Breaking News

AADHAAR CARD ને PAN CARD સાથે કેવી રીતે જોડવા

PAN CARD  ને AADHAAR CARD કેવી રીતે જોડશો આવો જાણીયે ગુજરાતી અને હિન્દીમાં  નીચેની PDF FILE DOWNLOAD કરો.
Image may contain: 1 person, text
PAN સાથેના આધારને જોડવાનો પ્રથમ પગલું ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર નોંધવું છે.





CLICK THIS LINK  AADHAAR CARD ને  PAN CARD   સાથે  જોડવા લિન્ક પર ક્લિક કરો 

જોડાણ માટેની પ્રકીરીયા માટે નીચેની લીંક પર ક્લિક કરો



-1

કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2017 સુધીમાં પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવું ફરજિયાત કર્યું છે. જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક અપ નહીં કરાય તો તમારો પાન નંબર રિજેક્ટ થઈ શકે છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે રિટર્ન ફાઇલ કરવા માટે પણ પાનકાર્ડ અને આધાર નંબરને ફરજિયાત બનાવ્યા છે. તેનો મતલબ એ છે કે, પાન સાથે આધાર લિંક નહીં કરાવો તો ચાલુ નાણાંકીય વર્ષમાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી શકો.



અત્રે નોંધનીય છે કે જો તમે તમારા નામમાં ઘણા સ્પેલિંગનો ઉપયોગ કરો છો, તો શકયતા છે કે તમારા પાનકાર્ડમાં તમારા નામનો અપાયેલ સ્પેલિંગ તમારા આધારકાર્ડમાં અપાયેલ સ્પેલિંગ કરતાં અલગ હોય. આવી સ્થિતિમાં તમારા પાનકાર્ડ અને આધારને લિંક કરવામાં સમસ્યા થશે.

પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી વિગતો મેચ થવી જોઇએ. જો એવું નહી થાય તો તમે તમારા પાનકાર્ડ અથવા આધારકાર્ડમાં ફેરફાર કરવા માટેની અરજી કરી શકો છો. આ અરજી તમારા ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર અપાયેલી લિંક દ્વારા પણ કરી શકો છો.


2



આ વર્ષથી ઇન્કમટેક્સના રિટર્નમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ જોડવાનું ફરજિયાત બનાવાઇ રહ્યું છે, પરંતુ મોટા ભાગના નાગરિકોના પાનકાર્ડ સાથે આધારકાર્ડની વિગતો મેચ થતી હોતી નથી, જેના કારણે આ મુદ્દે અટવાઇ રહેલા નાગરિકો માટે આઇટી વિભાગે સરળતા કરી આપી છે. તંત્ર દ્વારા આધાર અને પાનકાર્ડ લિંકઅપ કરવા માટે જે તે વ્યક્તિને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આપવામાં આવશે, જેના આધારે જે તે વ્યક્તિ આધારકાર્ડ અને પાનકાર્ડના લિંકઅપની પ્રક્રિયા સરળતાથી પૂરી કરી શકશે.

૧ જુલાઇથી આધાર સાથે પાનકાર્ડ લિંકઅપ ફરિજયાત થઇ રહ્યું છે. હાલમાં લોકો કે કરદાતાઓની મુશ્કેલી એ છે કે આધારકાર્ડમાં વ્યક્તિના નામમાં કુમાર, ભાઇ, ચંદ્ર, બહેન કે કુમારી અથવા તો કેટલાક કિસ્સામાં માત્ર નામ લખેલું હોય છે. કેટલાક કિસ્સામાં પાનકાર્ડમાં પિતાનું નામ લખેલું હોય છે, જ્યારે આધારકાર્ડમાં પતિનું નામ લખેલું હોય છે. 
આવી વિસંગતતા હોય તો આઇટી વિભાગની તમામ કચેરીમાં તેમજ આધારકાર્ડ કેન્દ્રો પર લોકો આધાર અને પાનકાર્ડની લિંકઅપ કામગીરી કરાવી શકશે એટલું જ નહીં તેના માટે જેે તે વ્યક્તિને તુરત જ એક ઓટીપી નંબર મળશે, જેના આધારે લિંકઅપ થઇ શકશે.

આ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો.ના પૂર્વ ચેરમેન જૈનિલ વકીલે જણાવ્યું હતું કે સીબીડીટી ઇ-ફાઇલિંગ પોર્ટલમાં સુધારા કરશે. હાલમાં અાધારકાર્ડ અને પાનકાર્ડમાં જન્મતારીખ સરખી હશે- એક જ હશે અને રજૂ કરેલા દસ્તાવેજો સરખા હશે તો તુરત જ વન ટાઇમ પાસવર્ડ મળી જશે, જેના આધારે તે લિંકઅપ થશે.
મહિલાઓ માટે આ બાબત વધુ રાહતરૂપ બનશે, કારણ કે મોટા ભાગની મહિલાઓના નામ પાછળ લગ્ન પછી પતિનું નામ લખાયેલું હોય છે. આધારમાં નામ બદલ્યા પછી પાનકાર્ડમાં નામ બદલવાની તસ્દી મોટા ભાગના લોકો લેતા નથી.

પરંતુ આ સુવિધા આધારકાર્ડમાં જે મોબાઇલ નંબર રિજસ્ટર્ડ હશે તેના પર જ ઓટીપી જનરેટ થશે. જે તે વ્યક્તિએ આધારકાર્ડમાં જણાવેલો રિજસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી નાખ્યો હશે તેના માટે ઓટીપી મેળવવાની નવી સમસ્યા રહેશે, જેના માટે તંત્ર શું પગલાં લેશે તે અંગે કોઇ જાહેરાત કરાઇ નથી.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો