Breaking News

જુનાગઢનો આઝાદી દિવસ

જુનાગઢનો આઝાદી દિવસ

૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત દેશ મુક્ત થયો હતો અને દેશવાસીઓને આઝાદી મળી હતી. પરંતુ જુનાગઢને આ દિવસે આઝાદી મળી નહોતી.અહિના નવાબે અવળચંડાઇ કરીને જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી જુનાગઢ વાસીઓના જીવ અધ્ધર કરી દિધા હતા. આ પછી અહિ આરઝી હહુમતની સ્થાપના કરી કાયદેસર નવાબ સામે જુનાગઢ વાસીઓએ લડાઇ શરૂ કરી દિધી અને સ્વાતંત્ર્ય-સેનાનીઓ સહિતના જુનાગઢ વાસીઓના યોગદળના પરિણામે તા.૯/૧૧/૧૯૪૭ એટલે કે દેશની આઝાદી પછી ત્રણ મહિના અને પચ્ચીસદિવસ પુરા ૧૧૫ દિવસ પછી આરઝી હકુમત લડાઇ જીતી ગઇ અને ૮ નવેમ્બર ૧૯૪૭ ના રાતના બાર વાગ્યે દિવાન ભુત્તો કરાચી ભાગી ગયા અને જુનાગઢને આઝાદ જાહેર કરાયુ હતુ.આમ તા ૯/૧૧ ને જુનાગઢનો આઝાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરઝી હકુમતના વિજયસ્તંભ્ના (બહાઉદ્દીન કોલેજ) પુજન કરવામાં આવે છે. મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમોયોજી ગામવાસીઓમા ઉત્સાહ પ્રેરે છે.જુનાગઢ વાસીઓ પણ જબરા ઉત્સાહમાં હોય છે.

જય જુનાગઢ...જય જય ગરવી ગુજરાત..જય ભારત

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો