Breaking News

ગુજરાત ની માહિતિ અને સરકારના ખાતાઓ


ગુજરાત સરકારના ખાતાઓ 

કૃષિ અને સહકારી પ્રવૃત્તિ વિભાગ http://agri.gujarat.gov.in/

('કૃષિ અને સહકારી પ્રવૃત્તિ વિભાગકૃષિ વિભાગ દ્વારા કૃષિ વિષયક અને સહકારી પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. આ વિભાગ ખેતી, બાગાયત, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય પાલન જેવા વિભિન્ન ક્ષેત્રોના વિકાસ - સંવર્ધન માટે કાર્યરત છે. આ વિભાગ કૃષિ અને સહકારી પ્રવૃત્તિને વેગ મળે તે માટે વિકાસ યોજનાઓ જાહેર કરી તેના અમલીકરણમાં કાર્યરત છે. કૃષિ ક્ષેત્રની પાયાની સુવિધાઓ સાથે ટૅકનોલોજી પર્યાવરણ અને આર્થિક સામાજીક સ્તરે બહુવિધ વિકાસનું આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.


શિક્ષણ વિભાગ http://gujarat-education.gov.in/

શિક્ષણ વિભાગરાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમોનું સંચાલન., તેની નીતિઓ જાહેર કરવી તેમજ તેના અમલીકરણ માટે કાર્યરત છે. શિક્ષણ વિભાગની શાળાઓ દ્વારા તકનિકી શિક્ષણ, વ્યવસાયીક શિક્ષણના કાર્યક્રમોનું સંચાલન થાય છે. શિક્ષણમાં ગુણવત્તા, તકનિકી શિક્ષણનો વ્યાપ, સાક્ષરતા અભિયાનને વેગ મળે તેમજ દૂર-અંતર શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ માટેની નીતિઓ, કાર્યક્રમો વગેરે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ ‘ઉત્કૃષ્ટ લક્ષ્ય’ ના ધ્યેય સાથે રાજ્યમાં ‘સૌને માટે શિક્ષણ’ નીતિ જાહેર કરી. અધૂરા-અભ્યાસ, શાળા છોડી જતા બાળકોની ટકાવારીમાં ઘટાડો, કન્યા કેળવણી પર સંપૂર્ણ લક્ષ્ય, તેમજ શિક્ષકોને પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષિત કરવાનો અભિગમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સ્વીકાર્યો છે

ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ http://guj-epd.gov.in

'ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગરાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રો-કેમિકલ્સ વિભાગ વહિવટી સંચાલનના ભાગરૂપે ચાર ભાગમાં વ્યવસ્થા તંત્ર ગોઠવેલું છે. જેના કામકાજો વહીવટી વડા દ્વારા થાય છે. તેલ અને કુદરતી વાયુ ક્ષેત્ર, વાયુ અને વાયુના ક્ષેત્રો, ખનીજ ઉપજના રોયલ્ટી - વેરા અને અન્ય કામકાજો. ક્રૂડ તેલ અને કુદરતી વાયુ. રાજ્યમાં અસરકારક રીતે વીજ નિયમન કાયદાનો અમલ થાય તે મુખ્ય બાબતો રાજ્યનો ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ સંભાળે છે. ગેસ પરિવહન યોજના માટેનું ઉત્કૃષ્ટ ધ્યેય, પી.એન.જી. જોડાણ, કચ્છ ખાતે લિગ્નાઇટ આધારિત થર્મલ ઊર્જા સ્ટેશન, જી.આઇ.એસ. માં સુધારણા વગેરે બાબતો આ વિભાગની મુખ્ય છે. રાજ્યના ઊર્જા વિભાગનું એક ધ્યેય રહ્યું છે. રાજ્યમાં સક્ષમ ઊર્જાનું, રાજ્યની પ્રજા માટે અવિરતપણે વિતરણ કરવું. ઊર્જાના ઉત્પાદનમાં વ્યૂહાત્મક વધારો કરવો, અસરકારક ઊર્જા વિતરણ સંચાલન પ્રજાની ભાગીદારી. ઊર્જાના વપરાશ માટે પ્રજામાં જાગૃતિ આણવાનું કામ આ વિભાગ કરે છે. આ સમગ્ર સંચાલનના પરિણામ સ્વરૂપ રાજ્યમાં આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિના વાવેતર થઇ રહ્યાં છે

