Breaking News

રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવાર્ડ દરખાસ્ત

💎રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવાર્ડ







➽પરિપત્ર નીચે આપેલ જોઈ લેવા કેવી રીતે બનાવશો ફાઇલ
➽ક્યારે અને કયા મોકલશો
➽આ માત્ર માહિતી આપવા અને લાયકાત ધરાવતા શિક્ષકો પોતાની દરખાસ્ત તૈયાર કરી શકે એટલા માટે મુકેલ છે
📌ટુંક સમય માં અહી કેમ ફાઇલ બનાવવી અને કેવી રીતે માહિતી મૂકવી એનો વિડીયો મુકવાં આવશે..

📌➽જોતાં રેજો અહી

📌એવાર્ડ બાબતે કોઈએ કોલ કરવો નહીં
આપના જિલ્લા કક્ષાએથી
અથવા તાલુકા કક્ષાએથી જાણ કરવામાં આવશે 📌તાલુકા,

📌જિલ્લા
📌અને રાજ્ય કક્ષાએ
📌શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા બાબત.


📌ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત કરાય અન્વયે જણાવવાનું કે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી,પ્રોત્સાહિત કરવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટેની પસંદગી પ્રક્રિયા અને તેનું માળખું, સરકારશ્રી શિક્ષણ વિભાગના તા.૨૫/૦૬/૨૦૧૭ નો ઠરાવ અન્વયે, ઘડવામાં આવેલ છે અને આ નીતિ નિયમોને આધિન તાલુકાકક્ષાએ જિલ્લાકક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે. જે આ સાથે સામેલ રાખી, મોકલી આપવામાં આવે છે.

📌તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ 

તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા અંગે શિક્ષણ વિભાગના તા.૨૫/૬/૨૦૧૭ ના ઠરાવની જોગવાઇ મુજબ જિલ્લા કક્ષાએ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

💠કોને મળી શકે આ પારિતોષિક

🔖(૧) રાજયની સરકારી,
➦બિન સરકારી
➦અનુદાનિત પ્રાથમિક,
➦માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
➦હાલમાં શૈક્ષણિક કાર્ય કરતાં શિક્ષકો,
➦મુખ્ય શિક્ષકો અને
➦દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી
➦સરકારી અને
➦બિન સરકારી અનુદાનિત સંસ્થાઓના
➦શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે
➦દર વર્ષે રાજય સરકાર દ્વારા પસંદગી કરી,
➦પારિતોષિક આપવાની યોજના અમલમાં આવેલ છે. અને તે પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૨૧ માં એનાયત કરવાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદી કરવા માટે તાલુકા/ જિલ્લા કક્ષાએથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિ તરફથી ભલામણો સાથેની દરખાસ્ત મંગાવવામાં આવે છે.

⏯કોને મોકલશો દરખાસ્ત

🔖૨) જિલ્લા શિક્ષણાધિકારીએ આવી દરખાસ્તો,આ કચેરીને નીચેના સમય પત્રક પ્રમાણે રૂબરૂમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.જિલ્લાની દરખાસ્તો વિલંબથી રજૂ થવાના પરિણામે ઘણી વહીવટી મુશ્કેલી ઉપસ્થિત થઇ શકે છે. આવું ન અને તેની સૌએ કાળજી લેવી
⏯તમારા નામની કોઈ ભલામણ પણ કરી શકે શિક્ષક પોતે, વાલીઓ, સમાજની વ્યક્તિઓ અથવા શિક્ષણ સાથે સંકળાયેલ અન્ય લોકો દ્વારા કોઇ શિક્ષકનાં
નામની ભલામણ થાય તો તેને દરખાસ્ત તરીકે ગણી, વિચારણામાં લેવાની રહેશે.
💎રાજ્ય કક્ષાના પારિતોષિક માટે સૌ પ્રથમ તાલુકા કક્ષાની પસંદગી બાદ, જિલ્લા કક્ષાએથી પસંદગી કર્યા બાદ રાજય પારિતોષિક મેળવવા માટેની દરખાસ્તો, નીચે દર્શાવેલા જિલ્લાઓની સામે જણાવેલ તારીખ અને સમય દરમ્યાન અત્રેની કચેરીને રૂબરૂમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

