શહેરમાં એમનાં પ્રેરક પ્રવચનોથી ખુબ જાણીતા એક પ્રવક્તા ડો.મેથ્યુ આજે પ્રવચન કરવાના હોઈ એમને સાંભળવા આતુર ૨૦૦ શ્રોતાઓથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો .
આજના પ્રવચનનો વિષય હતો “માનવીનું મુલ્ય.”
તાલીઓના ગડગડાટ સાથે હોલમાં પ્રવેશેલા ડો.મેથ્યુએ એમનું પ્રવચન શરુ કર્યું .પ્રવચનની શરૂઆતમાં  એમના ખિસ્સામાંથી ૨૦ ડોલરની એક ચલણી નોટ બહાર કાઢીને બધાને બતાવતાં કહ્યું :” હું આ નોટ તમારામાંના એક જણને આપવા માગું છું ,મને હાથ ઊંચા કરી કહો કે આ નોટ હું આપું તો કોને લેવી ગમશે ?”
બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થયા .
ડો. મેથ્યુએ પછી કહ્યું :”હું આ નોટ તમારામાંના એકને આપું એ પહેલાં મને આમ કરવા દો .” એમ કહીને એમણે એ વીસ ડોલરની નોટને બે હાથની હથેળીમાં મસળીને દડા જેવી બનાવી દીધી .
પછી ડૉ.મેથ્યુએ  શ્રોતાઓને ઉદ્દેશીને પૂછ્યું :” હવે આ નોટ તમને લેવી ગમશે ?”
બધાંના હાથ હકારમાં  ફરી ઊંચા થયા .
ત્યારબાદ ડૉ .મેથ્યુએ એ નોટને જમીન ઉપર ફેંકી એમના બુટની એડીથી બરાબર જોરથી કચરી નાખી અને એને ગંદી જોવી ન ગમે એવી કુરૂપ કરી નાખી .
પછી,આ કરચલીઓવાળી અને ગંદી નોટને નીચેથી ઉપાડી હાથમાં લઇ સૌને બતાવતાં એમણે શ્રોતાઓને કહ્યું :
” હજુ પણ આ નોટને સ્વીકારવા માગતા હોય એ હાથ ઊંચા કરે “
કોઇપણ અપવાદ સિવાય બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થઇ ગયા . 
ડૉ.મેથ્યુએ એમનું પ્રવચન આગળ ચલાવ્યુ:
” મિત્રો, આજે આ ૨૦ ડોલરની નોટ મારફતે તમે તમારા જીવન માટે બહું  જ  મૂલ્યવાન બોધપાઠ શીખ્યા છો .
મેં આ ૨૦ ડોલરની નોટને મસળી,મચડી,પગ નીચે કચડીને જોવી ન ગમે એવી ગંદી અને ગોબરી બનાવી દીધી એમ છતાં તમે બધાં એને સ્વીકારવા તૈયાર થઇ ગયા એનું શું કારણ ? એનું કારણ એ કે એ એના કોઇપણ સ્વરૂપમાં આ નોટના મૂળભૂત મૂલ્યમાં કોઈ ફેરફાર થયો ન હતો, એની કિંમત હંમેશા ૨૦ ડોલરની જ રહેવાની.
એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં સાચા ખોટા નિર્ણયો લઈએ ,આપણા માર્ગમાં આવતા વિપરીત સંજોગો નીચે કચડાઈએ ,નીચે પછડાઈ જઈએ ત્યારે હિંમત હારી જઈને હિણપતની લાગણી અનુભવીએ છીએ .પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઇપણ સંજોગોમાં આ ૨૦ ડોલરના મૂલ્યની માફક આપણે આપણું એક મનુષ્ય તરીકેનું મૂળભૂત મુલ્ય ગુમાવતા નથી .
મનુષ્યમાં પડેલી શક્તિઓનું મુલ્ય અમુલ્ય છે .આ બધી શક્તિઓને કામે લગાડીને આપણે આપણી જિંદગીનો રાહ સુપેરે કંડારી આગળ વધવું જોઈએ .”ડૉ. મેથ્યુના આ કથનથી ખુશ થઇને શ્રોતાઓએ એમને તાલીઓના ગડગડાટથી  વધાવી લીધા.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top