menu

પટ્ટીમાં

મિત્રો આ બ્લોગમાં હવે પછી ધોરણ ૯ અને ૧૦ ના વિષયો ( ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે નિયમિત મુલાકાત લેતા રહે જો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO


વિદ્યાર્થીઓ માટે એક નવો વિકલ્પ

હવે શીખવું બન્યું ખુબ સરળ.થોડા પૈસા માં ઘણું બધું.મારો મોબાઈલ બન્યો મારો ક્લાસ રૂમ.દર રોજ ટેસ્ટ દર રોજ પ્રેક્ટિસ.

એક ઓન લાઈન ટેસ્ટ પુરા પડતી વેબસાઈટ ( એપ્લીકેશન ) ,જેમાં તમારે એક એકાઉન્ટ બનાવવાનું અને ત્યાર બાદ તમારી જરૂરિયાત મુજબ PIN CARD ની મદદ થી કોર્ષ સબસ્ક્રાઈબ કરવાનો રહેશે અને ત્યાર બાદ તમને તમારા ખાતા માં રોજ 1 ટેસ્ટ મળશે જે MCQ પ્રકાર નો રહેશે અને ટેસ્ટ આપ્યા બાદ તેનું પરિણામ તમે બીજા દિવસે જોઈ શકશો, તેમજ સાચા વિસ્તૃત જવાબો અને તમારો રેન્ક પણ જાણી શકશો..TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO TAMARA MOBILE K COMPUTER PAR RS 200 MA

તમારો સંદેશ સંપર્ક

આવો મિત્રો નીચે ના ફોટા ને ક્લિક કરો

આવો મિત્રો નીચે ના ફોટા ને ક્લિક કરો
ટ્રાય કરો

21-04-14

બોધકથા -19 સુષુપ્ત શક્તિઓ ખીલી શકે?

આજે હું એક ખુબ જ રસપ્રદ વાત વાર્તા સ્વરૂપે કહું છું, જેને તને તમારા હ્રદયમાં અંકિત કરી દેજો...
નિલ્સ નામનો એક વ્યક્તિ હિન્દ મહાસાગરના કોઈ એક ટાપુ પર રહેતો હતો. તે તીવ્ર બુદ્ધિવાળો, સુંદર દેખાવ અને ખડતલ શરીરવાળો એક યુવાન હતો. એના માટે સૌ કોઈ ઉચ્ચ અભિપ્રાય ધરાવતા હતા. પરંતુ જયારે તેણે લગ્ન કર્યા, ત્યારે ટાપુ પરના લોકોએ અત્યંત આશ્ચર્ય અનુભવ્યું. એણે લગ્ન માટે પસંદ કરેલી કન્યા એકદમ સામાન્ય, દુબળી-પાતળી, અંતર્મુખી અને પહેલી નજરે જરાય આકર્ષક ન લાગે તેવી હતી. લોકો વિચારવા લાગ્યા કે નિલ્સને આ કન્યા કેવી રીતે ગમી? અને આટલું ઓછુ હોય તેમ આ કન્યા સાથે લગ્ન કરવા કન્યાના પિતાને તેણે ૧૦ ગાયો આપી! ટાપુ પરના રિવાજ પ્રમાણે કન્યાના પિતાને ગાયો આપવી, એ તો જાણે બરાબર હતું પણ આશ્ચર્ય તો એ વાતનું હતું કે અત્યંત સુંદર, દેખાવડી અને પ્રભાવશાળી છોકરી હોય તો પણ ૫ ગાયો તો અધધ.... કહેવાય અને આવી કન્યા માટે નિલ્સ જેવા સામાન્ય માણસે ૧૦ ગાયો આપી?!

મિત્રો, માણસો તો બધે સરખા જ હોય ને? ૫-૭ દિવસો વાતો કરીને બધા પોતપોતાના જીવનમાં પરોવાઈ ગયા. ૨-૩ વર્ષ પછી આ ટાપુ પર એક મહોત્સવનું આયોજન થયું અને આ પ્રસંગે બધા ભેગા થયા. નિલ્સ પણ તેની પત્ની સાથે આવ્યો. આ પ્રસંગે પણ નિલ્સે સૌને આશ્ચર્યજનક ઝાટકો આપ્યો. એની પત્ની અત્યંત આકર્ષક, ચબરાક અને આત્મવિશ્વાસથી છલકાતી હતી. લોકો નિલ્સને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યા કે એક સામાન્ય સ્ત્રીમાં ન કલ્પી શકાય એવું પરિવર્તન, એ કઈ રીતે લાવ્યો?

નિલ્સે કહ્યું કે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? મેં જ્યારે એના માટે ૧૦ ગાયો આપી ત્યારે સહુને થયું કે ઘણી મોટી કીમત આપી. સ્વાભાવિક છે કે એવું તેણીએ પણ અનુભવ્યું. પરંતુ મેં તેનામાં એવી લાગણી જન્માવી કે એ ખરેખર એ મૂલ્યને યોગ્ય હતી. ધીરેધીરે તેને પણ એવું લાગવા માંડ્યું કે તે આ ટાપુ પરની કોઈ પણ સ્ત્રીથી વધુ મુલ્યવાન છે. બસ તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવવા માંડી અને એ દિવસે ને દિવસે વધુ આકર્ષક અને આત્મવિશ્વાસ સભર બનવા માંડી...!

વાત હવે શરુ થાય છે, મારા શિક્ષક મિત્રો...! વિચારો તે નાનકડા ટાપુ પર રહેતા સામાન્ય માણસ નિલ્સની આ સમજ આ વિશ્વના કેટલા પુરુષો અને કેટલા શિક્ષકોમાં હશે...?
સ્ત્રી હોય કે બાળક- મોટાભાગનાં એને સમજવાની પળોજણમાં જ નથી પડતાં. તો પછી તે કેટલી મુલ્યવાન છે એવું વિચારવાની કે સમજવાની તો વાત જ ક્યા રહી? ઘણા શિક્ષકો અભ્યાસક્રમને જ વળગી રહે છે અને એકદમ કુત્રિમ રીતે વર્તે છે. પહેલા પણ મેં ક્યાંક કહ્યું હતું કે કોઈ કોઈને ભણાવી શકાતું નથી, તમારે માત્ર એક એવું વાતાવરણનું નિર્માણ કરવાનું છે કે જેમાં બાળક જાતે ભણે, બસ બીજુ કઈ નહિ! તેમની અંદર રહેલી નકારાત્મકતાને દુર કરીને તેમને વધુ હકારાત્મક બનાવવા. તેમની અંદરની કુદરતી શક્તિઓને ઓળખી અને તેણે બહાર લાવવી પડે છે.

અને છેલ્લે..... “દરેક બાળકમાં એક સંવેદનશીલ, લાગણીસભર અને એક મહાન માણસ છુપાયેલો હોય છે વાસ્તવિક જીવનમાં તે કેટલી હદે વ્યક્ત થશે, તેનો આધાર એક શિક્ષક પોતે પોતાની સાથે અને તે બાળક સાથે કેવો વ્યવહાર કરે છે, તેના પર છે.”- balakનું આ quote હંમેશા યાદ રાખજો..................!!!

અને હવે એકદમ હેલ્થીચર્ચા આ ટોપિક પર કરો દોસ્તો...
વિષય : બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ કે જેથી તેમની સુષુપ્ત શક્તિઓ ખીલી શકે?

કોઇએ ગુપ્ત રાખવા કહેલી વાત ગુપ્ત જ રાખવી જોઇએ

એક ગામમાં પુરુષોત્તમ નામે એક બ્રહ્મણ રહેતો હતો.ગોરપદું કરે અને પોતાનો જીવન નિર્વાહ ચલાવે.
 સ્વભાવે ખૂબ જ સરળ, નરમ અને ભલો માણસ.ગામના મુખીએ બધાને ભેગા કરી જમીનનો એક નાનો
 ટૂકડો તથા એક ગાય તેને બક્ષીસમાં આપેલો. તેમાં તે શાકભાજી વાવતો. ગામનાં લોકો તેની પાસેથી 
શાકભાજી લઇ જાય અને બદલામાં અનાજ આપી જાય. એક દિવસ તે ખેતરેથી આવતો હતો ત્યાં તેને 
બગાસું આવ્યું અને તેણે મોં ખોલ્યું તે વખતે એક પીંછું ઉડીને તેનાં મોઢામાં ગયું. તેણે તરત જ થૂંકી કાઢ્યું 
પણ તે ખૂબ શુદ્ધ ભાહ્મણ હતો. તેને પારાવાર દુઃખ થયું.ઘેર આવીને તેણે ઘણા કોગળા કર્યા પછી લમણે હાથ
 દઇને બેસી ગયો.ગોરાણીએ પૂછ્યું;” કેમ આમ ઢગલો થઇને બેસી ગયા???” તે બોલ્યોઃ” ગોરાણી. તમે 
કોઇને કહેતાં નહીં પણ આજે એક પીંછું ઉડતું ઉડતું મારા મોંઢામાં ગયું.” ગોરાણી કહે;”તે તેમાં આટલા કેમ
 ગભરાઓ છો??” બ્રાહ્મણ બોલ્યો,” કોઇ જાણે કે જુએ તો કેવું લાગે???આપણે રહ્યા શુદ્ધ બ્રાહ્મણ…અને આ
 પીંછું….” બ્રાહ્મણ તો થોડીવાર બાદ સુઇ ગયો. એટલામાં મણીબહેન ગોરાણી પાસે આવ્યા.તે બોલ્યા.”કેમ આજે આમ ઉદાસ લાગો છો??”ગોરાણીએ પેલા પીંછાની વાત કરી.” મણીબહેન કહે,”હાય,હાય લ્યા. આ તો
 બહુ ખોટું થયું. કોઇને તો એમ જ લાગેને કે ગોર છે તો બ્રાહ્મણ પણ ઇંડા લેવા ગયા હશે તે પીંછું મો માં ગયું.” 
મણીબહેને કાશીબહેનને વાત કરી, કાશીબહેને મેનાબહેનને કહ્યું,” અલી, તને ખબર છે???પરસોતમ ગોર 
ઇંડા ખાય છે. મરઘીને પકડીને જતા હતા..આ તો તેમના મોં માં ઇંડા સાથે પીંછું ચોંટ્યું ત્યારે ખબર પડી…”મેનાએ, રેવાને અને રેવાએ કમળાને આમ વાત વહેતી થઇ અને તેનાં પરિપાકરૂપે બે દિવસ પછી 
ગામલોકોએ ગોર સાથેનાં તમામ વ્યવહાર બંધ કર્યા, બ્રાહ્મણને થયું “આમ કેમ થયું???” તેણે મુખીને 
પૂછ્યું,મુખી કહે ,”ગોરબાપા, બ્રાહ્મણ થઇને મરઘી અને ઇંડા ખાઓ છો???”ગોરે બધી વિગતવાર વાત કરી
 ત્યારે બિચારાનો ઉધ્ધાર થયો…..

આ પ્રેરક પ્રસંગ પરથી શીખવા મળે છે કે
૧-કોઇએ ગુપ્ત રાખવા કહેલી વાત ગુપ્ત જ રાખવી જોઇએ
૨-કોઇની વાતમાં પોતાના ભળતા શબ્દો કે વિચારો ઉમેરી તેને મસલેદાર ન બનાવવી
૩-નજરે જોયા કે પુરાવા વગર કોઇ વાત સાચી ન માનવી.
૪-કોઇના જીવનની કોઇ ઘટનાને કરુણાંતિકા ન બનાવવી.
સૌજન્ય : સંગાથ

19-04-14

ચુંટણી સમય ની ફરજ પર નું સ્થળ જાણવા માટે ........!

અહી ક્લિક કરો.

AA PRAMANEJ TAMARU FARAJ  PAR  NU  SATHAL  J  AVSE AVU BILKU MANVU NAHI 
AA  PAR THI MATRA ANDAJ AVI SAKE SE 
GAI SUTANI MA AA PRAMNE  NAHTU THAYU
PAN APNE KOI PAN GAM NI MATDAR YADI NAM SAHIT MALE SE PDF FILE THI

૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ

*૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ *

*માળાની અંદર 108 મણકા હોય છે.

ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.

**બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે

તેમનો ગુણાકાર 108 થાય છે.

**જૈન મતાનુસાર અક્ષ માળામાં 108

મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે.

**આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને

મહત્વપુર્ણ માનવામાં આવે છે.

18-04-14

મજા ' થ્રીલ ' ની નહી સાચી મજા ' ફીલ ' ની હોય છે.

દિલ્હીમાં રહેતો એક કોલેજીયન એકવાર વેકેશનમાં ગામડે એમના દાદા-દાદીને મળવા માટે આવ્યો. થોડા દિવસ ગામડે વિતાવ્યા બાદ એમણે દાદાને દિલ્લી આવવા માટે વિનંતી કરી.પૌત્રનો પ્રેમ જોઇને દાદા બહુ રાજી થયા અને દિલ્લી જવા તૈયાર થયા.

દિલ્હીમાં આવ્યા બાદ પૌત્ર દાદાને પોતાની સાથે લઇને દિલ્હી બતાવવા નીકળી પડ્યો. દાદાને દિલ્હી કરતા પણ પૌત્રનો પ્રેમ જોવામાં વધુ આનંદ આવતો હતો. પૌત્ર દાદાને એક રેલ્વે સ્ટેશન પર લઇ ગયો અને કહ્યુ , " દાદા , હવે હું તમને સાવ નવો જ અનુભવ કરાવીશ. ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં બેસવાનો અનુભવ. આ સ્ટેશનથી ટ્રેઇન ઉપડશે અને જે સ્ટેશન પર ઉભી રહેશે એ બંને વચ્ચે 30 કીમીનું અંતર છે પણ આ અંતર કાપતા ટ્રેઇનને માત્ર 5 મીનીટનો સમય લાગશે."

17-04-14

બોધકથા-૧૫ બાળક હંમેશા ઉદાસ રહેતો

                   બાળક હંમેશા ઉદાસ રહેતો

એક બાળક હંમેશા ઉદાસ રહેતો કારણ કે એ દેખાવમાં બીજા બાળકો કરતા સાવ સામાન્ય હતો. તેના દેખાવને કારણે સ્કુલમાં પણ બીજા વિદ્યાર્થીઓ એને ઘણી વખત ઉતારી પાડતા અને એટલે એ મોટા ભાગે એકલો એકલો જ રહેતો હતો. એકવાર એની શાળામાં પિકનિકનું આયોજન થયુ આ છોકરો પણ પિકનિકમાં જોડાયો. એની મમ્મીએ ખુબ સરસ રસોઇ બનાવીને લંચ બોક્સ તૈયાર કરી આપ્યું.

બીજા દિવસે બપોરના સમયે બીજા વિદ્યાર્થીઓ રમતો રમી રહ્યા હતા ત્યારે આ છોકરો એક ઝાડના છાંયડામાં બેઠો બેઠો મોજ-મસ્તી કરતા બધા વિદ્યાર્થીઓને જોઇ રહ્યો હતો. અચાનક એનું ધ્યાન પાછળના ભાગે ગયુ તો એનાથી થોડે દુર એક વૃધ્ધ સ્ત્રી એ જ ઝાડના છાંયડામાં બેઠી હતી. ચાર આંખો મળતા પેલી વૃધ્ધાએ સ્માઇલ આપ્યુ. છોકરાને એ ખુબ જ ગમ્યુ કારણ કે બહુ ઓછા લોકોએ એને દિલથી સ્માઇલ આપ્યુ હતું.

સ્ત્રીના ચહેરાના હાવભાવ જોતા બાળકને સમજાઇ ગયુ કે એ ભુખી છે અને એને ખુબ ભુખ લાગી છે કારણ કે એ ક્યારેક એની નજર બાળકના ચહેરા પરથી હટીને બાળકના હાથમાં રહેલા લંચ બોક્સ પર જતી રહેતી હતી. છોકરો ઉભો થયો અને એ વૃધ્ધાની નજીક જઇને બેસી ગયો. લંચ બોકસ ખોલીને એક કોળિયો વૃધ્ધાના મુખમાં મુક્યો. એ વૃધ્ધાની આંખમાં આંસું આવી ગયા એણે બાળકના માથા પર હાથ ફેરવ્યો અને પોતાના હાથથી એક કોળિયો બાળકના મુખમાં મુક્યો. બંને કંઇ જ બોલ્યા વગર એક બીજાની સામે જોતા રહ્યા અને એક બીજાના મુખમાં કોળિયા મુકતા રહ્યા.

લંચ બોક્સ ખાલી થયુ અને શિક્ષકે બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા એટલે પેલો બાળક પણ જવા માટે ઉભો થયો. વૃધ્ધાએ બાળકના કપાળ પર પ્રેમથી એક ચુમી આપી અને છોકરો કુદતો કુદતો જતો રહ્યો. સાંજે ઘેર પહોંચ્યો એટલે છોકરાની ચાલ અને ઉત્સાહ પરથી જ ફળિયામાં બેઠેલી એની મમ્મીને સમજાઇ ગયુ કે આજે આ છોકરો કંઇક જુદા જ રંગમાં છે. એણે બાળકને પુછ્યુ , " બેટા , આજે કેમ આટલો બધો આનંદમાં છે ? કાયમ ઉદાસ રહેતા તારા ચહેરા પર આજે અનેરુ તેજ છે તારો હસતો ચહેરો જોઇને મારા કલેજાને પણ ટાઢક પહોંચે છે. "

બાળકે પોતાની માં ના કાન પાસે જઇને બહુ હળવા અવાજે કહ્યુ , " મમ્મી , કોઇને કહેતી નહી નહિતર કોઇ તારી વાત નહી માને પણ આજે મેં ભગવાન સાથે ભોજન લીધુ. "

મિત્રો , બધુ જ હોવા છતા પણ જ્યારે ઉદાસી આપણને ઘેરી વળે ત્યારે આ બાળકની જેમ જ ભગવાન સાથે ભોજન લેવાની જરુર છે. ભગવાન તો આપણી સાથે ભોજન લેવા બહુ આતુર હોય છે આપણને જ ક્યાં પડી છે એની સાથે બેસીને પ્રેમથી ભોજન લેવાની.

ધોરણ-૧૧ સાયન્સ સેમેસ્ટર-૨ IMPપેપર

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨ અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE


૧--પ્રાથમિકશાળાના તેમજ માધ્યમીકશાળાના બાળકો માટે GAME

રમવા માટે ઉપરના મેનુ માં પ્રાથમિક મેનુ ખોલો ત્યાં બાળકો માટે રમત પર CLICK કરો૨--GIT DOUNLOAD KARVA MATE પ્રાર્થનાસભા વિભાગમાં CLIK KARO


અને ત્યાજ ગુજરાતી માંજ કમ્પુટર શીખવામાટે ની લીંક પણ છે .૩--TAT-TAT-HTAT વિભાગમાં દુનિયા આંગળીના ટેરવે અમેઝિંગ થ્રીડી વર્ડ ની લીંક છે તે ખુબ મજા પમાડે તેવું સે ખાસ જો જો .
૪--GPSC ની માહિતી ગુજરાતી માં નીચેની લીંક ક્લિક કરો


LINK-->> GPSC ની માહિતી ગુજરાતી માં

૫-ધોરણ -૧૦ અને ૧૨ પછી શું તમામ પ્રવાહો ની માહિતી સરકાર તરફથી આપેલ મેળવો નીચે ની લીંક ક્લિક કરો aa mahiti english ane gujrati બન્ને ભાષા માં મળશે

--->>> ધોરણ -12