ઘરમાં નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ બહું મોટું કામ કરી જતી હોય છે. અહીં થોડી એવી જ સરળ પરંતુ બહું કામની ટિપ્સ બતાવવામાં આવી છે તે જોઈએ.

તરબૂચની છાલને સૂકવીને પીસી નાખો. તેની ભૂકીનો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે, તેનાથી કઠોળ જલદી ચડી જાય છે.
બાથરૂમમાં લગાવેલા અરીસા પર ગરમ પાણીથી જામેલી ધૂંધળાશને દૂર કરવા માટે કપડાં પર થોડું ગ્લિસરીન લગાવી અરીસાને લૂછો. એનાથી ઝાંખો પડી ગયેલો અરીસો ચમકી ઊઠે છે.
ગુલાબની પાંદડીઓ વાટી બાટલીમાં ભરી રાખો. રાત્રે હોઠ પર લગાવો, આનાથી હોઠ ગુલાબી રહે છે.
લીલાં મરચાંને હવાચુસ્ત બાટલીમાં ચપટી હળદર નાખીને ભરી રાખવાથી મરચાં લાંબા સમય સુધી લીલાં રહે છે.
ભાત દાઝી જાય તો તેને બીજા વાસણમાં કાઢી તેમાં બ્રેડનો ટુકડો મૂકી દેવાથી વાસ જતી રહે છે.
ફાટેલાં જૂનાં મોજાં ફેંકી ના દેતાં, એને ધોઈને સાફ કરીને એનાથી વાસણો, વોશબેસીન, કાચ વગેરે સાફ કરી શકો છો, એનાથી લીસોટા પડતા નથી.
તરબૂચનાં બી વાટીને તેનો ગર તથા ખડી સાકર દસ દસ ગ્રામ લઈને ચૂરણ ખાવાથી શરીર ભરાવદાર બને છે.
મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.
હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
નહાવાના સાબુના વધેલા ટુકડાઓને ફેંકી નહીં દેતાં તેને પાણીમાં ઉકાળી તે પ્રવાહીને બાટલીમાં ભરી લેવું. આ સાબુનું પ્રવાહી હાથ ધોવા કામ લાગે છે.
ઘઉંમાં મેથીની ભાજીનાં પાંદડાં નાખવાથી ઘઉં બગડતા નથી.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top