શ્રી બરવાળા માધ્યમિક શાળા ના વિધ્યાર્થીઓ નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિજ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સાયન્સ સીટીમાં (Gandhinagar) રમવા જશે.
ગુજરાત કાઉન્સીલ ઓન સાઇન્સ એન્ડ ટેક્નોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહમાનન્દજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ તથા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિજ માં ભેસાણ તાલુકાનાં શ્રી બરવાળા માધ્યમિક શાળા ના વિધ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ બે ટીમ દ્વિતીય અને તૃતીય સ્થાને પસંદ થયા. હવે આ ટીમના ચાર વિધ્યાર્થીઑ રાજ્ય કક્ષાએ આવતા સપ્ટેમ્બર માસમાં ક્વિજ સ્પર્ધામાં સાયન્સ સીટીમાં રમવા જશે.
જેમાં જિલ્લામાથી 80 જેટલી ટીમોએ ભાગ લીધેલો હતો અને કુલ 5 ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે.
જેમાં બે ટીમ માત્ર બરવાળા જેવા ગામડાની જ છે. જેના વિધ્યાર્થીઓ તેમાં બે બેહનો અને બે ભાઈઓ
ગાંધીનગર રૂરલ આઈ.ટી.ક્વિઝ સ્પર્ધામાં સાયન્સ સીટીમાં રમવા જશે.
તેમાં બે બેહનો અને બે ભાઈઓ છે.
1.રાઠોડ ધવલભાઈ મુકેશભાઇ
2.બસિયા હરેશબાઈ સુરેશભાઇ
3.વાણિયા ધારાબેન દિનેશભાઇ
4.મોરિ નેહલ જીણાભાઈ
આ સમગ્ર ક્વીજની તૈયારી સાયન્સ શિક્ષક શ્રી બલદેવપરી એ કરાવી હતી જે ટેક્નોલોજીથી શિક્ષણ કાર્ય કરી પોતાના શાળાના બાળકોમાં પણ આ પરિણામ લાવ્યા છે.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી પ્રતાપભાઈ ઓરા અને કૃષ્ણવિધ્યા મંદિરના ટ્રસ્ટી શ્રી વાઢેર સાહેબે કરેલું.  
Top