વિષયઃ વ્યાયામ શિક્ષક /સ્પોર્ટ્સ ડાયરેકટર્સનું બહુમાન અંગે.
સવિનય જણાવવાનું કે ‘રમતજગત’ દ્વારા ગુજરાત રાજ્યના વ્યાયામ સાથે સંકળાયેલય શિક્ષકો અને અધ્યાપકોનું સન્માન કરવાનો નિર્ણય કરેલ છે.
આપશ્રી ને જણાવવાનું કે આપના જિલ્લામાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષક / શિક્ષિકાને તેમની પ્રોફાઈલ જેમાં પોતાની શૈક્ષણિક લાયકાત, શૈક્ષણિક સિધ્ધિઓ, ઈતરપ્રવૃત્તિઓમાં લીધેલ ભાગ, તેમના દ્વારા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વધેલ ખેલાડીઓ સાહસિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓના પ્રમાણપત્ર, અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ હોય તેવા પ્રમાણપત્રો, ઈતરપ્રવૃત્તિઓ સાથેના ફોટો ગ્રાફ પ્રમાણપત્રો વગેરે, પોતાના સમાજમાં કરેલ પ્રવૃત્તિઓની માહિતી, તેમને મેળવેલ મેડલ વગેરે સાથે જોડવા.
ઉપરોક્ત પ્રોફાઈલ તા. ૩૦-૭-૨૦૧૫ ના રોજ ગાંધીનગર રમતજગત કાર્યાલય ખાતે મળે તેમ મોકલવા.
વધુ માહિતી માટે તંત્રીશ્રી ભૂપેન્દ્રકુમાર શ્રોત્રિયનો સંપર્ક કરવો.
ધન્યવાદ..........

તંત્રીશ્રી
ભૂપેન્દ્રકુમાર શ્રોત્રિય
રમતજગત
94267 07789
THANKS TO COMMENT