Breaking News

વારસાઈ જમીનના વારસદારો માટે શુભ સમાચારઃ


વારસાઈની જમીનના સીધા વારસદારો માટે શુભ સમાચારઃ
ગાંધીનગર- આનંદીબહેન પટેલે મહેસૂલ પ્રધાન તરીકે મહત્વપૂર્ણ નિર્ણયો લઇને રાજયમાં કૌટુંબીક સંબંધોમાં કરવામાં આવતી ખેતીની જમીનની તબદીલી અંગેના સીધી લીટીના વારસદારો વચ્ચેના વ્યવહારોમાં નામ દાખલ કરવાની, નામ રદ્દ કરવાની, કૌટુંબિક વહેંચણી-વારસાઇની પ્રક્રિયા અંગેની પધ્ધતિઓ અન્વયે આમ પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉમદા આશયથી નવા સુધારા કરવામાં આવ્યા છે. પ્રજાને પડતી હાડમારી દૂર કરવાના ઉમદા હેતુથી રાજ્ય સરકારની લોકાભિમુખ વહીવટની પ્રતિબધ્ધ્તા સાથે રાજ્યમાં એકસૂત્રતા જળવાય તેવી કાર્યવાહી અનુસરવા તથા ખેડૂતોના ખેતીની જમીન ઉપરના હક્કને સુરક્ષિત કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર વ્યકત કર્યો છે. 

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિનભાઇ પટેલે રાજ્ય સરકારના આ નિર્ણયોની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાનના આ નિર્ણય સંબંધે સ્થાયી સૂચનાઓ વિવિધ અધિનિયમોની જોગવાઇઓ ધ્યાને રાખી સરકાર સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય અને પ્રજાને પડતી હાડમારી દૂર થાય તથા ખેડૂતોના ખેતીની જમીન ઉપરના હક્ક સુરક્ષિત રહે તે ધ્યાને રાખીને વડીલોપાર્જિત, સ્વ-પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુન: વહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની બાબતો પરત્વે સુધારા સાથે સૂચનાઓ જારી કરવામાં આવી છે. 
2 ટિપ્પણીઓ:

  1. દસ્તાવેજ વારી જમીન માં હક્ક કમી અંગે નવા સુધારા ના પરિપત્ર અને દસ્તાવેજ વારી જમીન માં શું હક્ક કમી થાય

    જવાબ આપોકાઢી નાખો
  2. મારા પિતાજીને બે પત્ની હોવાથી પહેલી પત્ની ના બે દીકરા બીજી પત્ની ના બે દીકરા અને એક દીકરી હોવાથી મારા પિતાજીનું નામ પણ જમીન છે બીજી પત્ની ના દીકરાઓ એ જમીન વેચી નાખી છે તો થોડી જમીન બાકી રહી છે તું કઈ રીતે જમીનમાં ભાગ પડી શકે કઇ રીતનું પેઢીનામું બનાવવા પડે એનો જવાબ આપશો જય શ્રી કૃષ્ણ

    જવાબ આપોકાઢી નાખો

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો