Breaking News

વીજળીના ગોળાના શોધક થોમસ આલ્વા એડિસનની જન્મજયંતી (તા.1-2-1847)

 વીજળીના ગોળાના શોધક થૉમસ આલ્વા એડિસનની જન્મજયંતી (તા.1-2-1847)

#એડિસન 

#Thomas Edison

આજે મારા જીવનની 25મી લગ્ન તિથીના દિવશે ભાવના બળદેવપરી-)  

મહાન વૈજ્ઞાનિક એડિસન સાહેબ ની જન્મ જયંતી છે 

માનસિક તાકાત અને માતાની મમતા.. અને પુત્રને મહાન બનાવનાર જેને વિજ્ઞાન જગતને મહાન ફલક આપ્યું ... એને વંદન 

#Thomas Edison


થોમસ આલ્વા એડિસન


  • અમેરિકાના મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડિસનનો 
  • જન્મ તા.11-2-1847 ના રોજ ઓદ્યો રાજ્યના મિલાન નામના ગામમાં થયો હતો. 
  • ડચ પિતાનું નામ સેમ્યુઅલ અને સ્કોટિશ માતાનું નામ નાન્સી ઈલિયટ હતું.
શાળા અને શિક્ષકોમાં એડિસન  
  • શાળામાં તે પ્રશ્નો પૂછી શિક્ષકોને બહુ પજવતો હતો. 
  • શિક્ષકો તેને ઠોઠ નિશાળિયો' ગણતા હતા. 
  • તેથી તેની માતાએ તેને શાળામાંથી ઊઠાવી લઈ ઘરે ભણાવ્યો. 
  • ટોમસ નવું નવું જાણવાની અને પ્રયોગો કરવાની વૃત્તિ ધરાવતો હતો. 
  • તે ફાજલ સમયમાં બ્રેકના ડબામાં બેસીને પ્રયોગો કર્યા કરતો હતો. 
  • એ કવાર ડબામાં આગ લાગતાં કંડકટરે તેને કાન પર જોરદાર તમાચો મારતાં તે કાને તેને બહેરાશ આવી ગઈ હતી.
એડિસનનો સંધર્ષ અને શોધ  
  • તે ટેલિગ્રાફ ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. 
  • તે દરમિયાન તેણે શેરોના ભાવ નોંધતું એક યંત્ર બનાવ્યું અને જે પૈસા મળ્યા તેમાંથી ન્યૂજર્સી ખાતે પ્રયોગશાળા સ્થાપી હતી. 
  • 1878માં ફોનોગ્રાફ અને ગ્રામોફોનની શોધ કરી જગતને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. 
  • 1893માં તેણે ફિલ્મ માટેના 'મૂવી પ્રોજેક્ટર’ની શોધ કરી હતી.
  • એડિસને ૨૨ વર્ષની ઉંમરે ઇલેકટ્રિક મતદાન યંત્ર શોધેલું. 
  • તેમાં ઉમેદવારના નામવાળું બોર્ડ મુકાતું અને સાંસદોની પાટલી પર હા કે ના ની સ્વીચ મૂકાતી. 
  • જો કે આ યંત્ર અમેરિકાની સંસદમાં મંજૂર થયું નહોતું.
  • ઇ.સ. ૧૮૭૬માં એડિસને શરીર પર ટેટૂ છૂંદવાની સ્ટેન્સીલ પેન શોધેલી.
  • ઇલેકટ્રિસિટીના વપરાશનું મીટર પણ એડિસને શોધેલું તે જરા વિચિત્ર હતું. 
  • ઇ.સ. ૧૮૮૧ તેણે શોધેલા ‘વેબમીટર’માં ઝીંક સલ્ફેટ સોલ્યુશન વપરાતું. 
  • વીજપ્રવાહ આ સોલ્યુશનમાંથી પસાર થાય ત્યારે તેમાં ઝીંકની કણીઓ જુદી પડતી. 
  • આ કણીઓનું વજન કરીને કેટલો વીજપ્રવાહ વહ્યો તે નક્કી થતું અને બિલ બનતું.
  • ઇ.સ. ૧૮૯૯માં તેણે ઇલેકટ્રિક વડે ચાલતી કાર શોધવાની શરૃઆત કરી.
  •  તે માટે તેણે આલ્કલાઇન બેટરી બનાવી. 
  • તેની બેટરી વડે ઘણી કાર ચાલતી પરંતુ બેટરી વાંરવાર રિચાર્જ કરવી પડી. પેટ્રોલનો વપરાશ વધ્યા પછી એડિસને આ શોધ પડતી મૂકી.
  • એડિસને તેના ફોનોગ્રાફનો ઉપયોગ કરીને બોલતાં રમકડાં બનાવવાના પ્રયાસો કરેલા ઢીંગલીની છાતીમાં નાનું ફોનોગ્રાફ મૂકીને સ્વીચ દબાવતાં તેનું રેકોર્ડિંગ વાગે તેવી તેમાં ગોઠવણ હતી. 
  • તેણે ઘણાં બાળગીતો રેકોર્ડ કરીને ઢીંગલીઓ બનાવી પરંતુ તે જમાનામાં રેકોર્ડિંગ પદ્ધતિ સંતોષકારક નહોતી વિકસી તેથી તેની રમકડાંની યોજના નિષ્ફળ ગયેલી.
એડિસનની સફળતાના મંત્રો  
  • એડિસન માનતો હતો કે ‘નિષ્ફળતા એ સફળતાની જનની છે' 
  • ખૂબ પ્રયોગોને અંતે 1879 ના 21 મી ઓક્ટોબરે તેણે વીજળીના દીવાની શોધ કરી. 
  • તે પોતાની દરેક શોધની પેટન્ટ કઢાવી લેતો હતો
  • આમ, તેના નામે લગભગ 1100 જેટલી શોધો નોંધાઈ હતી. 
  • એડિસન દઢપણે માનતો કે ‘પ્રતિભા એટલે એક ટકો પ્રેરણા અને નવ્વાણું ટકા પરિશ્રમ.' 
  • "તે કહેતો કે કોઈ કામ જ્યાં સુધી સંતોષકારક ન થાય ત્યાં સુધી હાથ પર લીધેલા કામને વળગી રહેતો.'  
થોમસ ખરેખર જૂનૂની હતા… 
  • તેમણે એક સમયે એવું પણ વિચાર્યું કે કાન માં સંભળાતું નથી એના માટે ઓપરેશન કરાવી શકાય. 
  • પણ પછી વિચાર બદલાઈ ગયો કે કદાચ આ ઘોંઘાટ વાળી દુનિયા તેમને તેમના પ્રયોગો અને થિયરી શીખવામાં નડતરરૂપ થાય એના કરતા સારું. 
  • એમ વિચારીને ઓપરેશન કરવાના નિર્ણયને માંડી વાળ્યો.

મહાન એડિસનને મહાન બનાવટી માતાનો પ્રેરણા પ્રસંગ 
  • એક વાત કહું તેમની માતાનાની 
  • જેને લીધે એક સફળ વૈજ્ઞાનિક બન્યા 
  • એક વાર થોમસ અલ્વા એડિસન સ્કૂલથી ઘરે આવ્યા અને પોતાની માતાને એક ચિઠ્ઠી આપીને કહ્યું કે આ ચિઠ્ઠી સ્કૂલમાંથી ટીચરે આપી અને એમ કહ્યું કે 
  • આ ચિઠ્ઠી તારા માતાને આપજે
  • ચિઠ્ઠી ખોલીને એડિસનની માતાની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા એડિસને કહ્યું મમ્મી તું કેમ રડે છે 
  • શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં 
  • તેની માતાએ કહ્યું બીટા આમ લખ્યું છે કે,
  • “તમારો પુત્ર ખુબજ સમજદાર છે અમારા ખ્યાલથી અમારી આ સ્કૂલ તમારા જીનિયસ બાળકના હિસાબથી ખુબજ નાની છે અને અમારેત્યાં એટલા કાબિલ શિક્ષકો નથી જે એડિસનના લેવલનું જ્ઞાન આપી શકે. ”
  • થોડાક વર્ષો પછી એડિસની માતાનું મૃત્યુ થયું ત્યાં સુધી થોમસ અલ્વા એડિસન એક મહાન વિજ્ઞાનિક બનીગયા હતા
  • એક દિવસ એડિસન પોતાની માતાના રૂમમાં જાય છે ત્યાં તેમની નજર એક બોક્સ પર જાય છે. 
  • બોક્સ ખોલીને જોયું તો તેમાં અમુક જૂની વસ્તુઓ પડેલી હતી ત્યાં તેમની નજર એ ચિઠ્ઠી પાર જાય છે 
  • જે નાનપણમાં ટીચરે તેમની માતાને આપવા કહ્યું હતું
  • એડિસને તે ચિઠ્ઠી વાંચવાનું ચાલુ કર્યું તો તેની આંખો ચોકી ગઈ શું લખ્યું હતું તે ચિઠ્ઠીમાં આવો હું તમને જાણવું,
  • “તમારો પુત્ર માનસિક રીતે ખુબજ કમજોર છે અમારા શિક્ષકો તેને વધારે નહિ ભણાવી શકે અમે તેની સ્કૂલમાંથી નીકાળી રહ્યા છીએ મહેરબાની કરીને તમે તેને ઘર પરજ ભણાવજો ” 
  • આ ચિઠ્ઠી વાંચ્યા પછી એડિસન ખુબજ રડ્યા.
  • તે પછી તેમને એક બુક લખી તેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે 
  • “થોમસ આલ્વા એડિસન એક માનસિક કમજોર બાળક હતું જેને તેની માતાએ એક મહાન વિજ્ઞાનિક બનાવ્યો છે.”

થોમસ એડિસનના જીવનમાંથી શીખવા જેવી વાતો
  • તમારી કમજોરી જ્યાં સુધી તેના વિશેની વિચારસારણી નહીં બદલો ત્યાં સુધી કમજોરી જ રહેશે.
  • પોતાની જાતે શીખો, જાતે પોતાને આકાર આપો ,સ્વનિર્ભર બનો. કઈંક બનો.
  • નિષ્ફળતા જેવું કઈં હોતું જ નથી. 
  • તમે 10000 વખત નિષ્ફળ થયા ….મતલબ તમે 10000 એવી રીતો શોધી કે જેનાથી તે નિષ્ફળ થઈ.
  • તમને જેમાં સૌથી વધુ આનંદ મળતો હોય તે જ વસ્તુ કરવી.
એડિસનની  દુનિયાને અલવિદાભરી યાદો 
  • આવા મહાન વિજ્ઞાની તા.18-10-1931ના રોજ આ દુનિયામાંથી વિદાય થયો. 
  • એની યાદમાં ન્યૂજર્સીમાં એક વિસ્તારનું નામ ‘એડિસન’ આપવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો