પુસ્તકપ્રવૃતિમાં જોડાયેેલા બકુલ ધામેલીયાઅે જણાવ્યુ હતું કે, વાંચકોને સાહિત્ય વિશે જાણતા થાય અને પેઢી દર પેઢી લોકોને માહિતી મળે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. 
મહિના પછી બદલી શકો
 
Top