મંઝિલ પે પહોંચને કી તલબ હોતી હૈ જિનકો
રસ્તો પે ખડે હોકર સોચા નહીં કરતે
કલામ કો સલામ -
આ શબ્દ પુષ્પમા આપ નીચેના મુદાઓ વાંચી શકો
૧-મિસાઈલ મેન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
૨-કલામ સાહેબને મળેલા સન્માન
૩-વિશેષ નામ આપી ઉજવણી કરવામાં આવેશે
૪-એ.પી.જે. અબ્દુલ કલામના શ્રેષ્ઠ સુવિચારો
૫-પુસ્તક માં શું લખ્યું કલામ સાહેબે
૬-કલામ સાહેબનો અફસોસ જાણો છો ?
૭-કલામ સાહેબ દ્વારા લખાયેલ મુખ્ય પુસ્તકો
૮-અબ્દુલ કલામનો સર્વેને સંદેશ:-
૯-કલામ સાહેબ ના પ્રેરણાદાયી પ્રસંગો
☀ડો. એ.પી.જે. અબ્દુલ કલામનો આજે જન્મ
☀આવો જાણીએ એના જીવનની ઝરમર
☀મિસાઈલ મેન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
☀દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન તરીકે જાણીતા
☀ડો. એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર,
☀૧૯૩૧ના રોજ તમિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો.
( જન્મ - 15 ઓક્ટોબર 1931, મૃત્યુ: 27 જુલાઇ 2015, શિલોંગ)
☀ડો. એ.પી.જે. અબ્દુલ કલામનું પૂરૂ નામ
☀‘અબુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ' હતું.
☀અબ્દુલ કલામ તેમના પાંચ ભાઈ બહેનોના પરિવારમાં સૌથી નાના હતા કલામ સાહેબ .
☀ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તેઓએ નાનપણમાં સમાચારપત્ર વહેચવાનું કામ પણ કર્યું હતું.
☀મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાંઅભૂતપૂર્વ યોગદાનને કારણે તેઓ‘મિસાઈલ મેન' તરીકે જાણીતા હતા.
☀ભારતીય સંસ્કૃતિ સાથે તેમનો ઉંડો સંબંધ હતો. તેમનુ પુસ્તક 'અગ્નિ કી ઉડાન' નવયુવાનો માટે પ્રેરણાદાયકતેઓ પોતાના ભાષણોમાં પણ યુવાઓમાં જોશ ભરી દેતા હતા.
☀ETITIVE EX તેમણે ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી સેવાઆપી હતી.
કલામ સાહેબને મળેલા સન્માન
☀તેમનું જ્ઞાન, કુશળતા અને વ્યક્તિત્વને કારણે તેમને ૪૦ ના યુનિવર્સિટીઓમાંથી માનદ ડોક્ટરોની પદવી પણ એનાયત કરવામાં આવી હતી રાષ્ટ્ર નિર્માણ માટેના તેમના પ્રયત્નો બદલ તેમને
🌈ભારત રત્ન(૧૯૯૭),
🌈પદ્મ ભૂષણ(૧૯૮૧) અને
🌈પદ્મ વિભૂષણ(૧૯૯૦)થી પણ નવાજમાં આવ્યા હતા
શું જન્મ દિવસ ને વિશેષ નામ આપી ઉજવણી કરવામાં આવેશે
દર 15 ઓક્ટોબરે તેમની જન્મજયંતી નિમિતે
'વિશ્વ વિધ્યાર્થી દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે
⚡તેમના જેવો બીજો કલામ મળવો મુશ્કેલ
⚡તેઓ પોતાના એક જુદા વ્યક્તિત્વવાળા હતા. ⚡તેમનો બાળકો પ્રત્ય જે પ્રેમ હતો તેને જોઈને આશ્ચર્ય થતુ હતુ.
⚡આટલા મોટા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેઓ
⚡બાળકો સાથે ખૂબ ઉંડો જોડાવ અનુભવતા હતા. તેઓ બાળકો સાથે બાળકોની જેમ વાત કરતા હતા.⚡મહાન સપના જોવા વાળા
⚡એ.પી.જે. અબ્દુલ કલામના શ્રેષ્ઠ સુવિચારો
⚡જો તમે સૂર્યની માફક ચમકવા માંગતા હો, તો તમારે પહેલા સૂર્ય ની માફક બળતા પણ રહેવું પડશે.
⚡જો આપણે સ્વતંત્ર નહીં બનીએ તો કોઈ પણ આપણું સન્માન નહિ કરે.