નાણા વિભાગ 
('નાણા વિભાગ ગુજરાત જ્યારે ઔદ્યોગિકીકરણ અને વિકાસની વણથંભી ગતિમાં પ્રગતિ કરી રહ્યું હોય ત્યારે નાણા-વિભાગની ભૂમિકા મહત્વની બની રહે છે. આ નાણા-વિભાગ અસરકારક આર્થિક બાબતો માટેની વ્યવસ્થા નાણા વિભાગનાં ઉપરી અધિકારી કરે છે. આર્થિક બાબતો, મહેસૂલ આવક, ફંડ, અંદાજપત્રનું પ્લાનિંગ તેમજ વિવિધ નાણાકીય કામ સાથેનો હવાલો નાણા વિભાગ સંભાળે છે. નાણાના સ્તોત્ર, મુક્ત-ખુલ્લા બજારમાંથી નાણાકીય સાધનોની ખરીદ-વેચાણ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાણા નીતિના અમલીકરણની સત્તા / રાજ્ય સરકાર પાસે હોય છે. ઉપરાંત અંદાજપત્ર, સરકારી લોન, જાહેરક્ષેત્રના નાણાકીય કામકાજો, ઉ૫રાંત સ્થાપિત અને અન્ય સેવા સંદર્ભના કામો આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ http://www.fcsca.gujarat.gov.in

'અન્ન અને નાગરિક પુરવઠા વિભાગગુજરાત રાજ્ય સરકારનો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પાયાની જરૂરિયાતોની પ્રાપ્તિ, દેખરેખ અને વિતરણ વ્યવસ્થાનું માળખું ગોઠવી તેના પર દેખરેખ રાખે છે. આ વિભાગ જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા, સસ્તા અનાજની દુકાનોનું રાજ્યભરમાં માળખું ગોઠવવું, નાગરિકોને રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવા માપ અને તોલમાપ અંગેના નિયમો, કાયદા તેમજ ભાવો રાજ્ય માટે બનાવી તેના અમલીકરણ તથા સંવર્ધન માટેની કામગીરી કરવી, રાજ્યમાં ગ્રાહક બાબતોની કામગીરી પણ સંભાળવી. આ વિભાગ ગ્રાહક સુરક્ષા તેમજ ગ્રાહક જાગૃતિ અભિયાન ચાલુ કરી પેટ્રોલ, કેરોસીન, ડિઝલ પમ્પ અને ગેસ એજન્સીઓને પરવાના આપવાનું કાર્ય કરે છે તે જનજરુરિયાતની પાયાની ચીજ-વસ્તુઓનો સંગ્રહ અને વિતરણ વ્યવસ્થા સંભાળે છે.

વન અને પર્યાવરણ વિભાગ http://gujenvfor.gswan.gov.in/

'વન અને પર્યાવરણ વિભાગગુજરાત રાજ્યમાં વન અને પર્યાવરણ વિભાગ રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રનો વિકાસ કરવામાં પર્યાવરણ તેમજ જંગલ બાબતોની કામગીરી સંભાળે છે. પર્યાવરણ સંબંધિત તમામ બાબતો જેમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ સહીત પર્યાવરણને લગતા તમામ કામકાજોને સંવર્ધિત અને અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર ભારતના પર્યાવરણ અધિનિયમ એક સરખો છે. તે બાબતોમાં રાજ્યની ચાર જુદી જુદી એજન્સીઓ દ્વારા તેનું અમલીકરણ કરે છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ, ગુજરાત ઇકોલોજી આયોગ, ગુજરાત રણ વિસ્તાર અને ગુજરાત પર્યાવરણ સંચાલન સંસ્થાન જેવી સંસ્થાઓ પર્યાવરણીય બાબતો પર દેખરેખ રાખે છે. આ વિભાગની મહત્વની કામગીરીમાં રાજ્યમાં પર્યાવરણની સંતુલનતા જળવાય અને પર્યાવરણ સંબંધિત ખૂબ જ અસરકારક અને શ્રેષ્ઠ પર્યાવરણીય સંચાલન અભ્યાસ ચાલુ રહે તે જોવાનું છે.

સામાન્ય વહિવટી વિભાગ http://gad.gujarat.gov.in/

'સામાન્ય વહિવટી વિભાગરાજ્ય સરકારના સામાન્ય વહિવટી વિભાગ વિવિધ કાર્યક્રમોનું નિયમન કરે છે. જેવા કે કર્મચારી, આયોજન, એ.આર.ટી.ડી, એન.આર.આઇ., આર.ટી.આઇ. જેવા ક્ષેત્રો ક્ષેત્રોની કામગીરી સંભાળે છે. આ વિભાગ રાજ્યમાં અસરકારક અને વહિવટી બાબતોનું ઉત્તરદાયીત્વ સ્વીકારી નાગરિકોની જાહેર અને મૂળભૂત બાબતોનું સંચાલન અસરકારક રીતે કરી રાજ્યની પ્રજાનો વિશ્વાસ મેળવી અસરકારક વહિવટ આવવાનો પ્રયત્ન આ વિભાગ કરે છે. રાજ્ય સરકારનો સામાન્ય વહિવટી વિભાગ વાર્ષિક યોજનાનું આયોજન, પંચવર્ષીય યોજના અને તેને સંબંધિત કામકાજોમાં જોતરાયેલ છે. વહિવટી સુધારણા અને પ્રશિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો પ્રત્યેની કામગીરીમાં પારદર્શિતા તેમજ તેના અમલીકરણમાં મુક્ત અભિગમ સાથે સમગ્ર વહિવટી માળખાને જવાબદારીપણાથી સજ્જ કરવાનું કામ કરે છે. એન.આર.આઇ.એ. રાજ્ય પ્રેરિત સામાન્ય વહિવટી વિભાગ અને આર.ટી.આઇ. દ્વારા જન-હિત માહિતીને પુરી પાડે છે. 

ગૃહ - વિભાગ http://home.gujarat.gov.in
ગૃહ - વિભાગ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અમલીકરણની કામગીરી સરકારના ગૃહ વિભાગની છે. રાજ્યનો ગૃહ વિભાગ કાયદા અને વ્યવસ્થાની કામગીરીમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. સલામતી અને સુરક્ષા ઉપરાંત ગૂના-અપરાધી પ્રવૃત્તિને રોકવાની ઉપરાંત અપરાધીક પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ સામે કાનૂની પ્રક્રિયા કરવાની કામગીરી રાજ્યનું ગૃહ ખાતું સંભાળે છે. રાજ્યમાં સુલેહ, સંપ, કૌમી એકતા અને સાંપ્રદાયિક સદભાવ મજબૂત બને તેવા પ્રયત્નો કરે છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો દ્વારા ઉત્પાદન શૂલ્ક, રાજ્યના વિવિધ વિભાગની કામગીરીમાં ગુનાખોરીને લગતા વિષયો પર નજર, ગુજરાત જેલ સંકુલના કામકાજો પર ગૃહખાતું કામગીરી કરે છે. ઉપરાંત રાજ્યમાં બંદરો, પરિવહન કામગીરી વગેરેની સુરક્ષા સંબંધિત બાબતો પર નજર રાખે છે. ગુજરાત પોલીસ (પોલીસ મહાનિર્દેશક, કમિશનર, પોલીસ પ્રબંધક - હથીયારધારી એકમ, તાલિમ અને માનવ અધિકાર વગેરે રાજ્યમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર નજર રાખે છે. 

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ http://www.gujhealth.gov.in

'આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગરાજ્યમાં પ્રત્યેક નાગરિક નિર્મળ આરોગ્ય પ્રાપ્ત કરે, જે મન, શરીર અને આત્મા સંબંધિત હોય ઉપરાંત રાજ્યના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ ગુણવત્તા સભર અને અસરકારક અને ત્વરિત મળી રહે તેવા અભિગમ સાથે રાજ્યનો આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ કામ કરે છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓથી લઇ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ જે શહેરી પરિવાર કલ્યાણ કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવે છે તેનો વહીવટ, દેખરેખ અને આપૂર્તિ વ્યવસ્થા રાજ્યનો આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ સંભાળે છે. મહાનગર પાલિકા દ્વારા સંચાલિત શહેરી પરિવાર કલ્યાણ કેન્દ્ર હોસ્પિટલોના વિકાસ, સંવર્ધન માટે કામ કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ જેમ કે ‘ચિરંજીવી યોજના’, ‘નિરોગી બાળક’, ‘બાળ સુરક્ષા યોજના’, ‘રોગ પ્રતિકાર રસીકરણ કાર્યક્રમ’, વગેરે દ્વારા પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. આરોગ્ય સંબંધિત માળખાગત સુવિધાઓ ઊભી કરવી, સ્વાસ્થ્ય, દવાઓ ચિકિત્સા, કુટુંબ કલ્યાણ અને ઔષધ નિયમન, આર્યુવેદ, હોમિયોપેથીક, સ્વાસ્થ્ય વીમા યોજના, લગ્ન નોંધણી, કુટુંબ નિયોજન વગેરે પ્રવૃત્તિઓ રાજ્યના આરોગ્ય તથા કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ http://imd-gujarat.gov.in

