ધોરણ_9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ_1 આપણી આસપાસમાં દ્રવ્યની તમામ પ્રશ્નો અને ઉત્તર સાથે બાળકોને ઉપયોગી માહિતી
ધોરણ-9 |
પ્રકરણ-1 |
વિષય |
વિજ્ઞાન અને ટેકનોલોજી |
|
આપણી આસપાસમાં દ્રવ્ય |
|
|
ધોરણ-9
પ્રકરણ-1
1️⃣વિજ્ઞાન અને ટેકનોલોજી
પ્રશ્ન-1. ગલનબિંદુ એટલે શું?
જવાબ- જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ ની પ્રવાહી પદાર્થોમાં રૂપાંતરથાય છેતે તાપમાનેતે પદાર્થનું ગલનબિંદુ કહે છે.
પ્રશ્ન-2. નીચેના અવલોકનો માટેના કારણો આપો.
ગરમ ખોરાકની સોડમ (વાસ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે.જયારે ઠંડા થઇ ગયેલા ખોરાકની સોડમ (વાસ) લેવા માટે તેની વધુ નજીક જવુ પડે છે.
જવાબ :- ગરમ ખોરાકની સોડમ (વાસ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે. આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે. જયારે ઠંડા થઇ ગયેલા ખોરાકની સોડમ (વાસ) લેવા માટે તેની વધુ નજીક જવુ પડે છે, કારણ કે અહી કણોની ગતિજ ઊર્જા ઓછી હોવાથી તેનુ પ્રસરણ ધીમું થાય છે.
પ્રશ્ન-3. બાષ્પીભવન ને અસર કરતા પરિબળો જણાવો.
જવાબ-1-સપાટીનું સંપર્ક ક્ષેત્રફળ
2-તાપમાન
3-પવનની ઝડપ
4-ભેજની માત્રા માં ઘટાડો થવો
પ્રશ્ન-4. તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહી દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે.?
પ્રશ્ન-5.દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે.?
જવાબ :- દ્રવ્યના કણો અતિસૂક્ષ્મ હોય છે અને ચોકકસ દળ ધરાવે છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઇ શકે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. એટલે કે ગતિજ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે.પ્રશ્ન-6.પદાર્થના પ્રતિએકમ કદના દળને તેની ઘનતા કહે છે . ( ઘનતા = દળ / કદ ) . નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો.
હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ
જવાબ : હવા < ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ < પાણી < મધ < ચૉક < લોખંડ
( b ) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો.
સખતાઈ ( Rigidity ) , સંકોચનીયતા ( Compressibility ) , તરલતા ( Fluidity ) , પાત્રમાં વાયુને ભરવો , આકાર , ગતિજ ઊર્જા ( Kenetic Energy ) તેમજ ઘનતા .
જવાબ :-
( a ) ગુણધર્મઘનપ્રવાહીવાયુઆકાર નિશ્ચિત અનિશ્ચિત અનિશ્ચિત
કદ નિશ્ચિત નિશ્ચિત અનિશ્ચિત
દબનીયતા અદબનીય આંશિક દબનીય વધુ દબનીય
પ્રસરણ-દર અતિશય ઓછો ઘન કરતા વધુ અને પ્રવાહી કરતા ઓછો ઘન અને પ્રવાહી કરતા વધુ
તરલતા / સખતાઇ દઢ ( વધુ સખત ) તરલ છે.ઓછો સખત ખૂબા જ વહનશીલ
આંતરાઅણ્વીય આકર્ષણ બળ મહત્તમ ઘન કરતા ઓછુ લઘુત્તમ
ઘટક કણોની ગોઠવણી ગીચ ઓછી ગીચ અવ્યવસ્થિત
સંકોચનીયતા : દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે . બાહ્ય બળ લગાડતાં આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા (દબનીયતા ) કહે છે .
તરલતા : દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે .
પાત્રમાં વાયુને ભરવો : વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે . આ અનિયમિત ગતિને કારણે વાયુને પાત્રમાં ભરી શકાય છે .
આકારઃ ઘન અવસ્થામાં મહત્તમ આંતરઆણ્વીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે .
ગતિજ ઊર્જા : દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે . સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઊર્જાને ગતિજ ઊર્જા કહે છે .
ઘનતા : પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે . ઘનતા = દળ / કદ
પ્રશ્ન-8. કારણો દર્શાવો.
( a ) વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે .
( b ) વાયુએ પાત્રની દીવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે
( c ) લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે .
( d ) આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ , પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે .
જવાબ
( a ) વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતર આવીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિ ઊર્જા ધરાવે છે . વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે . આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે .
( b ) વાયુ અવસ્થામાં કણોની ગતિ ( હલનચલન ) અસ્તવ્યસ્ત અને વધુ હોય છે . આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દીવાલ સાથે અથડામણ અનુભવે છે . આથી વાયુ એ પાત્રની દીવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે .
( c ) લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ આંતર આવીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે . તેમની વચ્ચે નહિવત્ આંતરઆવીય અંતર હોય છે . તે અદબનીય છે . તે વહનશીલ નથી . આ બધા ગુણધમ દ્રવ્યની ઘન અવસ્થાના હોઈ લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે .
( d ) હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરઆવીય આકર્ષણ બળ ધરાવે છે . ઉપરાંત થોડાંક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે . જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરઆવીય આકર્ષણ બળ હોય છે . આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે . પરિણામે તેમને અલગ કરવા ખૂબ જ બાહ્ય બળ લગાડવું પડે છે . આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ , પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચૅમ્પિયન થવું પડશે .
જવાબ: બરફ એ આંતરઆવીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે . તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી છે . આથી બરફ પાણી પર તરી શકે છે .
1.નીચે દર્શાવેલ તાપમાનોને અંશ સેલ્સિયસમાં ફેરવો.
જવાબ:
(a) 320 K = 320 – 273 = 47 C
(b) 580 K = 580 – 273 = 307 C
2. નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઇ હશે.?(a) 250 c (b) 100 c
જવાબ :
(a) 250 C – વાયુ
(b) 100 C – પ્રવાહી અને વાયુ
જવાબ : કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે , કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઊર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલવામાં વપરાય છે . તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઊર્જાને શોષી લે છે . આ ઊર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે , જેને ગુપ્ત ઉષ્મા કહે છે . આમ , ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે .
જવાબ : વાતાવરણીય વાયુઓનું બંધપાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડવાથી પ્રવાહીકરણ થઈ શકે છે .
1. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે.શા માટે ?
જવાબ : ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે.
2. ઉનાળામાં માટલા (ઘડા)નું પાણી શા માટે ઠંંડું હોય છે.?
જવાબ : માટલા ( ઘડા )ની સપાટી પરથી પાણીનુ સતત બાષ્પીભવન થતુ રહે છે. આથી ઉનાળામાં માટલા ( ઘડા )નુ પાણી ઠંડું હોય છે.
3. એસિટોન / પેટ્રોલ / અત્તર / સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે ?
જવાબ : એસિટોન / પેટ્રોલ અત્તર સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે . આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઊર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે . જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે .
જવાબ : સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતાં બાષ્પીભવનનો દર વધે છે . આમ , કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલા ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે . તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ .
MCQ
જવાબ :
(a) 293 K = 293 – 273 = 20 C
(b) 470 K = 470 – 273 = 197 C
જવાબ :
(a) 25 C = 25 + 273 = 298 K
(b) 373 C = 373 + 273 + 646 K
જવાબ : ઓક્સિજન < પાણી < ખાંડ
(a) 25 C (b) 0 C (c) 100 C
જવાબ : (a) 25 C – પ્રવાહી
(b) 0 C – ઘન અને પ્રવાહી
(c) 100 C – પ્રવાહી અને વાયુ

ઉત્તર : (A) ગલન (B) બાષ્પીભવન (C) સંઘનન (D) ઘનીકરણ (E) ઉર્ધ્વપાતન (F) બાષ્પનુ ઘનીકરણ ( ઉર્ધ્વપાતન )
THANKS TO COMMENT