દોસ્તો, જીવનમાં બેસ્ટનું વેસ્ટ કરનારા ઘણા જડી
 આવે પણ વેસ્ટમાંથી બેસ્ટ કરનારા વીરલા જ હોય. 
પુનામાં રહેતા અરવિંદ ગુપ્તા એવા જ એક વિરલા છે. 
છેલ્લા પાંત્રીસ વરસથી તેઓ બાળકો માટે સાયન્ટિફિક 
રમકડાં બનાવવાનું કામ કરે છે. અને અનેક શૈક્ષણિક 
પુસ્તકો તેઓ હિન્દીમાં અને અન્ય ભારતીય ભાષામાં 
અનુવાદિત કરીને ડિજીટલાઈઝડ કરીને મફતમાં 
લોકોને ઓનલાઈન વહેંચે છે.તેઓ નમ્રતાથી પોતાના 
મૃદુ અવાજમાં કહે છે કે મૃત્યુ પર્યત હું આ કામ કરતો 
રહીશ. એમાં મને પરમાનંદ મળે છે. મારો આત્મા 
સાયબર સ્પેસમાં લોકોને મદદ કરતો રહેશે. કહીને 
તેઓ હસી પડે છે.

જો તમે www.arvindguptatoys.com પર જાઓ તો
 તમને વિજ્ઞાનને લગતા તેમના દરેક રમકડાં કેવી 
રીતે બનાવવા તેની 4600 ફિલ્મો જોવા મળે. અને તે
 ય પાછી તમને જે ભાષામાં જોઇએ તેમાં ગુજરાતીમાં, 
જાપાનીશ, કન્નડા, બંગાળી જેવી 18 ભાષઆમાં છે.
 અને પુસ્તકો પણ મફતમાં વાંચવા મળે.

અરવિંદ ગુપ્તા ગજબની વ્યક્તિ છે. તેઓ બેકાર
 નહોતા કે તેમની પાસે કોઇ ડિગ્રી નહોતી એટલે આ 
કામ કરે છે તેવું ય નથી. કાનપુર આઈઆઈટીમાંથી 
તેમણે એન્જિનયરીંગની ડિગ્રી લઈ નક્કી કર્યું કે 
ગામડામાં જઈને કામ કરવું.તેમણે શિક્ષણ ક્ષેત્રે કામ 
કરવાનું પસંદ કર્યું.


તેમણે જોયું કે ગામડાની શાળાઓમાં સાયન્સ 
લેબોરેટરી નહોતી.તેના અભાવે વિજ્ઞાન સરળતાથી 
સમજવું બાળકો માટે અઘરુ હતું. એટલે જે નકામી 
વસ્તુઓ મળે તેમાંથી વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માંડ્યા. 
આમ કરતાં તેમને રમકડાં બનાવવાનો વિચાર 
આવ્યો જે વૈજ્ઞાનિક ઢબે કામ કરતાં હોય જેથી કરીને 
બાળકો રમતાં રમતાં સહજતાથી વિજ્ઞાન જેવો અઘરો લાગતો વિષય શીખી શકે. વળી આ રમકડાં નકામી 
વસ્તુઓમાંથી બનતા હોવાથી તેને બાળકો આસપાસ 
સહેલાઈથી મળતી નકામી વસ્તુઓમાંથી કોઇપણ 
ખર્ચા વિના બનાવી શકે છે.


આમ, અરવિંદ ગુપ્તાએ એન્જિનયરની પૈસા કમાવી આપતી નોકરી છોડીને ગરીબ બાળકો માટે રમકડાં બનાવતા શીખવાડવાનું શરુ કર્યું. તેમણે ઓનલાઈન વેબસાઈટ અને યુટ્યુબ પર રમકડાં કઈ રીતે બનાવી
 શકાય અને કેવા બને તેની માહિતી મફતમાં વિશ્વ
સમક્ષ મૂકી છે.

અને છેલ્લે.....,

અરવિંદ ગુપ્તાએ લાખોની કમાણી છોડીને વિજ્ઞાનને
 ગરીબ બાળકો સુધી પહોંચાડવાનું જ કામ કર્યું. તેઓ 
કહે છે કે, ભગવાને મને આ કામ માટે જ કદાચ 
મોક્લ્યો હતો. મિત્રો, અરવિંદ ગુપ્તા આપણને 
શિક્ષણની સાચી રાહ દેખાડે છે. નવા વિચાર અને જાતે
 કશીક શોધ કરીને વૈજ્ઞાનિક કે એન્જિનયર બનવાનો 
સહજ આનંદ તે બાળકોને આપે છે. પૈસા ધ્વારા કે 
મોંઘી વસ્તુઓમાંથી જ આનંદ લઈ શકાય કે શિક્ષણ 
મેળવી શકાય તેવું નથી. આમ નવો રાહ અરવિંદ 
ગુપ્તા સુચવે છે જો આપણને દેખાય તો...!!!

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top