જાણવા જેવું...જાણી વિચારવા જેવું
જાણવા જેવું
~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ
આપી શકાય છે.
~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે
છે !
~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત ' મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો
છે !
~> ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી
માળો રાત્રે ચમકે !
~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે
~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !
~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !
~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !
~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
~> એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦
વખત પાંખો ફફડાવે છે !
~> અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત
વપરાય છે.
~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.
~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
~> નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !
~> સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ
આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી, પણ
શિકારીને પકડવાના દાંત હોય છે.
~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.
~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ
નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે
થાય છે.
~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને
થાય છે.
~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને
ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
~> લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી, તેનો નાશ કરી શકતા નથી.
~> લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી, તેનો નાશ કરી શકતા નથી.
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT