CBSE BOARD SSC પરીક્ષા રદ થઈ પણ વિધ્યાર્થીને કેવી રીતે ગુણ મૂકીને પાસ કરશે જાણો

Baldevpari
0

CBSE BOARD SSC પરીક્ષા રદ થઈ 
પણ વિધ્યાર્થીને કેવી રીતે ગુણ મૂકીને પાસ કરશે જાણો 

  • બની શકે ગુજરાત બોર્ડ માં પણ એટલે શિક્ષકો જાણી  લો આ પદ્ધતિ 
  • CBSE BOARD SSC  (સીબીએસઇ) દ્વારા 
  • કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવેલી 
  • 10 મી બોર્ડની પરીક્ષા માટે માર્કિંગ પોલિસી જાહેર કરી છે. 
  • દરેક વિષય માટે માર્ક્સ કેવીરીતે મળશે આવો જાણીએ.

CBSE BOARD દ્વારા જારી કરાયેલા 

  • એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે 
  • કે દરેક વિષય માટે 20 ગુણ 
  • આંતરિક આકારણી દ્વારા આપવામાં આવશે 
  • જ્યારે સત્ર દરમિયાન લેવાયેલી પરીક્ષામાં 
  • મળેલા નંબરોના આધારે 80 ગુણ આપવામાં આવશે.

જો કે, સીબીએસઈ પરીક્ષા નિયંત્રકએ નિર્દેશ આપ્યો છે 

  • કે શાળાઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓએ 
  • 10 માં ની બોર્ડની પરીક્ષામાં આપેલા ગુણ 
  • શાળાના વિદ્યાર્થીઓના અગાઉના પ્રદર્શનને અનુરૂપ છે. 
  • એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે 
  • પરિણામને અંતિમ સ્વરૂપ આપવા માટે 
  • શાળાઓએ આચાર્યની અધ્યક્ષતામાં 
  • આઠ સભ્યોની સમિતિની રચના કરવી પડશે.
  • વિશેષ એ પણ કહ્યું હતું કે મૂલ્યાંકનમાં અયોગ્ય 
  • અને પક્ષપાતી વર્તન કરવા બદલ શાળાઓ 
  • સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 
  • પરીક્ષાના પરીણામ આ વર્ષે જૂનમાં જાહેર કરવામાં આવશે.

CBSE અનુસાર,

1- વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ પ્રત્યેક વિષયના 

  • કુલ 100 ગુણમાંથી 20 ગુણનું હશે. 
  • 80 ગુણ વર્ષ એન્ડ પરીક્ષા માટે નિર્ધારીત હશે. 
  • વિદ્યાર્થીઓએ 20 ગુણ માટે આ ઈન્ટરનલ એસેસમેન્ટ 
  • તેમના સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવશે. 
  • મોટાભાગની સ્કૂલો ઈન્ટરનલ એસેસમેન્ટનો ડેટા 
  • CBSE પોર્ટલ પર અપલોડ કરી ચૂક્યા છે. 
  • બાકીની સ્કૂલોએ પણ કોઈપણ સંજોગોમાં 
  • 11 જૂન 2021 સુધી ઈન્ટરનલ એસેસમેન્ટનો 
  • ડેટા અપલોડ કરી દેવાનો રહેશે.

2- પરીક્ષાઓ રદ્દ થવાના કારણે 

  • બાકીના 80 ગુણનો ડેટા પણ સ્કૂલોએ તૈયાર કરવાનો રહેશે. 
  • તેના માટે સ્કૂલ દ્વારા એક વર્ષ દરમિયાન 
  • આયોજીત કરવામાં આવેલા અલગ-અલગ ટેસ્ટ 
  • પરીક્ષાને આધારે તૈયાર કરાશે. 
  • આ માર્ક્સ સ્કૂલની ગત પરીક્ષાની સમાન હશે.
3-સમિતિ બનશે કોણ કોણ હશે સમિતિમાં 

  • દરેક શાળામાં પરીણામ તૈયાર કરવા માટે એક સમિતિ બનશે 
  • જેમાં સ્કૂલના આચાર્ય 
  • અને 7 શિક્ષકો સામેલ હશે. 
  • આ સમિતિ પરિણામને અંતિમ રૂપ આપશે. 
  • પાંચ શિક્ષક સ્કૂલના અલગ-અલગ 
  • વિષયો(ગણિત, સોશિયલ સાયન્સ અને સાયન્સ અને ભાષા)ના હશે
  • અને બે શિક્ષક નજીકની સ્કૂલના હશે.

4-શું આપવામાં આવશે એ માટે મહેનતાણું 

  • બહારની સ્કૂલના એ સદસ્ય શિક્ષકોને 
  • 2500 રૂપિયા બોર્ડ તરફથી આપવામાં આવશે, 
  • સ્કૂલના શિક્ષકોને 1500 રૂપિયા અપાશે. 
  • તેના માટે બોર્ડ એક પોર્ટલની વ્યવસ્થા કરશે.
  • આ રીતે મળશે પરીક્ષાના 80 ગુણ

  • 1- પીરિઓડિક ટેસ્ટ/ યૂનિટ ટેસ્ટ ---10 ગુણ

  • 2- અર્ધ વાર્ષિક / મિડ ટર્મ પરીક્ષા----30 ગુણ
  • 3- પ્રી બોર્ડ પરીક્ષા -------------------40 ગુણ
  • કુલ ------------------------------------ 80 ગુણ

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)