મહાભારત એક એવી ગાથા છે જેને સાંભળ્યા પછી અંતમાં વ્યક્તિ નિરાશ થઇ જાય છે. ભલે તે એક ધર્મ યુદ્ધ હોય જ્યાં અધર્મ પર ધર્મની જીત થઇ હોય. છતાં પણ તે બે પરિવારો વચ્ચે થયેલું આ યુદ્ધ સંબંધોમાં આવેલી તિરાડને દર્શાવે છે. જે ખૂબ જ દુઃખની વાત છે. તો પછી આ મહાન ગ્રંથમાં સામે આવીને કહાણીઓ દુઃખદ કેમ નહીં હોય? મહાભારત ગ્રંથમાં એવી અનેક કહાણીઓ છે જે પળ-પળ મનુષ્યને તે યુગની એક અધૂરી તસવીર દર્શાવે છે. આ યુગમાં એવી ઘણી ઘટનાઓ બની હતી જે તમારી આંખને ભીંજવવાની પૂર્ણ ક્ષમતા રાખે છે.
આ કહાણીઓમાંથી સૌથી વધારે કોઇ દુઃખદ ઘટના જો કોઇ હોય તો તે છે 'અર્જુન પુત્ર અભિમન્યુની મૃત્યુ'. એક મહાન યોદ્ધા, વીર પુરૂષ અભિમન્યુ પોતાના પિતાની સમાન યુદ્ધ નીતિમાં કુશળ હતો, પરંતુ જે પ્રકારની મૃત્યુ તેને મળી તે ક્યારેય કોઇએ વિચાર્યું પણ નહીં હોય.

યુદ્ધમાં કુશળ હોવાની સાથે સ્વભાવમાં અભિમન્યુ ખૂબ જ નરમ હતો. બાળપણથી જ પોતાના માતા-પિતા અને અન્ય પાંડુ ભાઇઓનો આદર કરનાર અભિમન્યુ, શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા અને અર્જુનની સંતાન હતો. અભિમન્યુનું બાળપણ કૃષ્ણની નગરી દ્વારકામાં જ વિત્યું હતું, જ્યાં કૃષ્ણજીની છત્ર-છાયામાં તેણે જરૂરી જ્ઞાન હાંસલ કર્યું હતું.

શસ્ત્રનું જ્ઞાન તેણે શરૂઆતના ચરણમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન દ્વારા આપવામાં આવ્યું હતું તથા ત્યાર પછી સ્વયં અર્જુને પોતાના પુત્રને ધનુષ વિદ્યામાં કુશળ બનાવ્યો. એવું કહેવામાં આવે છે કે, અર્જુને પોતાના જીવન દરમિયાન જ નહીં પરંતુ, આ સંસારમાં આવતાં પહેલાં જ અભિમન્યુએ પોતાની માતા સુભદ્રાના ગર્ભમાં યુદ્ધનું જ્ઞાન હાંસલ કરી લીધું હતું.
ગર્ભમાં ઉછરી રહેલ અભિમન્યુએ પોતાના પિતા દ્વારા ચક્રવ્યૂહ ભેદવાની બધી જ રીત જાણી લીધી પરંતુ ત્યારે છેલ્લાં પડાવ સુધી આવતાં-આવતાં માતા સુભદ્રા સૂઇ ગઇ અને અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદવાનું સંપૂર્ણ જ્ઞાન હાંસલ કરવામાં અસમર્થ રહ્યો. આ જ કારણ છે કે, અભિમન્યૂ ચક્રવ્યૂહમાં દાખલ થવાનું તો જાણતો હતો પરંતુ બહાર કેવી રીતે નીકળવાનું છે તેની જાણકારી તેને હતી નહીં. આ જ વાતનો લાભ કૌરવોએ ઉઠાવ્યો હતો.

આ વાત તે સમયની છે જ્યારે ગુરૂ દ્રૌણ દ્વારા પાંડવોને હરાવવા માટે ચક્રવ્યૂહની રચના કરવામાં આવી હતી. તેઓ જાણતાં હતાં કે, ચક્રવ્યૂહને ભેદવાની કળા માત્ર અર્જુનને આવડતી હતી અને અર્જુન તે સમયે યુદ્ધ ભૂમિથી ઘણો દૂર નીકળી ગયો હતો. ત્યારે દ્રૌણાચાર્યે વિચાર્યું કે, આ જ અવસર છે પાંડવોને પરાજિત કરવાનો, પરંતુ અર્જુન-પુત્રની ક્ષમતાથી ગુરૂ દ્રૌણ અજાણ હતાં.

ગુરૂ દ્રૌણ દ્વારા ચક્રવ્યૂહ રચવામાં આવ્યો અને તેને ભેદવા માટે અભિમન્યુએ તેમાં છલાંગ મારી. અર્જુનની અનુપસ્થિતિમાં અન્ય પાંડવોની મદદ લઇને અભિમન્યુ ચક્રવ્યૂહમાં દાખલ થયો. ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યા પછી અભિમન્યુએ કુશળતાપૂર્વક ચક્રવ્યૂહના છ ચરણને ભેદી લીધા.

FEEDBACK

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top