મિત્રો, આજે ફરી એકવાર કોઈ ચીલાચાલુ વાર્તા નહી પણ એક હકીકત લઈને હાજર થયો છું. જેનાથી તમને અને મને ગર્વ( માત્ર ગર્વ નહી તેનાથી કઈ વિશેષ !) અનુભૂતિ થાય.એક બાળક રોજ શાળાએ ભણવા જતો હતો. ઘરમાં એની માં હતી, જે એના પર પોતાના પ્રાણ ન્યોછાવર કરતી હતી, એની દરેક માંગોને પૂરી કરવામાં આનંદ નો અનુભવ કરતી. પુત્ર પણ ભણવા લખવામાં ઘણો તેજસ્વી અને મહેનતુ હતો. રમવાના સમયે રમવાનું અને ભણતી વખતે પૂર્ણ ધ્યાન ભણવામાં.
એક વાર દરવાજા પર કોઈએ "માઈ ! ઓ માઈ !" કહીને પુકાર કર્યો એટલે પેલો છોકરો હાથમાં પુસ્તક લઈને બહાર ગયો, જોયું તો એક ચીંથરેહાલ ડોસીમા હાથ ફેલાવી ઉભા હતા. એને કહ્યું,'બેટા ! કંઇક ભિક્ષા આપ', ડોસીમાને મોઢે બેટા સંભાળીને છોકારોભાવુક થઇ ગયો અને અંદર આવી મને કહેવા લાગ્યો, 'માં ! એક ગરીબ ડોસીમા મને બેટા કહીને કંઇક માંગી રહ્યા છે !'

એ સમયે ઘરમાં ખાવા માટે કશુજ ન હતું, માટે માએ કહ્યું, 'બેટા ! રોટલી-ભાત કશુજ બચ્યું નથી, માટે થોડા ચોખા આપી દે.' પણ બાળકે હઠ કરતા કહ્યું, 'માં ! ચોખા થી શું થશે ? તે હાથો માં જે સોનાના કંગન પહેર્યા છે એ જ આપી દેને બિચારીને. હું જ્યારે મોટો થઈશ અને ફરી આવા કંગન બનાવડાવી આપીશ.' માં એ બાળક નું મન રાખવા માટે સાચેજ સોનાના પેલા કંગન ઉતારી ને કહ્યું, 'લે, આપી દે' બાળક ખુશ થતો પેલા કંગન પેલી ભિખારણ વૃદ્ધ માં ને આપી આવ્યો. પેલી વૃદ્ધ ભિખારણ ને તો માનો ખજાનો મળી ગયો. કંગન વેચીને એને પરિવાર, બાળકો માટે અનાજ, કપડા વગેરે લીધા.

આ બાજુ પેલો બાળક ભણી ગણી ને ખુબ વિદ્વાન બન્યો, ઘણું નામ કમાયો. એક દિવસ એને માં ને કહ્યું, 'માં ! તારા હાથો નું માપ આપીશ? હું કંગન બનાવડાવી આપું.' એને બાળપણ માં આપેલ વચન યાદ હતું. પણ માં એ કહ્યું, 'એની ચિંતા છોડ, હું એટલી વૃદ્ધ થી ગઈ છું કે હવે મને કંગન શોભા નહિ આપે. હા, કલકતાના તમામ ગરીબ બાળકો શાળામાં અભ્યાસ અને ચિકિત્સા માટે માર્યા માર્યા ફરે છે એમને માટે તું વિદ્યાલય અને એક ચિકિત્સાલય ખોલાવી આપ જ્યાં નિઃશુલ્ક અભ્યાસ અને ચિકિત્સા ની વ્યવસ્થા હોય'..........................................................!!!

અને છેલ્લે...............................
જાણો છો આ મહાન વ્યક્તિ કોણ હતી ?
માંનાં એ પુત્ર નું નામ હતું "શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર".
 
Top