💎જિલ્લાઓના નામ

💎વડોદરા, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર
આ કચેરીમાં રૂબરૂ રજૂ કરવાની
તા.૨૧/૦૬/૨૦૨૧ સમય 11.00 કલાકે
💎ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, સુરત, તાપી, સાબરકાંઠા, અરવલ્લી
આ કચેરીમાં રૂબરૂ રજૂ કરવાની
તા.૨૧/૦૬/૨૦૨૧ સમય 11.00 કલાકે
💎રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર,મોરબી,
બોટાદ,દે.દ્વારકાક, બનાસકાંઠા, પંચમહાલ,
આ કચેરીમાં રૂબરૂ રજૂ કરવાની
તા.૨૨ /૦૬/૨૦૨૧ સમય 11.00 કલાકે
💎પોરબંદર, ભાવનગર, જુનાગઢ, અમરેલી,
ગીરસોમનાથદાહોદ, છોટાઉદેપુર, મહીસાગર
આ કચેરીમાં રૂબરૂ રજૂ કરવાની
તા.૨૨ /૦૬/૨૦૨૧ સમય 11.00 કલાકે
💎(૩) તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના પારિતોષિક માટે ઉક્ત ઠરાવથી નિયત કરેલ સમિતિએ, નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
હાલની Covid-19 ને કારણે ઉભા થયેલ અસાધારણ સંજોગોને ધ્યાને લેતાં, જિલ્લા પસંદગી સમિતિએ, ગુણાંકન કરવા માટે મળેલ દરખાસ્તોને સંબંધિત શાળાઓની રૂબરૂ મુલાકાત લેવામાંથી નિષ્ણાતોની સમિતિને મુક્તિ આપવાની રહેશે.
તથા શિક્ષકોનાં અગાઉનાં વર્ષમાં કરેલા કાર્યને આધારે અને અન્ય બાબતોને ચકાસીને ગુણાકન કરવાનું રહેશે.પસંદગી પ્રક્રિયામાં વિલંબ ન થાય તે હેતુથી તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ એવોર્ડ માટે શિક્ષકની પસંદગી કરવા માટે
💎તા.૧૪/૦૬/૨૦૨૧ સુધીમાં પસંદગી સમિતિ બોલાવી, પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રાજ્ય કક્ષાએ પારિતોષિક આપવા માટે તા.૧૭/૦૬/૨૦૨૧ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને રાજ્ય કક્ષાએ પસંદગી આશિક્ષકોની દરખાસ્ત, આ કચેરીને ઉપરોક્ત કોઠામાં દર્શાવ્યા પ્રમાણેની તારીખે રૂબરૂમાં મળે, તે રીતે મોકલી આપવાની રહેશે.
💎(૪) શિક્ષણ વિભાગના તા.૨૫/૦૬/૨૦૧૯ ના ઠરાવની જોગવાઇ ફકરા (ચ) મુજબ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક માટે સરકારી અને અનુદાનિત શાળાના શિક્ષકની જ પસંદગી કરવાની રહેશે.

પાત્રતા ,અનુભવ 

💎પાત્રતા ધરાવતા શિક્ષકો વધુમાં વધુ સંખ્યામાં દરખાસ્તો કરે તે માટે સરકારશ્રી,શિક્ષણ વિભાગના તા.૨૫/૦૬/૨૦૧૯ નાં ઠરાવની જોગવાઇ અનુસાર વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે. વધુમાં અત્રેની કચેરી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારીતોષિક અંગેની જાહેર નિવિદા આપવામાં આવશે. તેને પણ ધ્યાને લઇ કાર્યવાહી કરવાની રહેશે,
💎રાજ્ય પારિતોષિકની દરખાસ્ત કરવા માટે આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ તથા પ્રમાણપત્રો, નિયત
💎નમૂનામાં આપવામાં આવેલ છે, તેમાં જરૂરી વિગતો માહિતી ભરી,કર્મચારી તથા અધિકારીના સહી સિક્કા કરાવી
💎દરખાસ્ત તૈયાર કરી, મોકલી આપવાની રહેશે.
💎દરેક માટે 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે




ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો