શું તમે જાણો છો, કીડીઓ પણ બનાવે છે શૌચાલય..!!
શું તમે જાણો છો કે કીડીઓનું પણ પોતાનું એક શૌચાલય હોય છે તે તેના માટે બહાર નથી જતી પરંતું પોતાના દરના એક ખુણામાં તેમનું શૌચાલય બનાવેલું હોય છે. જર્મનીની યુનિવર્સિટી ઓફ રેજેનબર્ગના સંશોધક તોમર કજાકજક્સે જણાવ્યું કે, કીડીઓ માટે પણ સ્વચ્છતા અને શૌચાલય એક મોટો મુદ્દો છે.
કીડીઓના દૈનિક નિત્યકર્મ વ્યવહારના અભ્યાસ માટે સંશોધકોએ તેમના દરમાંથી મળેલા ભુરા રંગના પદાર્થોની તપાસ કરી અને જાણકારી મેળવી કે શું તે કીડીઓનું મળ છે? સંશોધકોએ અભ્યાસ માટે સફેદ રંગના પ્લાસ્ટર દરમાં રહેનારી કીડીઓને લાલ અને નીલા રંગમાં રંગેલુ ખાવાનું ખવડાવ્યું અને બાદમાં દરનું નિરીક્ષણ કર્યું.

સંશોધકોને જાણવા મળ્યું કે દરેક દરમાંથી એક કે બે ખુણા લાલ અને નીલા રંગના મળથી ભરાયેલા છે. સંશોધકોએ એ પણ જાણ્યું કે દરના ખુણાવાળા ભાગને બાદ કરતા ક્યાંય પણ રંગીન પદાર્થ(મળ)નું નિશાન નથી, જેનો અર્થ એ છે કે દરમાં રહેતી દરેક કીડી એક ખાસ ખુણો કે જગ્યાનો ઉપયોગ શૌચાલય તરીકે કરે છે.

સંશોધકોને એ પણ જાણવા મળ્યું કે કીડીઓનું શૌચાલય દરમાં ગમે ત્યા નથી હોતું, પરંતુ એક ખાસ જગ્યા કે ખુણાનો જ ઉપયોગ શૌચાલય તરીકે કરે છે. કીડીઓ પોતાના દરને સ્વચ્છ રાખે છે અને વધારાનો કચરો દરની બહાર કરી દે છે.
 
Top