'ઉદ્યોગ અને ખાણ વિભાગરાજ્યના ઉદ્યોગોના સક્ષમ આર્થિક વિકાસ અને સુદ્રઢ વિકાસ માટે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અસરકારક ભૂમિકા ભજવે છે. નાના-મધ્યમ અને વિશાળકાય ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે શક્ય તમામ સવલતો - સુવિધાઓ ઊભી કરવામાં આ વિભાગ અગ્રીમતા રાખે છે. રાજ્યમાં ઉદ્યોગોના વિકાસની ગતિ તેજ કરવા વિભાગના મુખ્ય ઘટકો રાજ્યની ઉદ્યોગ નીતિ યોજનાઓનું નિર્માણ કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કાર્યાન્વિત કરે છે. સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે રાજ્યમાં વિવિધ નિગમો, બોર્ડ તેમજ કોર્પોરેશન દ્વારા ઉદ્યોગ-ખાણ કામકાજોમાં નિર્ધારીત લક્ષ્યાંકો પૂરા કરવા માટે અને સકારાત્મક પરિણામોની અપૂર્તિ માટે પ્રતિબદ્ધ છે. વ્યાપાર અને વાણિજ્ય ઉદ્યોગ અને સહકાર તેમજ કુટીર ઉદ્યોગ, વ્યવસાયીક દ્રષ્ટિએ મહત્વ ધરાવતા મેળાઓનું આયોજન વ્યવસાયીક સેમિનારો, પ્રદર્શનો વગેરેનું આયોજન રાજ્ય સરકારનો ઉદ્યોગ અને ખાણ વિભાગ કરે છે. ઉપરાંત આ વિભાગ પ્રવૃત્તિને સંબંધિત તમામ કાર્યો સાથે અસરકારક રીતે જોતરાયેલો રહે છે.

માહિતી વિભાગ http://www.gujaratinformation.net/

'માહિતી વિભાગરાજ્ય સરકારનો માહિતી વિભાગ માહિતી અધિકાર (માહિતી અને પ્રસારણ) માહિતીનો અધિકાર (સૂચના વિભાગ) વિજ્ઞાપનની નીતિ, જાહેર હિત માટેની સૂચના જે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની હોય તેને પ્રકાશિત કરવાનો તેમજ સરકારના રોજેરોજની કામગીરીનો અહેવાલ તૈયાર કરી પ્રકાશિત કરવાના કાર્યો રાજ્યના માહિતી વિભાગ દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકારનું સત્તાવાર મુખપત્ર ‘ગુજરાત’ સાપ્તાહિક દ્વારા રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરી તેમજ ગુજરાત રાજ્યને સ્પર્શતી માહિતી નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવે છે

શ્રમ અને રોજગાર વિભાગ http://labourandemployment.gov.in/


'શ્રમ અને રોજગાર વિભાગ રાજ્ય સરકારનો શ્રમ અને રોજગાર વિભાગ કામદાર કલ્યાણ, રોજગારી અને તાલીમ જેવા મહત્વના કાર્યો કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કાયદા અને નિયમોનું રાજ્યમાં અમલીકરણ કરે છે. રાજ્યમાં ખેત-મજૂરો, માનવશ્રમ રોજગાર યોજનાની નીતિઓના મુસદ્દા તૈયાર કરે છે અને કામદારો માટેના કાયદાનું સંવર્ધન કરે છે. ‘શ્રમિક સુરક્ષા યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર રાજ્યના કામદારોની સુરક્ષા માટેની જોગવાઇ કરે છે અને ‘મજૂર કાયદો, ફેકટરી કાયદો અને અસંગઠીત જૂથના માનવશ્રમને માહિતી પ્રદાન કરવી વગેરે કાર્યો વિભાગના જુદા જુદા એકમો દ્વારા કરે છે.


કાયદા વિભાગ http://www.gujlegal.gov.in

'કાયદા વિભાગરાજ્ય સરકારનો કાયદા વિભાગ અદાલતોની સ્થાપના કરવાનો, ન્યાયાધીશોની નિમણૂંક તથા કામગીરી, રાજ્યમાં નોટરીની નિમણૂંક કરવી, ચૅરિટી કમિશનરના કાર્યાલયના કામકાજો પર નજર રાખવી, વકફ બોર્ડ, કોર્ટ ફી કાર્યાલય, ઉપરાંત રાજ્યના કાનૂની વિભાગ દ્વારા રાજ્ય ભરમાં કાનૂની સેવાઓ, રાજ્ય અને વિવિધ રાજ્ય સેવા પ્રાધિકરણથી જોડાયેલા બધાં જ મહત્વપૂર્ણ કાર્યના કેટલાક કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે. કાયદા વિભાગ પણ બધા જ ન્યાયાલયો અને અધિકરણોમાં રહેલાં કાર્યો પર નજર નાંખે છે. અને રાજ્યના પ્રશાસનિક વિભાગો - પૂર્વ મુકદમાઓ કે પછીના મુકદમોના ચરણો દ્વારા સલાહ આપે છે. આ બધાં જ આધારભૂત સુવિધાઓની સાથે રાજ્યમાં લોકોને, ઝડપી, ઉચિત અને ઓછી ખર્ચાળ ન્યાય-સુવિધા ઉપલબ્ધ કરાવે અને સૂચના પ્રૌદ્યોગિકીના ઉપયોગ સાથે કાયદાકીય શિક્ષા, ઇ-શાસન, અદાલતોની સ્થાપના વગેરે કરવામાં આવે છે.

વિધાનસભા અને સંસદીય કાર્ય વિભાગ http://lpd.gujarat.gov.in/

વિધાનસભા અને સંસદીય કાર્ય વિભાગકાયદા અને સંસદીય કાર્યોનું ગઠબંધન આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વિધાનસભાના સત્ર પ્રબંધન અને રાજ્ય સભાના વિધાનમંડળના સત્ર માટે કાર્યક્રમ બનાવે છે. કાર્યક્રમોનું ગઠન કરવું અને અનૌપચારિક સૂચનો વિવિધ વિભાગોને સંબંધિત સમિતિઓ લાગુ કરાવે છે. આ વિભાગ વિધાનસભામાં વિધાયક અને અન્ય સરકારી કાર્યનું સંકલન કરે છે. સમીક્ષાઓ અને વિધાનસભા પ્રશ્ન, યાચિકાઓના સંબંધિત જવાબના કાર્ય-સમીક્ષાનું અનુસરણ કરે છે. વિભાગના વિદ્યામંડળો, પ્રક્રિયા અને સંસદીય મામલે સદસ્યોના વિવિધ મંડળ સંબંધિત મામલા માટે સંપર્ક રાખે છે. કાયદા વિભાગની રુપરેખા, મુસદ્દોના પ્રસ્તાવો, કાયદા અધિનિયમો, અધ્યાદેશોના રૂપમાં કાયદા પર વિચાર કરવાની કાયદાકીય મંચ સાથે કામ કરે છે. બંધારણીય નિયમો, આદેશો, સૂચનાના રૂપમાં અમલ કરાવવો તે જવાબદારી છે. વિધેયકની મંજૂરી થવા સુધી તેમજ રાજ્ય વિધાન મંડળના અધિનિયમ હેઠળ તેને રાજ્ય દ્વારા પ્રકાશિત કરાય છે

નર્મદા જળ સંસાધન જળ પૂર્વઠા અને કલ્પસર વિભાગ http://guj-nwrws.gujarat.gov.in/

નર્મદા જળ સંસાધન જળ પૂર્વઠા અને કલ્પસર વિભાગરાજ્ય સરકાર નર્મદા, જળસંસાધન, જળ આપૂર્તિ અને કલ્પસર વિભાગને તેમની મહત્વની કામગીરીને આધીન નર્મદા યોજના નવો વિભાગ બનાવવામાં આવેલ છે. જે સરદાર સરોવર પરિયોજનાનું સંબધિત કાર્ય કરે છે. લાખો લોકોના અસ્તિત્વ માટે નર્મદાના યોજના પર્યાવરણની દ્રષ્ટિથી જળ અને ઊર્જા પ્રદાન કરીને પશ્ચિમ ભારતના વિકાસ કેન્દ્રો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે બહુ ઉદ્દેશીય યોજનારુપે છે. કલ્પસર જળાશય વિદ્યુત અને સ્વચ્છ જળની આપૂર્તિમાંથી બહુ ઉદ્દેશીય લાભ પ્રદાન કરવાની પરિયોજના છે. વાસ્તવમાં ગુજરાતમાં ખંભાતની ખાડીમાં આ પરિકલ્પના બહુ ઉદેશીય પરિયોજના છે. જળ સંસાધનના, પીવાના પાણીની પરિયોજનાઓ, સ્થાનીય જળ આપૂર્તિ અને સ્વચ્છતા કાર્યક્રમ જેવા કામો સાથે પરિયોજના કમિશનના કાર્યમાં લાગેલા બોર્ડનું ગઠન કરવું. સુજલામ સુફલામ સિંચાઇ પરિયોજના, રાજ્યની નદીઓને જોડવી વગેરે જેવી પરિયોજના આ વિભાગ પ્રબંધિત કરી રહ્યો છે.