⚡યુવાઓ ને મારો સંદેશ છે કે તેઓ અલગ રીતે વિચારે, કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે, હમેંશા પોતાનો રસ્તો બનાવો અને જે અસંભવ છે તેને મેળવવાની તૈયારી રાખો.
⚡પોતાના કાર્ય માં સફળ થવા માટે એકાગ્રતા સાથે માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અબ્દુલ કલામ ના સુવિચાર
⚡સપના સાચા થાય એ પહેલા સપના જોવા પડશે.
⚡વિજ્ઞાન માનવતા માટે એક ખૂબસૂરત ભેટ છે, આપણે એનો બગાડ ના કરવો જોઈએ.⚡એ.પી.જે. અબ્દુલ કલામના સુવિચારો દ્વારા દરેક વ્યક્તિને ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક ઉર્જા મળે છે.
⚡સપના એ નથી જે તમે ઉંઘ માં જોવો છો, સપના એ છે જે તમને ઉંઘવા જ ના દે.
⚡મહાન સપના જોવા વાળાના સપના હંમેશા પુરા થાય છે.
⚡રાહ જોવા વાળાને એટલું જ મળે છે જેટલું મહેનત કરવા વાળા છોડી દેતા હોય છે.
⚡કોઈને હરાવવું બહુ જ સરળ છે,પરંતુ કોઈને જીતવું તેટલું જ અઘરૂ છે.
⚡અનેક મુશ્કેલીઓ બાદ પ્રાપ્ત કરેલી સફળતા જ સાચો આનંદ આપતી હોય છે
⚡નિષ્ફળતા મને ક્યારેય પછાડી નથી શકતી કારણ કે મારી સફળતાની પરિભાષા ખૂબ જ મજબૂત છે.
⚡ દરેકના જીવનમાં દુઃખ આવતા હોય છે બસ આ દુ:ખમાં જ બધાના ધૈર્યની પરીક્ષા થાય છે.
⚡શિખર ઉપર પહોંચવા માટે તાકાત જોઈએ ભલે પછી તેમાઉન્ટ એવરેસ્ટનું શિખર હોય અથવા અન્ય કોઈ લક્ષ્યનું શિખર.
⚡આવો આપણે આપણા આજના દિવસનો બલિદાન કરીએ જેથી આપણા બાળકોનું ભવિષ્ય આજ વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ.
⚡જે દિવસ આપની સહી આપના હસ્તાક્ષર બની જાય તોસમજીજવું કે તમે સફળ થઈ ગયા છો
પુસ્તક માં શું લખ્યું કલામ સાહેબે
કલામ સાહેબે લખ્યુ છે, 'જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે. બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને જીંદગીમાં આગળ વધવાનુ હોય છે.'
કલામ સાહેબનો અફસોસ જાણો છો ?
કલામે પોતાના આ પુસ્તકમાં પોતાના જીવનના મહત્વપુર્ણ ક્ષણ, મુખ્ય ઘટનાઓ, શિક્ષાઓ અને પ્રેરિત કરનારા લોકોનો ઉલ્લેખ કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી
મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
કલામ મેરિટોક્રેટિક ભારતના સાચા પ્રતીક, આદર્શ નાગરિક અને સૌથી હકારાત્મક ભારતીય હતા. રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા.
ભગવદ્ ગીતાને પણ અને કલામ
અબ્દુલ કલામ સાચા અર્થમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતાં હતાં.કલામ સાહેબ દ્વારા લખાયેલ મુખ્ય પુસ્તકો:-
🟢ડૉ. અબ્દુલ કલામ “ઇન્ડિયા 2020:
🟢એ વિઝન ફોર ન્યૂ મિલેનિયમ,”
🟢વિંગ્સ ઓફ ફાયર,
🟢“ધ લ્યુમિનિયસ સ્પાર્ક્સ:
🟢એ બાયોગ્રાફી ઇન વર્સેસ એન્ડ કલર્સ”
🟢સહિતના અનેક નિર્દેશાત્મક અને પ્રેરણાત્મક પુસ્તકોના લેખક અને સહ-લેખક હતા.
આ ઉ૫રાંત તેમણે લખેલા અન્ય પુસ્તકો
🟢ઇન્ડીયા: એ વિઝન ઓફ ઇન્ડિયન યુથ (ભારત: ભારતીય યુવાનોનું દ્રષ્ટિકોણ),
🟢યુ આર બર્ન ટુ બલોસમ,
🟢ઇગ્નેસ્ડ માઇન્ડ્સ: અનલિશિંગ ઘ પાવર ઇન ઇન્ડિયા,
🟢ગાઇડિંગ સોલ્સ, ઇન્સ્પાયરિંગ થોર્ટસ(પ્રેરણાત્મક વિચારો),
🟢“ટર્નીંગ પોઇન્ટ્સ: એ જર્ની વિથ ચેલેન્જિસ,”
🟢ટ્રાન્સેડેન્સ માય સ્પિરિચુઅલ એકસપીરિયંસ,
🟢“બિયોન્ડ 2020: એ વિઝન ફોર ટુમોરો ઇન્ડીયા
🟢અને કેટલાક અન્ય પુસ્તકો ૫ણ લખ્યા છે.
અબ્દુલ કલામનો સર્વેને સંદેશ:-
“હે ભારતના નવયુવકો જો સ્વપ્ન નહી હોય, તો ક્રાંન્તિકારી વિચાર નહિ આવે અને વિચાર નહી આવે તો કર્મ સામે નહી આવે. જેથે હે અભિભાવકો(માતા-પિતા)! હે શિક્ષકો! બાળકોને સ્વપ્ન જોવા માટેની અનુમતિ આ૫ો. સ્વપ્નો ૫ર જ સફળતા ટકેલી છે.” કલામ સાહેબ ના પ્રેરણાદાયી પ્રસંગો
પ્રસંગ-1
એક બોસ કેવા હોય જે કર્મચારીના પરિવારનું ધ્યાન રાખે
- ડૉ. કલામ જ્યારે DRDOના ડાયરેક્ટર હતા ત્યારે એક દિવસ એક જુનિયર વૈજ્ઞાનિકે ડૉ કલામ પાસે આવીને કહ્યુ કે મેં મારા બાળકોને વચન આપ્યું છે કે તેઓ તેમને પ્રદર્શન જોવા માટે લઇ જશે એટલા માટે તેમને વહેલા રજા આપવામાં આવે. કલામ સરે ખુશીથી મંજૂરી આપી દીધી. પરંતુ તે જુનિયર વૈજ્ઞાનિક કામમાં એટલા ખોવાઇ ગયા હતા કે તે ઘરે વહેલા જવાની વાત જ ભૂલી ગયા. જ્યારે રાત્રે તેઓ ઘરે પહોંચ્યા તો જાણીને દંગ રહી ગયા કે ડૉ. કલામ સમય પર તેમના ઘરે પહોંચી ગયા અને બાળકોને પ્રદર્શન જોવા માટે પણ લઇ ગયા.
પ્રસંગ-2
સામાન્ય માનવી બની જવું
- વર્ષ 2013માં IIT વારાણસીમાં દીક્ષાંત સમારોહમાં તેઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા જ્યાં તેમના માટે સ્પેશિયલ ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્યાંની સામાન્ય ખુરશીઓ કરતા ઘણી મોટી હતી. પરંતુ ડો. કલામે તે ખુરશીમાં બેસવાથી ઇન્કાર કરી દીધો અને ત્યારે જ બેઠા જ્યારે આયોજકોએ બાકી ખુરશીઓની જેમ સામાન્ય ખુરશી મંગાવી.
પ્રસંગ-૩
પ્રકૃતિ પ્રેમ માટે નિર્ણય
- વર્ષ 1982માં તેઓ DRDOના ડાયરેક્ટર બનીને આવ્યા ત્યારે DRDOની સુરક્ષા વધારવાની વાત ચાલી રહી હતી. તેની ચાર દિવાલ પર કાચના ટુકડા લગાવવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો, પરંતુ કલામે આ પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી. તેમનું કહેવું હતું કે ચાર દિવાલ પર કાચના ટુકડા લગાવવાથી પક્ષીઓ બેસી શકશે નહીં અને તેમને ઇજા થવાની શક્યતાઓ પણ વધી જશે. તેમના આ સંવેદનશીલ વિચારોના કારણે DRDOની દિવાલ પર કાચાના ટુકડા લગાવવામાં આવ્યા નહીં.
પ્રસંગ-4
વ્યવસ્થા ખોરવાય તો શું કરી શકે
- વર્ષ 2002માં ડૉ. કલામનું રાષ્ટ્રપતિ બનવું નક્કી થઇ ચુક્યુ હતું. આ દરમિયાન એક શાળાએ તેમને વિદ્યાર્થીઓનું સંબોધન કરવા માટે આમંત્ત્રિત કર્યા. કોઇ પણ સુરક્ષા લીધા વગર ડૉ. કલામ તે કાર્યક્રમમાં સામેલ થયા. 400 વિદ્યાર્થીઓની સામે ભાષણ આપવા જઇ રહ્યા હતા કે વિજળી ગુલ થઇ ગઇ, આયોજક જ્યાં સુધી કોઇ અન્ય વ્યવસ્થા ઉભી કરે ત્યાં તો ડો. કલામ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી ગયા અને માઇક વગર જ પોતાની વાતો શેર કરવા લાગ્યા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા.
પ્રસંગ-5
સામાન્ય માણસની પણ જાતે પત્ર દ્વારા કદર
- ડૉ. કલામ બીજાની મહેનર અને કુશળતાની ખૂબ જ પ્રશંસા કરતા અને પોતાના હાથથી બનાવેલ થેન્ક્યૂ કાર્ડ મોકલતા. ડૉ. કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે નમન નારાયણ નામના એક કલાકારે તેમનું સ્કેચ બનાવ્યું હતું અને તેમને મોકલ્યું. ત્યારે ડો. કલામે જાતે બનાવેલું થેન્ક્યુ કાર્ડ અને મેસેજ મોકલ્યો. સ્કેચ કરનાર પણ આશ્ચર્યમાં પડી ગયા કે દેશના રાષ્ટ્રપતિ આ મૈત્રીપૂર્ણ અંદાજમાં તેમની પ્રશંસા કરશે..
પ્રસંગ-6
કોઈને આશાનું કિરણ-વચન
- ડૉ. કલામની એક ખાસિયત એ પણ હતી કે તેઓ પોતાના ફેન્સને નારાજ નથી કરતા. ડૉ. કલામ જ્યારે IIM અમદાવાદના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનીને આવ્યા ત્યારે કાર્યક્રમ પહેલા વિદ્યાર્થીઓએ ડૉ. કલામ સાથે લંચ કર્યો અને વિદ્યાર્થીઓની વિનંતી પર તેમની સાથે તસ્વીર લેવા લાગ્યા. કાર્યક્રમની સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આયોજકોએ વિદ્યાર્થીઓને તતસ્વીર લેવાનો ઇન્કાર કર્યો ત્યારબાદ ડૉ. કલામે વિદ્યાર્થીઓને વચન આપ્યું કે કાર્યક્રમ ખતમ થાય ત્યારે હું ત્યાં સુધી જઇશ નહીં જ્યાં સુધી હું તમારા બધાની સાથે મારી તસ્વીર ન આવી જાય.
પ્રસંગ-7
પોતાના પરિવાર ની વાત પ્રેરણા થી ભરપૂર
- પોતાની મુલાકાત દરમિયાન ડૉ. અબ્દુલ કલામ મોટાભાગે પોતાના બાળપણનો એક કિસ્સો જણાવતા. ડો. કલામે કહેતા જ્યારે તેઓ આઠ-નવ વર્ષના હતા ત્યારે એક સાંજે તેમના પિતા કામ કરીને ઘરે આવ્યા બાદ ભોજન કરી રહ્યા હતા.. થાળીમાં એક બળી ગયેલી રોટલી હતી. રાત્રે કલામે પોતાની માતાને બળેલી રોટલી માટે પિતા પાસે માંફી માંગતા સાંભળ્યું. ત્યારે પિતાએ ખૂબ જ પ્રેમપૂર્વક જવાબ આપ્યો હતો કે મને બળી ગયેલી રોટલી પણ પસંદ છે. કલામે આ વિશે પિતાને પૂછ્યું તો તેમણે કહ્યુ કે - બળેલી રોટલીઓ ક્યારેય કોઇને નુકશાન નથી પહોંચાડતી પરંતુ કડવા શબ્દ ચોક્ક્સ નુકશાન પહોંચાડે છે.. એટલા માટે સંબંધમાં એકબીજાની ભૂલને પ્રેમથી સ્વીકારો... અને જે તમને નાપસંદ કરે છે તેમના માટે સંવેદના રાખો. આવી તો ઘણી વાતો કહી શકીએ
મને આશા છે કે આજે રજૂ થયેલ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામના જીવનચરિત્ર વિશેનો શબ્દ પુષ્પ જરૂર પસંદ આવ્યું હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને રસ સાભાર અને જાણવા લાયક અને જીવંચરિત્રો તેમજ ટેકનોલોજી જેવા લેખ નું સંકલન કરી ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું
THANKS TO COMMENT