સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને ઈઝરાયલના એક નાગરિક દ્વારા ફેસબુક પરથી ફેક એકાઉન્ટ સરળતાથી શોધી શકાય તે માટે 'ફેકઓફ' એપ્લિકેશન વિકસીત કરવામાં આવી છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એપ ફેસબુકના ફેક અકાઉન્ટથી લોકોને બચાવી શકાય છે
.

આ એપ્લિકેશન બનાવનાર એલરિન શૈચરના જણાવ્યા પ્રમાણે હાલ સરેરાશ 1.35 અબજ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે અને તેમાંથી સરેરાશ 10 ટકા ખાતા ફેક હોય છે. આ સિવાય લાખો વપરાશકારો એવા છે જેઓ ફેક અકાઉન્ટ બનાવે છે અને તેનો નિયમીત પણે ઉપયોગ કરે છે. ફેક અકાઉન્ટને તેમના ગ્રૂપમાં વહેચી દેવામાં આવ્યા છે. આ ગ્રૂપમાં ગુનેગાર, વ્યવસાયિક અને મનોવૈજ્ઞાનીક એવી ત્રણ કેટેગરી રાખવામાં આવી છે.

શેચરના જણાવ્યા પ્રમાણે 'ફેકઓફ' એપ્લિકેશન દ્વારા ફેસબુક પર મિત્રતા કરતાશંકાશીલ લોકોના હાવભાવ ઓળખવાનું કામ કરશે અને ત્યાર પછી તેને 1થી 10 પ્રમાણેનો ક્રમ આપવામાં આવશે. આ એપ્લિકેશન દ્વારા દરેક શંકાશીલ ફેસબુક ફ્રેન્ડની ટાઈમલાઈન પર 365 દિવસની ગતિવિધિયોની તપાસ કરવામાં આવશે અને તેમાથી અસામાન્ય ગતિવિધિયોની ઓળખ કરશે. ફેકઓફ એપ્લિકેશનનો ઉપયોગ છેલ્લા બે મહિનાથી કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 15.000થી વધારે લોકોનો આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા લીસ્ટમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

ભારત અને તુર્કીમાં સૌથી વધારે ફેક અકાઉન્ટ

શેચરના જણાવ્યા પ્રમાણે આ એપની તપાસ કરતા 24 ટકા પ્રોફાઈલ ફેક જોવા મળી છે. ફેક પ્રોફાઈલ બહુ મુશ્કેલ થઈ શકે છે. ફેસબુકના જણાવ્યા પ્રમાણે તેમના
પ્લેટફર્મ પર સરેરાશ 14.3 કરોડ ખાતા ફેક હોઈ શકે છે અને તેમાંથી સૌથી વધુ ફેક અકાઉન્ટ ભારત અને તુર્કીમાં છે.
sourse sandesh newspaper

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top