પંચાયતો ગ્રામીણ આવાસ અને ગ્રામીણ નિવાસ વિભાગ http://panchayat.gujarat.gov.in/

પંચાયતો ગ્રામીણ આવાસ અને ગ્રામીણ નિવાસ વિભાગપંચાયતો, ગ્રામીણ આવાસ તથા ગ્રામીણ વિકાસ વિભાગ સંબંધિત મામલા પર નીતિગત નિર્ણયો આ વિભાગ આપે છે. પંચાયત સંબંધિત મુદ્દા ઉપલબ્ધ કરાવવા, આદેશ દિશાનિર્દેશ, સલાહ, નિયંત્રણ અને દેખરેખના કામ કરે છે. નિર્મળ ગુજરાત, ઇ-ગ્રામ, વિશ્વગ્રામ્ય, ગ્રામ્ય સ્વાસ્થ્ય, નિરોગી બાળ યોજના, સરદાર પટેલ આવાસ યોજના, સમરસ ગ્રામ યોજના જેવી વિવિધ યોજનાઓ દ્વારા પ્રજા માયે જનસમૂહની સહ-ભાગીદારીથી આ વિભાગ કાર્યક્રમોનું સંચાલન કરે છે

.બંદરો અને પરિવહન વિભાગ 

('બંદરો અને પરિવહન વિભાગગુજરાત મેરીટાઇમ બોર્ડ બંદર અને બંદરોના નેતૃત્વવાળી પ્રક્રિયાઓની માળખાગત સુવિધાના વિકાસ માટે શરૂ કરેલ છે. બંદર અને જળપરિવહન માટે શરૂ કરેલ છે. પોતાની નીતિઓને યોગ્ય કાર્યના રૂપમાં બંદર અને પરિવહન સુવિધાને પર્યાપ્ત સાધન ઉપલબ્ધ કરાવે છે. આ વિભાગોને માટે બંદરના પ્રબંધનની જવાબદારી છે પરિવહન અને તેને સંલગ્ન માળખાગત સુવિધા અને અન્ય પ્રક્રિયાઓ પ્રદાન કરે છે


મહેસુલ વિભાગ http://revenuedepartment.gujarat.gov.in/

('મહેસુલ વિભાગઆ વિભાગના જમીનના દસ્તાવેજોને અદ્યતન કરવાની, જમીન મહેસુલી નોંધ, સર્વેક્ષણ અને તેને સંબંધિત કામોના પ્રશાસન, આર્થિક સહાયને માટે વધારાની ભૂમિની ફાળવણી, સર્વેક્ષણ, તેમજ આદિવાસી ક્ષેત્રો સંવર્ધિત કરવા, જમીનનોંઘોનો રેકોર્ડ, દસ્તાવેજ અને સંપત્તિના હસ્તાંતરણોને કમ્પ્યુટરાઇઝડ કરવા તથા ઇ-ભૂમિ અભિલેખોના કમ્પ્યુટરાઇઝડ કરવાની પહેલ રાજ્ય સરકારનો રાજસ્વ વિભાગ કરે છે. સરકાર બેકાર જમીનનો ઉપયોગ ખેતીનારૂપે કરવા માટે આધુનિક ટૅકનોલોજી માટે સહાય 
આપે છે. ભૂકંપ તથા કુદરતી આપદાઓની સ્થિતિમાં પહેલ તેમજ સહાય કરે છે

