પરીક્ષા----- હકારાત્મક વિચારોજ કરો

Baldevpari
0

  1. બાળક ને મુક્ત પણે પરીક્ષા ની તયારી કરવા માટે નું વાતાવરણ આપો.
  2. આ સમય દરમ્યાન ઘર માં હકારાત્મક વિચારોજ કરો અને બાળક ની વાતો ને એજ્જ રીતે પ્રોત્સાહિત કરો.
  3. આ જીવન ની પરીક્ષા નથી,આ તો માત્ર તમે વર્ષ દરમ્યાન જે ભણ્યા તેનું સાદું મૂલ્યાંકન છે,તેવું કહી બાળક ને વિશ્વાસ આપો.
  4. પેપર પૂરું થયા પછી તેમાં કેટલા માર્ક્સ આવશે? કેવું ગયું? કેમ આવું ગયું? કેમ ના આવડ્યું? જો હું કેહતો હતો ને? આવા ફાલતું પ્રશ્નો ટાળજો.
  5. બાળક પેપર દેવા જાય ત્યારે માથા પર હાથ મૂકી આશીર્વાદ આપજો અને પૂરું થાયત્યરે આઈસ્ક્રીમ /ચોક્લેટ અપાવી તેને તમે ખુશ હોવાનો અહેસાસ કરાવો. 
  6. પરીક્ષા ના દિવસો દરમ્યાન વિદ્યાર્થી ની મનપસંદ વાનગી બનાવો જમાડો અને તેને અનુકુળ હોય એમ રેહવાદેજો. 
  7. પરીક્ષા દરમ્યાન ઘર માં ભારે શોકગ્રસ્ત વાતાવરણ ના ઉભું થાય તેનો ખ્યાલ રાખો..
  8. આ પાંચ વાક્યો તમે બાળક ને કહો અને બાળક પણ પોતાની જાત ને કહે.

  • - હું સર્વશ્રેષ્ઠ છું 
  • - ઈશ્વર હમેશા મારી સાથેજ છે.
  • - હું આ કરી શકીશ.
  • - હું વિજેતા છું 
  • - આજે મારો દિવસ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)