Breaking News

STD-10 SCIENCE AND TECHNOLOGY LIVE QUIZ CH 1

  STD-10 SCIENCE AND TECHNOLOGY LIVE QUIZ CH 1

CH-1 QUIZ

STD-10 SCIENCE AND TECHNOLOGY LIVE QUIZ CH 1

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

ક્વિજ-એસાઇમેન્ટ હોમ વર્ક

💢સૂચના ધ્યાનથી વાંચો 

✨આ ક્વીઝમાં 50 પ્રશ્નો આપેલ છે
♦️ કવિઝ ગમે એટલી વાર રમી શકો 
💢 લાઇવ કવિઝ આયોજન 
♦️ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે 
♦️ આ ક્વિઝ માંથી લાઇવ કવિઝ રવિવારે રમાંડવામાં આવશે 
♦️ જેમાંથી 20 પ્રશ્નો પૂછવામાં આવશે 
♦️ પ્રથમ પાંચ વિધ્યાર્થી ના ફોટો ગ્રાફ વેબસાઇટ પર મૂકવામાં આવશે 
♦️ જ યૂટ્યૂબ પર પણ લાઈવ રાખવામાં આવશે 
♦️ લાઇવ ક્વિઝ રવિવારે સાંજે 8 થી 9 રાખવામાં આવશે 
♦️ આ લાઈવ ક્વિઝની લિન્ક અહીજ આપવામાં આવશે 
♦️ ઉપરાંત whatsapp ગ્રુપ માં લિન્ક શેર કરવામાં આવશે 
♦️ આ માટે નીચેની લિન્ક થી ગ્રુપ માં જોડાઈ જવું 
STD-10 SCIENCE AND TECHNOLOGY LIVE QUIZ CH 1


STD-10 SCIENCE AND TECHNOLOGY LIVE QUIZ CH 1

નીચે આપ લાઈવ ક્વિજ રમી શકો
જેમાં આપેલ 50 પ્રશ્નો માંથી 20 પ્રશ્નો પૂછવામાં આવશે 
રાહ કોની જોઈ રહ્યા છો 
કરો તૈયારી રમીને 
આપ કવિઝ નો લાઈવ વિડિયો પણ નીચે જોઈ શકો 
પ્રેક્ટિસ માટે નીચે બે ક્વિઝ આપેલ છે 
તારીખ 9-7-23
રમાયેલ ક્વિઝ ફરીથી રમવા માટે ગૃહ કાર્યમાં રમી શકો 
પરીણામ નીચે આપેલ છે 
STD-10 SCIENCE AND TECHNOLOGY LIVE QUIZ CH 1


હોમ વર્ક
અહી જોઈ શકો લાઈવ વિડિયો સાંજે રવિવારે રાત્રે 8 કલાકે 
આ રમાયેલ ક્વિઝ ફરીથી રમી શકો હોમ વર્કમાં 

ડેમો 20 પ્રશ્નો ની ક્વિઝ રમો 

50 પ્રશ્નોની કવિઝ રમો 


જો આપનો નંબર હશે તો ફોટો નીચે આપેલ લિન્ક માં મુકાશે

જોઈ શકો આગળ રમાયેલ ક્વિઝના વિજેતાઓના ફોટો 

કેવી રીતે મુકાશે આપનો ફોટો 

LIVE QUIZ RESULT CLICK HERE  


અહી નીચે આપેલ શૈક્ષણિક માહિતી 
ધોરણ 10ના વિધ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી છે
1️⃣તમામ રંગીન બુક Free ડાઉનલોડ કરો.
2️⃣તમામ IMP ક્વિઝ 
3️⃣ વિજ્ઞાનના સમગ્ર પ્રકરણની 25 ગુણની યુનિટ ટેસ્ટ 
4️⃣ધોરણ 10 તમામ વિષયના હેતુલક્ષી IMP પ્રશ્નોનો ખજાનો
5️⃣STD-10 ALL SUBJECT IMP MODEL PAPER
6️⃣ સામાજિક વિજ્ઞાનના સમગ્ર પ્રકરણની હેતુલક્ષી MCQ-બૂક 
7️⃣ વિજ્ઞાનના સમગ્ર પ્રકરણની હેતુલક્ષી MCQ-બૂક 
અહી જોઈ શકો લાઈવ ક્વિઝ સાંજે રવિવારે રાત્રે 8 કલાકે રમી શકો 
ડેમો વિડિયો 20 પ્રશ્નો 
 કેવી રીતે રામશો જોઈ શકો ગયા વર્ષની ક્વિઝ લાઈવ વિડિયો
 

Q-1 સમતોલીત રાસાયણિક સમીકરણ શું છે?
રાસાયણિક સમીકરણો ને શા માટે સમતોલીત કરવા જોઈએ? (ગુણ-3)

જે રાસાયણિક સમીકરણ માં તીર ની નિશાનીની બંને તરફ પ્રક્રિયકો અને નીપજો ના દરેક તત્વ ના પરમાણુની સંખ્યા સમાન થાય તો તેને સમતોલીત રાસાયણિક સમીકરણ કહેવાય.
દળ સંચયનો નિયમ:કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ (દ્રવ્ય) નું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી.
જેથી રાસાયણિક સમીકરણ માં રહેલા પ્રક્રીયકો અને નીપજ નું દળ સમાન રહે છે.
કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી હોય છે.
આથી રાસાયણિક સમીકરણોને સમતોલીત કરવા જોઈએ.
ખાસ: રાસાયણિક સમીકરણોને સમતોલીત કરવાની પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે.


રાસાયણિક પ્રક્રિયાઓ ના પ્રકાર: 

💠(૧) સંયોગીકરણ પ્રક્રિયા 

💠(૨) વિઘટન પ્રક્રિયા 

💠(૩) વિસ્થાપન પ્રક્રિયા 

💠(૪) દ્વિ વિસ્થાપન પ્રક્રિયા 

💠(૫) ઓક્સિડેશન અને રિડકશન.

= ♦️= (૧) સંયોગીકરણ પ્રક્રિયા 

➡️રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે બંધો તુટી ને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે અને નીપજોનું નિર્માણ થાય છે.
➡️એક બીકર માં કેલ્શિયમ ઓક્સાઈડ(CaO) અથવા કળી ચૂનાનો થોડો જથ્થો લો. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો.
➡️કેલ્શિયમ ઓક્સાઈડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો (કેલ્શિયમ hydroxide) બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે.
➡️જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઇ એક જ નીપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.
➡️દા.ત. CaO(s)+H2O (l)⟶Ca(OH)2(aq)+ઉષ્મા
➡️ઉપરની પ્રક્રિયામાં બે પ્રક્રિયકો CaO અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઇ એક જ નીપજ Ca(OH)2 બને છે.માટે આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે.

સંયોગીકરણ પ્રક્રિયાના અન્ય ઉદાહરણો:

➡️૧.કોલસા નું સળગવું C(s)+O2(g)⟶CO2
➡️૨. હાઈડ્રોજન અને ઓક્સિજન માંથી પાણીનું નિર્માણ
➡️2H2(g)+O2(g)⟶2H2O

= ♦️= (2) વિઘટન પ્રક્રિયા: 

➡️ફેરસ સલ્ફેટ ને ગરમ કરી વિઘટન પ્રક્રિયા સમજવી
➡️એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2g ફેરસ સલ્ફેટ લો.
➡️આ નળીને સ્પિરિટ લેમ્પ ની જ્યોત પર ગરમ કરો.
2FeSO4(s)⟶Fe2O3(s)+SO2(g)+SO3(g)
➡️આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજઆપે છે આથી આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે.
➡️ફેરસ સલ્ફેટ ના સ્ફટિક ને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિક નો રંગ બદલાય છે.
➡️ઉપરાંત તે ફેરિક ઓક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઈડમાં વિઘટિત થાય છે.
➡️અવલોકન: 
➡️ગરમ કરતી વખતે ફેરસ સલ્ફેટ નો રંગ લીલાશ પડતો અથવા આછો લીલો હોય છે. 
➡️પરંતુ ગરમ થયા બાદ લીલાશ પડતા રંગ માંથી લાલાશ પડતો કથ્થાઈ રંગ બને છે.
➡️કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ માં થતું વિઘટન એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે.
➡️કેલ્શિયમ ઓક્સાઈડ ને ચૂનો અથવા કળીચૂનો કહે છે 
➡️તેનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે.
➡️CaCO3(s)⟶CaO(s)+CO2(g)(ઉષ્મા દ્વારા વિઘટન)
➡️આ વિઘટન પ્રક્રિયાનું એવું ઉદાહરણ છે 
➡️કે જેમાં ઘન અને વાયુ એમ બે નિપજો પ્રાપ્ત થાય છે.

➡️લેડ નાઇટ્રેટ વિઘટનની પ્રક્રિયા:
➡️એક કસનળીમાં આશરે 2g લેડ નાઈટ્રેટનો પાવડર લો.
➡️કસનળીને હોલ્ડર વડે પકડીને જ્યોત પર ગરમ કરો.
➡️અવલોકન: 
લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગ નો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો નાઈટ્રોજન ડાયોક્સાઇડ(NO2) નો છે.
➡️પ્રક્રિયા: 2Pb(NO3)2⟶ 2PbO(s)+4NO2(g)+O2(g)

= ♦️= (3) વિસ્થાપન પ્રક્રિયા:

➡️જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન(દ્રાવણ)માંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
લોખંડની ખીલી અને કોપર સલ્ફેટ નાં દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા
➡️આયર્નની ત્રણ ખીલીઓ લઈ તેને કાચપેપર વડે ઘસીને સાફ કરો.
➡️બે કસ નળી ને Aઅને B નામ આપો દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો.
➡️લોખંડ ની બે ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટનાં દ્રાવણ થી ભરેલી કસનળી(B) 20 મિનિટ માટે ડુબાડો. સરખામણી કરવા માટે એક ખીલીને અલગ રાખો.
➡️૨૦ મિનિટ બાદ બંને ખીલીઓને copper sulphate ના દ્રાવણ માંથી બહાર કાઢો.
➡️બંને ખીલીના રંગ ની તુલના બહાર રાખેલી ખીલી સાથે કરો.
અવલોકન: આયર્નની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં મૂકતાં ખીલી કથ્થાઈ રંગની બને છે. આ દરમ્યાન કોપર સલ્ફેટનાં દ્રાવણ નો ભૂરો રંગ આછો લીલો બનશે.
➡️કારણ: 
અહીં આયર્નની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ડૂબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે જે લીલા રંગનો હોવાથી દ્રાવણ નો રંગ બદલાય છે.
➡️પ્રક્રિયા: Fe(s)+CuSO4(aq)⟶FeSO4(aq)+Cu(s)
➡️આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટ ના દ્રાવણમાંથી કોપર ને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

= ♦️= (4) દ્વિ વિસ્થાપન પ્રક્રિયા:

➡️જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનો ની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને
➡️દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
➡️બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની દ્વિ વિસ્થાપન પ્રક્રિયા:
➡️એક કસનળીમાં આશરે ત્રણ ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો.
➡️બીજી કસનળીમાં આશરે ત્રણ ml બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ લો.
➡️બંને દ્રાવણ ને મિશ્ર કરો.
➡️અવલોકન: સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ ને ભેગા કરતા બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ મળે છે જે સફેદ રંગના છે.
➡️પ્રક્રિયા: Bacl2(aq)+Na2SO4 (aq)⟶BaSO4+2NaCl(aq)
➡️અહી Ba2+ અને SO4- આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે અને બીજી નીપજ સોડિયમ ક્લોરાઇડ મળે છે. જે દ્રાવણમાં જ દ્રાવ્ય રહે છે.


= ♦️=અવક્ષેપન પ્રક્રિયા:
➡️એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે.
➡️ઉદા. AgNO3 (aq) +NaCl(aq)⟶Agcl(s). +NaNO3(aq)
➡️સફેદ↑ અવક્ષેપ
➡️અહીં સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઇ
➡️સિલ્વર ક્લોરાઇડ ના સફેદ અવક્ષેપ મળે છે.
➡️આ રીતે અવક્ષેપન પ્રક્રિયાઓ દ્વારા અદ્રાવ્ય ક્ષારો બને છે.
➡️કોપર નું કોપર ઓકસાઈડ માં ઓક્સિડેશન:
➡️આશરે એક ગ્રામ કોપર નો ભૂકો ચાઇના ડિશમાં લઈ તેને ગરમ કરો.
➡️અવલોકન: કોપરના ભુકા ની સપાટી પર કાળા રંગના કોપર ઓકસાઈડ નું પડ જામી જાય છે.કોપરમાં ઓક્સિજન ઉમેરાઈ ને કોપર ઓકસાઈડ બનવાથી આવું થાય છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે.
➡️પ્રક્રિયા: 2Cu+O2⟶2CuO આ પ્રક્રિયામાં Cuનું ઓક્સિડેશન થાય છે.
➡️હવે આ ગરમ કરેલા પદાર્થ CuO પરથી હાઈડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી (ઉંધી) પ્રક્રિયા થવાના કારણે સપાટી પર નું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગ(કોપર) માં ફેરવાય છે અને ફરીથી કોપર મળે છે.
➡️બીજું ઉદાહરણ: C+O2⟶CO2 માં C નું ઓક્સિડેશન થાય છે
➡️પ્રક્રિયા: CuO+H2⟶Cu+H2O આ પ્રક્રિયામાં હાઇડ્રોજન રિડક્શન કર્તા છે.

Q-2 વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત: (ગુણ-3)

➡️વિસ્થાપન પ્રક્રિયા માં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણ માંથી મુક્ત કરે છે.
➡️જ્યારે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા માં બે પ્રક્રિયકો વચ્ચે આયનો ની અદલા બદલી અથવા આપલે થતી હોય છે.(સમીકરણો ઉપર આપેલ છે)
➡️દ્વિ વિસ્થાપન પ્રક્રિયા નું અન્ય ઉદાહરણ:
Na2CO3(aq)+CaCl2(aq)⟶CaCO3(aq)+2NaCl(aq)
➡️આ પ્રક્રિયામાં સોડિયમ કાર્બોનેટ ની કેલ્શિયમ ક્લોરાઇડ સાથે ની પ્રક્રિયા થઈ કાર્બોનેટ અને ક્લોરાઈડ આયનનું આદાન-પ્રદાન થવાથી કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે.

= ♦️= (5) ઓક્સિડેશન:

➡️જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઈડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે.

= ♦️= (5) રિડક્શન:

➡️જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઈડ્રોજન મેળવે તો તેને રીડક્શન કહે છે.
➡️આમ સરળ ભાષામાં,ઓક્સિડેશન એટલે ઓક્સીજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો અથવા હાઇડ્રોજન મેળવવો.

નીચેની પ્રક્રિયાઓ દ્વારા ઓક્સિડેશન અને રિડક્શન ની ઓળખ:
(1) 4Na(s)+O2(g)⟶2Na2O
➡️આ પ્રક્રિયામાં સોડિયમ ધાતુ નું ઓક્સિડેશન થાય છે.
➡️જ્યારે O2 નું રિડક્શન થાય છે.
➡️ઓક્સિડેશન પામતો પદાર્થ: Na2O
➡️રિડક્શન પામતો પદાર્થ:O2

(2) CuO(s)+ H2(g)⟶Cu(s)+H2O (l)
➡️આપેલ પ્રક્રિયામાં CuO નું રિડક્શન થાય છે, જ્યારે
➡️H2 નું ઓક્સિડેશન થાય છે.
➡️ઓક્સિડેશન પામતો પદાર્થ:H2O
➡️રિડક્શન પામતો પદાર્થ: Cu
➡️રિડકશન પ્રક્રિયા નું બીજું ઉદાહરણ:CO2+H2⟶CO+H2O
➡️આ પ્રક્રિયામાં CO2 નું રિડક્શન થાય છે.

Q-3 ક્ષારણ અને ખોરા પણું ઉદા. સહિત સમજાવો. (ગુણ-3)

ક્ષારણ:
➡️જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે.
➡️લોખંડ ની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે.આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે.
➡️ચાંદી પર લગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર ક્ષારણ ના ઉદાહરણો છે.
➡️ક્ષારણ ને કારણે લોખંડની વસ્તુઓ જેવી કે મોટર કાર ના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ વગેરેને નુકસાન થાય છે.
➡️લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાન પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ આવે છે.
➡️આ પ્રકારના ધાતુ ક્ષારણ ને લીધે મોટે ભાગે લોખંડની વસ્તુ પર કાટ લાગતો હોય છે. આથી આવા કાટથી બચવા માટે સામાન્ય રીતે લોખંડ ની સપાટી પર રંગ લગાવવામાં આવે છે. જેનાથી લોખંડ અને હવા નો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને તેમને કાટ લાગતો નથી.
💠ખોરા પણું:
➡️જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરુ થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે.
➡️આમ ઓક્સિડેશન ખોરાકને અખાદ્ય બનાવતી પદ્ધતિ છે.
➡️આવા અખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
➡️સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશન નો પ્રતિકાર કરે તેવા પદાર્થો(એન્ટિ-ઓક્સિડન્ટ) ઉમેરવામાં આવે છે.
➡️સામાન્ય રીતે હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે.
➡️ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનુ ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે.

Q-4 ખોરાપણું અટકાવવા માટે ઉમેરવામાં આવતા રસાયણ નું સામાન્ય નામ એન્ટીઓક્સીડંટ છે.

Q-5 નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો.

(a) HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + H2O
(b) NaOH + H2SO4 → Na2SO4 + H2O
(c) NaCl + AgNO3 → AgCl + NaNO3
(d) BaCl2 + H2SO4 → BaSO4 + HCl


ઉત્તર :

(a) 2HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + 2H2O
(b) 2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O
(c) NaCl + AgNO3 → AgCl + NaNO3
(d) BaCl2 + H2SO4 → BaSO4 + 2HCl

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો