Breaking News

મેસેજિંગ એપ whatsappએ એડ કર્યું નવું રસપ્રદ ફીચર

મેસેજિંગ એપ whatsappએ એડ કર્યું નવું રસપ્રદ ફીચર

gujrat samachar news paper mathi




આજે સવારથી જ કદાચ તમને તમારા ફોનમાં ઉપયોગ કરી રહેલા વોટ્સએપ મેસેન્જરમાં થોડાક ફેરફાર જોવા મળ્યા હશે અને જો ન જોવા મળ્યા હોય તો અમે તમને જણાવીએ કે તે શું છે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે આજે પોતાના એપએક્યૂ ફંક્શનમાં એક નવું ફીચર એડ કર્યું છે. જ્યારે તમે તમારા વોટ્સએપમાં કોઈ મિત્રને મેસેજ મોકલો છો ત્યારે જો તમારા તરફથી મેસેજ મોકલેલો હશે તો એક રાઈટનું નિશાન આવી જાય છે અને જો તે આગળ તમારા મિત્ર સુધી પહોંચી જાય તો બે રાઈટના નિશાન આવી જાય છે પરંતુ નવા ફીચરની મદદથી એક વધુ ફંક્શન એડ કરવામાં આવ્યું છે.

જેવો તમારો મિત્ર એ મેસેજને ખોલીને વાંચી લેશે તો તેના પર દેખાતા બે રાઈટના નિશાન વાદળી રંગમાં ફેરવાઈ જશે. ના તો માત્ર સિંગલ ચેટમાં પરંતુ જો તમે ગ્રુપમાં પણ મેસેજ મોકલો છો તો જ્યારે ગ્રુપના તમામ લોકો વાંચી લેશે તો રાઈટનું નિશાન ઓટોમેટિક વાદળી રંગમાં ફેરવાઈ જશે.

વોટ્સએપનું આ નવા ફીચરની મદદથી તમે જાણી શકશો કે તમારો મેસેજ તમે મોકલેલા શખ્સે વાંચ્યો કે નહીં. આ વાદળી રંગના રાઈટ નિશાનાની મદદથી હવે તમને ઓપ્શનમાં જઈને એ જોવાની જરૂર નહીં પડે કે ક્યારે મેસેજ મોકલ્યો અને ક્યારે રિસીવર દ્વારા વાંચવામાં આવ્યો.

વોટ્સએપના આ નવા ફીચરને જો તમે ઉપયોગ કરી રહ્યા હોય તો સારી વાત છે પરંતુ જો તમે હજુ પણ આ નથી જોય તો હાલ જ ફોન લો અને તમારૂં વોટ્સએપ મેસેન્જર ચેક કરો.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો