૨૩-૪-૨૦૧૭,રવિવાર ના રોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામે લેવા પટેલ સેવા સમાજ-સુરત દ્વારા યોજાયેલા ૧૭ માં સમૂહલગ્ન પ્રસંગે વિશેષ સન્માન સમારોહ નું આયોજન થયું હતું જેમાં સારસ્વત ગૌરવ પુરસ્કાર શ્રી બલદેવપરી ને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ભેસાણના ધારાસભ્ય, જેતપુરના માજી મંત્રી જસુમતીબેન કોરાટ એમજ પટેલ સમાજના અગ્રગણી મહાનુભાવોની બોહળી સંખ્યાની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો . આ સારસ્વત ગૌરવ પુરસ્કાર શ્રી બરવાળા માધ્યમિક શાળાના શિક્ષકતરીકે ફરજ બજાવતા અને સમગ્ર ગુજરાતમાં પોતાની વેબસાઈટ દ્વાર શિક્ષણનું અનેરું કાર્ય કરતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી સન્માનિત થઈને તેમજ રાજ્યના શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ, સંદીપની એવોર્ડ, ઓપેન પેજ અવોર્ડ જેવા ૯ જેટલા અવોર્ડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ભેસાણ તાલુકાનું ગૌરવ વધારેલ હોવાથી વિશેષ સન્માન કરવામાં આવેલ .આ સમગ્ર કાર્યક્રમ નું સંકલન શ્રી ગાડુંભાઈ કથીરિયા અને એની ટીમે કરેલું 
Top