Breaking News

જન્માષ્ટમી કવિજ -01 CERTIFICATE QUIZ

 



ઉપર મુજબ નું આપના નામનું પ્રમાણ પત્ર આપ મેળવી શકો 

✔જન્માષ્ટમી  ક્વિજ -01 - 2021

CERTIFICATE QUIZ, 


જન્માષ્ટમી  ક્વિજ 

આ  કવિજમાં  

✔રમનાર તમામને સર્ટિફિકેટ મળશે 
કુલ 15 પ્રશ્નો છે 
✔ ગમે એટલીવાર રમીને ગમે તેટલા સર્ટિફિકેટ  મેળવી શકો 
✔ આવી રોજ કવિજ મેળવા માટે નીચેના ગ્રુપમાં જોડાઈ જવું 
👉મિત્રોને લિંક જરૂર મોકલો 
✔વધુ વિષયની સર્ટિફિકેટ માટે ક્વિજ નીચેની લિન્કથી રમી શકો

🔗CLIK ME  


નીચે આપેલ માહિતી માંથી આપણે ધણા પ્રશ્નોના જવાબ મળી જશે 


શ્રીમદ્ ભગવદ્ ગીતા

એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે 
ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં 
ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, 
અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. 
હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. 
ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.

મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, 
જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. 
પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. 
ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.


ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

ગીતાના અઢારમા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર. 
આમ ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો નીચે મુજબ છે.
અર્જુનવિષાદ યોગ (કર્મયોગમાં)
સાંખ્ય યોગ (કર્મયોગમાં)
કર્મ યોગ (કર્મયોગમાં)
જ્ઞાનકર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)
કર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)
આત્મસંયમ યોગ (કર્મયોગમાં)
જ્ઞાનવિજ્ઞાન યોગ (ભક્તિયોગમાં)
અક્ષરબ્રહ્મ યોગ (ભક્તિયોગમાં)
રાજવિધ્યારાજગુહ્ય યોગ (ભક્તિયોગમાં)
વિભૂતિ યોગ (ભક્તિયોગમાં)
વિશ્વરૂપદર્શન યોગ (ભક્તિયોગમાં)
ભક્તિ યોગ (ભક્તિયોગમાં)
ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ (જ્ઞાનયોગમાં)
ગુણત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
પુરુષોત્તમ યોગ (જ્ઞાનયોગમાં)
દેવાસુરસંપદ્વિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
શ્રદ્ધાત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
મોક્ષસંન્યાસ યોગ (જ્ઞાનયોગમાં)

3 ટિપ્પણીઓ:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો