૧૨-૨-૨૦૧૭ રવિવારના રોજ, નટરાજ કેમ્પસ, કાળીયાબીડ, ભાવનગર ખાતે પી. એન. આર. સોસાયટી, ભાવનગર દ્વારા ICT કાર્ય કરતાં 8 શિક્ષકોનો શ્રેષ્ઠ અને ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો આ સમારંભ નું આયોજન નિવૃત પ્રોફેસર ડો.નવનીત રાઠોડ સાહેબ , નિવૃત પ્રિન્સિપાલ પણ જેનામાં કઈક કરી છૂટવાની અને નવી કેડી કંડારવાની પ્રબળ ઈચ્છા શક્તિ ના દર્શન થાય એવા શ્રી ધંધૂકીયા ધીરુસાહેબ અને પી.એન.આર. સોસાયટી દ્વારા થયું હતું મારા RGT રામબા પરિવાર -પોરબંદરના નિવૃત પ્રિન્સિપાલ અને મારા ગુરુજી શ્રી નલિન પંડિત સાહેબ આ સમારંભમાં હજાર રહ્યા હતા ઉપરાત સમારંભમાં પી.એન.આર. સોસાયટી, ભાવનગરના અગ્રણી હોદેદારો, અને દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
જે માં સન્માનીત થવાનો મોકો મને મળ્યો હતો

 
Top