માર્ગ અને મકાન વિભાગ http://rnbgujarat.org

'માર્ગ અને મકાન વિભાગમાર્ગ અને મકાન વિભાગની કામગીરી મુખ્યત્વે દરેક શ્રેણીઓના માર્ગ-મકાન નિયોજન, નિર્માણ અને તેની દેખરેખ અને જાળવણીના કામો કરે છે. ગુજરાત રાજ્યમાં જાહેર મિલકતો, જનમાર્ગ તથા અન્ય શ્રેણીઓ અન્ય માર્ગ અને મકાન સંબંધિત કામકાજો ગુજરાત સરકારના માર્ગ અને મકાન ખાતા દ્વારા કરવામાં છે. દરેક સરકારી સાર્વજનિક કાર્યાલય, દવાખાના, શિક્ષા અને આવાસીય એકમો રાજ્યની માલીકીની ઇમારતો આ માર્ગ અને મકાન. વિભાગ દ્વારા પ્રબંધિત કરવામાં આવે છે. રેલ, ટેલીફોન, રાજ્ય હવાઇ મથકોના સ્વામીત્વવાળા અન્ય ક્ષેત્રો તેમના દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

ગ્રામીણ વિભાગ http://ruraldev.gujarat.gov.in/

ગ્રામીણ વિભાગગ્રામીણ વિકાસ વિભાગ પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગનો ભાગ છે. સ્વરોજગાર મજદૂર રોજગાર, આવાસ અને લધુ સિંચાઇ પરિયોજનાઓને માટે કાર્યરક્રમ યોજના લાગૂ કરવા માટે આર્થિક સહાય આપે છે. ઉપરાંત (આર.ડી. જેવી જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (ડી.આર.ડી.એ.) પ્રશાસન, પંચાયત રાજ સંસ્થાઓ (પંચાયતી રાજ), પ્રશિક્ષણ અને અનુસંસાધન, માનવ સંશાધન વિકાસ, સ્વૈચ્છિક કાર્યવાહી વગેરે માટે સમર્થન સેવાઓની ગુણવત્તા અને અન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. કાર્યક્રમોને કાર્યરત કરવા માટે, સ્વરોજગાર યોજના જેવી વિવિધ યોજનાઓની સાથે, ગોકુલ ગ્રામયોજના, ઇન્દિરા વિકાસ યોજના દ્વારા આ પ્રયત્નોને પ્રાથમિક ઉદ્દેશ્યની સાથે આવક સર્જનના પ્રયત્નો દ્વારા ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના જીવન સ્તરમાં વધારો કરવો જેવા કામો કરે છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ http://dst.gujarat.gov.in

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગઆ વિભાગ વિકાસ અને પ્રબંધનના વિકાસમાં નવા ઉભરતા પ્રૌદ્યોગિકી ક્ષેત્રોમાં છે અને ગુજરાત રાજ્યમમમાં આ ક્ષેત્રના નિર્માણ અને પ્રમુખ નીતિઓના કાર્યાન્વિતને માટે જવાબદાર છે. ઇ-પ્રશાસન અને સૂચના પ્રૌદ્યોગિકી, જૈવ પ્રૌદ્યોગિકી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, રિમોટ સેલિંગ અને અંતરિક્ષ અનુપ્રયોગ અને સિસ્મોલોજીના કેટલાક ક્ષેત્રો ડીએસટી પછી જોવામાં આવે છે. આ લોકોમાં અને વિશેષકરીને યુવાઓ અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારમાં વધારો કરવામાં કાર્ય કરે છે. અનુસંધાન અને અનુપ્રયોગમાં ક્ષેત્રમાં નિવેશ વધારી અને યુવાઓનો વિદ્યાર્થીઓની વચ્ચે નવા વૈજ્ઞાનિકો ઉભારવામાં આવે છે. ગુજરાતના જ્ઞાન અર્થતંત્રની આ સ્થિતી છે. એની કંડકટરના નિર્માણ સાથે જ્ઞાન અર્તવ્યવસ્થાના ક્ષેત્રમાં રોજગારની તકો, માઇક્રો, નેનો પ્રૌદ્યોગિકીનો રાજ્યમાં વિકાસ કરવો છે

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ http://www.sje.gujarat.gov.in

'સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગઆ વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગના સશક્તિકરણને માટે સામાજીક આર્થિક કલ્યાણના ઉપાય પર કેન્દ્રિત છે. વિભાગના કેટલાક વિકાસ અને શિક્ષાને માટે કલ્યાણકારી યોજનાઓ, આર્થિક ઉત્થાન, સ્વાસ્થ્ય આવાસ અનુસૂચિત જાતિ, ખાનાદબોશ જનજાતિઓ, સામાજીક અને શૈક્ષણિક, આર્થિકરૂપે પછાત વર્ગ અને અલ્પ સખ્યકો માટે આ યોજનાઓ લાગુ કરાવે છે. આ યોજનાઓની સાથે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતો આવાસ યોજના, પંચાયતો અને સામુદાયિક વિકાસ, ગ્રામ્ય યોજના મધ્યાહન ભોજન યોજના, શિક્ષા, વન અને પર્યાવરણ યોજનાથી વગેરેને પ્રોત્સાહન આપવું જેવી કામગીરીની યોજના બનાવી તેના અસરકારક અમલ થાય તેના ઉપર દેખરેખ રાખે છે

રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ http://www.sycd.gov.in/

'રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગએસ.વાય.સી.ડી. એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિવિધ ક્ષેત્રમાં ગ્રામ્યરમતોમાં ભાગીદારીના અવસર ઊભાં કરવાના ઉદ્દેશ્યથી સ્થાપિત છે. આ રાજ્યની રમત સંસ્કૃતિને માટે વ્યાપક અનુકૂળ વાતાવરણ બનાવવા માટે વૈજ્ઞાનિકરૂપે, માધ્યમોથી, પ્રતિભાની ઓળખાણ કરવા માટે, રમત હૉસ્ટેલ, પ્રશિક્ષણ કેન્દ્ર વગેરે માટે કાર્ય કરે છે. તે યુવાઓ અને મહિલા કેન્દ્રિત રમતો પર ધ્યાન આપે છે. રમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં વધારો કરવાનું કામ આ વિભાગ કરે છે

આદિવાસી વિકાસ વિભાગ http://guj-tribaldevelopment.gov.in

આદિવાસી વિકાસ વિભાગ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની એક શાખા આદિવાસી વિકાસ વિભાગમ નામે કાર્યરત છે. તે જનજાતિઓના સશક્તિકરણ, કલ્યાણ અને ઉત્થાન માટે કાર્ય કરે છે. ઉપરાંત ‘‘વનબંધુ’’ યોજના પી.પી.પી.ના સહયોગથી કાર્યરત છે. અવિકસીત ગામડાઓમાં વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવી. વનવસ્તીવાળા ગામડાં અને અવિકસીત ગામડાંઓને દત્તક લેવા શિક્ષા, આર્થિક ઉત્થાન, આવાસ અને સ્વચ્છતા જેવા કાર્યક્રમો આદિવાસી વિકાસના ક્ષેત્રમાં કાર્યરત કરવા જેવી કામગીરીનું સંચાલન કરે છે. જિલ્લામાં જનજાતીય વિકાસ બોર્ડ, પ્રકૃતિના પરિચય સાથે નવી યોજનાઓને કાર્યાન્વિત કરી તેનો અમલમાં મુકી સમન્વય દ્વારા આદિવાસીઓનો વિકાસ કરવાના કામો કરે છે.


શહેરી વિકાસ વિભાગ http://udd.gujarat.gov.in/

$('#dir_025').bt('શહેરી વિકાસ વિભાગરાજ્ય સરકારે રાજ્યમાં શહેરી વિકાસ માટે સાત નગર નિગમો, બાર શહેરી વિકાસ અધિકારીઓ, બે ક્ષેત્ર વિકાસ અધિકારીઓ અને નિર્દિષ્ટ ક્ષેત્ર વિકાસ અધિકારોના રૂપમાં ૧૫૯ નગર પાલિકાઓની રચના કરેલ છે. નગર યોજના અને મૂલ્યાંકન, નગર પાલિકાઓના નિર્દેશક વિભાગ, ગુજરાત નગર વિત્તબોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાતના શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે શહેરી આવાસ વિભાગને આધિન કામ કરે છે. ગુજરાત ‘‘ઔદ્યોગિક પાવર હાઉસ’’ અને રાજ્યમાં જિલ્લા સ્તરે પણ વિકાસનો ટ્રેક રેકોર્ડ જિલ્લા શહેરી વિકાસ એજન્સીઓ (ડીયુડીએ) ની સાથે સ્થાપિત કરવામાં આવેલ છે.http://udd.gujarat.gov.in/', { width: 250, fill: '#fff', cornerRadius: 10, padding: 10, strokeWidth: 1, strokeStyle: '#f0cd37', trigger: ['mouseover', 'click'], positions: ['right'] });મહિલા અને બાળ વિકાસ વિભાગ http://www.wcd.gujarat.gov.in/

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો