Breaking News

જો તમારી પાસે કોઈ ઉમદા હેતુ છે તો તમારું જીવન ધન્ય બની જાય છે


જો તમારી પાસે કોઈ ઉમદા હેતુ છે 


તો તમારું જીવન ધન્ય બની જાય છે

કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, 
એમાં જરૂર પડે છે સંકલ્પ અથવા ઉમદા હેતુની. 
ઉમદા હેતુની તાકાત 
તમે કલ્પના કરો એનાથીય વિશેષ છે. 
ઉમદા હેતુ ન માત્ર તમારા પોતાના જીવનમાં, 
પરંતુ આસપાસના જગતમાં પણ 
પોઝિટિવ પરિવર્તન લાવે છે. 
આત્મવિશ્વાસનો સીધો સંબંધ 
ઉમદા હેતુની ભાવના સાથે છે. 
ભલે ને ગમે એવા સંજોગો હોય, 
પણ તમે એક ખાસ વ્યક્તિ છો 
અને તમારું સર્જન કોઈ ખાસ 
હેતુની પરિપૂર્ણતા માટે કરવામાં આવ્યું છે 
એમ માનવું અને અનુસરવું 
એના જેવી સુખી થવા માટેની 
બીજી એકેય બાબત નથી. 
આ રહસ્યને સમજવા ચાલો, 
જોઈએ એક રિઅલ લાઇફ સ્ટોરી.

મશહૂર કેનેડિયન ટેરી ફોસે કેનેડાભરમાં કેન્સરના ઇલાજના સંશોધન માટે ભંડોળ ઊભું કરવા દોટ લગાવી હતી.

ટેરી ફોક્સ પણ કેન્સરનો ભોગ બન્યો હતો. આવી ઘાતક બીમારીના નિદાનના આઘાતમાંથી એ બહાર આવ્યો ત્યારે એને કેન્સરથી પીડાતા બીજા દરદીઓ, ખાસ કરીને બાળદરદીઓની પીડાનો અહેસાસ થયો. એક દિવસ કેન્સરપીડિત એવા એના એક પગને કાપી નાખવામાં આવ્યા પછી હોસ્પિટલમાંથી એને રજા આપવામાં આવી. એ વખતે એના શિક્ષકે એને એક સામયિક આપ્યું હતું, એમાં ન્યુયોર્ક મેરેથોન પૂરી કરનાર એક પગે અપંગ દોડવીર ડીક ટોમની કથા પ્રગટ થઈ હતી. જમણો પગ કાપી નાખવામાં આવ્યો હોવા છતાં કેન્સર-નિદાનના સંશોધન માટે ભંડોળ ઊભું કરવા ટેરીએ કેનેડાભરમાં દોડ લગાવવાનો સંકલ્પ કર્યો.

આ માટે જ્યારે એણે તાલીમ લેવાનો આરંભ કર્યો ત્યારે દિવસના એક કિલોમીટર જેટલું પણ એ દોડી શકતો નહોતો, પરંતુ સખત તાલીમ અને ખંતથી એ પ્રતિદિન વીસ માઈલ દોડતો થયો. એપ્રિલ ૧૯૮૦ના એણે મેરેથોન ઓફ હોપ (આશાની દોડ) શરૂ કરી. ૧૪૩ દિવસ સુધી રોજ ૨૩ માઈલ દોડતો રહ્યો. અને એ મૃત્યુને ભેટ્યો એ પહેલાં એક મિલિયન ડોલરના ધ્યેય સામે એણે ૨૪ મિલિયન ડોલરનું ભંડોળ ઊભું કરી દીધું હતું.
જે પણ સંજોગો હોય પણ જો તમારી પાસે કોઈ ઉમદા હેતુ છે તો તમારું જીવન ધન્ય બની જાય છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો