Breaking News

ધોરણ 12 અને કોલેજ પછી ના અભ્યાસ માટે સૌ વિધ્યાર્થીઓએ રજીસ્ટેશન કરાવવું ફરજિયાત

ધોરણ 12 અને કોલેજ પછી ના અભ્યાસ માટે સૌ વિધ્યાર્થીઓએ રજીસ્ટેશન કરાવવું ફરજિયાત

 
ધોરણ 12 અને કોલેજ પછી ના અભ્યાસ માટે સૌ વિધ્યાર્થીઓએ રજીસ્ટેશન કરાવવું ફરજિયાત

🟢રજીસ્ટેશન માટે અંતિમ તારીખ 15 એપ્રિલ છે
🟢કેવી રીતે કરશો રજીસ્ટેશન ?
🟢શું કરવાની પ્રક્રિયા ?
🟢કઈ  વેબસાઇટ પરથી થશે રજીસ્ટેશન ?
🟢હેલ્પ ક્યાંથી મેળવશો ?
🟢તમામ માહિતી નીચે આપેલ છે 

⚽A-વિદ્યાર્થીની નોંધણી અને પ્રવેશપ્રક્રિયા

વપરાશકર્તા/વિદ્યાર્થીનું નવું ID બનાવવું :
1. GCAS વેબ સાઇટ પર જવું
2. ‘Apply Now’નો વિકલ્પ શોધવો, અથવા આ નીચે આપેલ લિન્ક પર જાવ 
4.ઓનલાઈન રજિસ્ટ્રેશન લિન્ક દ્વારા રજિસ્ટ્રેશન કરવું.

⚽મહત્વપૂર્ણ સૂચનાઓ

  1. અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
  2. અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
  3. અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
  4. સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએતાજેતરની માર્કશીટ
  5. શાળા છોડવાનું પ્રમાણપત્ર
  6. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  7. નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
  8. દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
  9. ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  10. નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  11. Click Here To Download How to Apply/Register
સ્ટેપ-1 
ધોરણ 12 અને કોલેજ પછી ના અભ્યાસ માટે સૌ વિધ્યાર્થીઓએ રજીસ્ટેશન કરાવવું ફરજિયાત

સ્ટેપ-2
ધોરણ 12 અને કોલેજ પછી ના અભ્યાસ માટે સૌ વિધ્યાર્થીઓએ રજીસ્ટેશન કરાવવું ફરજિયાત



⚽જરૂરી વ્યક્તિગત વિગતો સાથે ઓનલાઇન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા :

  1. નામ : HSC માર્કશીટ/૧૨મા ધોરણની માર્કશીટમાં હોય તે પ્રમાણેનું ઉમેદવારે પોતાનું નામ ભરવાનું રહેશે.
  2. જન્મતારીખ : ઉમેદવારે તેમની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ HSEકે 10મા ધોરણની માર્કશીટમાં ઉલ્લેખ કર્યા મુજબ DD/MM/YYYY ફોર્મેટમાં, એટલે કે તારીખ, મહિના અને વર્ષ પ્રમાણે જન્મતારીખ નોંધવાની રહેશે.
  3. મોબાઇલ નંબર : જે તે દેશના કોડ સાથે 10 અંકનો મોબાઇલ નંબર નોંધવો. દા.ત. (91) 9632388997. (સમગ્ર પ્રવેશપ્રક્રિયા દરમિયાન સુલભ હોય, વપરાશમાં હોય તેવો માન્ય મોબાઇલ નંબર ઉમેદવારે નોંધવાનો રહેશે.)
  4. ઈ-મેઈલ આઈડી : ઉમેદવારે માન્ય ઈ-મેઈલ આઈડી આપવાનું રહેશે. દા.ત. abcdef@gmail.com, abcdef@yahoo.com અથવા તો અન્ય.

4. ચકાસણી અને નોધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન

5. રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.

6. ઉમેદવારે આઇડી બનાવવું.

7. ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે.

૮. ઉમેદવારે રજિસ્ટ્રેશન પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે.

નોંધ: રજિસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થીનું પોતાનું ખાસ આઇડી વેબસાઇટ પર બનાવવામાં આવશે. લોગ ઇન કરતી વખતે ઉમેદવારે પોતાની ઓળખ (યુઝરનેમ અને પાસવર્ડ)નો ઉપયોગ કરવાનો રહેશે.

⚽B. પ્રવેશપ્રક્રિયા :

1. ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઇડી અને પાસવર્ડ સાથે પોર્ટલમાં લોગ ઈન કરવાનું જરૂર છે.



2. રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
3. લોગ ઈન કર્યા પછીવિદ્યાર્થી પોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે, એક્સેસ કરી શકશે.
4. ઉમેદવારે રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ/કૉલેજોને પસંદ કરવાની રહેશે. વિદ્યાર્થી ઇચ્છે તેટલા પ્રવાહ, અભ્યાસક્રમ અથવા યુનિવર્સિટીઓ/કૉલેજો પસંદ કરી શકે છે.



5. અભ્યાસક્રમો અને તેને સંબંધિત યુનિવર્સિટીઓ/કૉલેજોની પસંદગી પછીઉમેદવારે અરજી ફોર્મ ભરવાનું રહેશે.



6. અરજી ફોર્મ ભરતી વખતેકેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે :

•નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.

•જન્મતારીખ : જન્મતારીખ 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.

•કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ), એસટી (અનુસૂચિત જનજાતિ), ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ

ધોરણ 12 અને કોલેજ પછી ના અભ્યાસ માટે સૌ વિધ્યાર્થીઓએ રજીસ્ટેશન કરાવવું ફરજિયાત



7. ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)

8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).

9. ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.



10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન



11. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.

12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.

13. મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.

14. યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે.

પાસવર્ડ રીસેટ કરવો – બદલવો :વિદ્યાર્થી નીચે જણાવ્યા મુજબનાં સ્ટેપ્સ પછી કોઈ પણ સમયે તેમના પાસવર્ડને રીસેટ કરી શકે છે :

1. લોગ ઈન પેજ પર ઉપલબ્ધ Forgot Password ટેબ પર ક્લિક કરો.



2. વપરાશકર્તા વિદ્યાર્થીનું ઈ-મેઈલ આઈડી, એપ્લિકેશન નંબર અને જન્મતારીખની વિગત આપીને Submit બટન પર ક્લિક કરો.

3. રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઇડી અથવા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.

4. પાસવર્ડ રીસેટ કરો

અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો :

1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.

2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.

3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.

4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.

5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.

6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ શિક્ષણના માળખામાં ટેક્નોલોજીના સાથેના સમન્વયનું સમર્થન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ડિજિટલ ઇન્ડિયાની પહેલ સાથે સાંકળીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણક્ષેત્રે ઇન્ફર્મેશન ટેકનોલોજીના સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નિયંત્રણ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની નોંધણીપ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે સેવા આપે છે, જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે.

જી.સી.એ.એસ. (GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ સર્વગ્રાહી પોર્ટલ પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને નોંધણી સંબંધિત સાતત્યપૂર્ણ અનુભવની સહાય મળે તે માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકત્રિત કરવામાં આવી છે.

મુખ્ય બાબતો :દ્વિભાષી ઇન્ટરફેસ : જી.સી.એ.એસ. (GCAS) પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને વધુ સારી રીતે સર્વ સુધી પહોંચી શકાય.
સરલીકૃત નોંધણી : એકીકૃત અને વપરાશકર્તા માટે સહજ-સરળ એવા ઇન્ટરફેસ મારફતે અનેકવિધ સરકારી યુનિવર્સિટીઓમાં નોંધણી માટેની સુવ્યવસ્થિત નોંધણીપ્રક્રિયા.
યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસઃ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલું જી.સી.એ.એસ. પોર્ટલ સીધા ઇન્ટરફેસ સાથે નોંધણીનો સાતત્યપૂર્ણ અનુભવ પૂરો પાડે છે, જે અરજદારોને નોંધણીની પ્રક્રિયા કે સ્થિતિ વિશે માહિતગાર રાખે છે.
દસ્તાવેજ વિશેની સરળ વ્યવસ્થા : અરજદારો માટે સરળ અને મુશ્કેલી વિનાની નોંધણી કરી શકાય તે માટે જી.સી.એ.એસ. દ્વારા દસ્તાવેજોનું સરળ વ્યવસ્થાપન અને અપલોડ કરવાની સરળતા.
ત્વરિત અને સમયસર નોટિફિકેશન્સ : નોંધણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને સંબંધિત અન્ય જાહેરાત બાબતે નિયમિત જાણકારી આપીને સારી રીતે માહિતગાર રાખવા.
સહજસુલભ સહાયક કેન્દ્રો : ગુજરાત રાજ્યની દરેક પબ્લિક યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી 480થી વધુ કૉલેજો ખાતે સહાયકેન્દ્રોની રચના, જે અત્યંત અંતરિયાળ વિસ્તારો સહિતના તમામ વિદ્યાર્થીઓને મુશ્કેલી વિના ને સરળતાથી અરજીપ્રક્રિયા સંદર્ભે મદદરૂપ થશે.

મુખ્ય લાભ :

વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં સરળતા રહેશે, તેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ સંલગ્ન કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી મેળવવી સરળ બનશે.
જી.સી.એ.એસ.ને કારણે વિદ્યાર્થી એક જ વખત ફી ચૂકવીને કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજ ખાતેના અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે.
રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાગતા સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.
ગુજરાત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે માટે સમાન કે એકીકૃત સમયમર્યાદા.
ઉમેદવારોએ દરેક યુનિવર્સિટી કે કૉલેજ માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સર્વસામાન્ય પ્રવેશપ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.

પ્રશ્નાવલી
પ્રશ્ન-૧ : શું હું એક જ અરજીપત્રકમાં એકથી વધુ યુનિવર્સિટી માટે અરજી કરી શકું ?

હા, વિદ્યાર્થીઓ એક જ અરજી ફોર્મમાં એક જ વખતની ફીના વિકલ્પ સાથે ઇચ્છે તેટલી યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો, અભ્યાસક્રમોની પસંદગી કરી શકે છે.

પ્રશ્ન-૨ : મારી અરજી સ્વીકારવામાં આવી છે કે નહીં તેની મને કેવી રીતે ખબર પડે?

એક વખત વિદ્યાર્થી એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી લે પછી, તે જ એપ્લિકેશન ફોર્મ તમામ શોર્ટલિસ્ટ થયેલ યુનિવર્સિટીઓ/કૉલેજોને મોકલવામાં આવશે. ભરેલ એપ્લિકેશન ફોર્મ આપમેળે વિદ્યાર્થીના સંબંધિત ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવશે.

પ્રશ્ન-3: ખાસ યુનિવર્સિટી/કૉલેજમાં પસંદગી પામ્યા પછી શું મારે કોઈ ઑફલાઈન એવા વધુ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર છે?

નિયમાનુસાર ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ મૂળ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ વેબસાઇટ પર અપલોડ કરવાની રહે છે. કોઈ પણ યુનિવર્સિટી/કૉલેજમાંથી પ્રવેશની ઓફર મળ્યા બાદ, વિદ્યાર્થીએ ચકાસણી માટે યુનિવર્સિટીમાં અસલ – ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

પ્રશ્ન-4 :પોર્ટલ પર કોઈ પણ વિદ્યાર્થીએ કેટલા સમય સુધીમાં એપ્લિકેશન ફોર્મ ભરવું જોઈએ?

12મા ધોરણના બોર્ડના પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે અને વિદ્યાર્થીએ 15 દિવસની સમયમર્યાદામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

પ્રશ્ન-5 :જો વિદ્યાર્થીનું એપ્લિકેશન ફોર્મ લાગુ પડતી તમામ યુનિવર્સિટી/કૉલેજોમાંથી નામંજૂર કે રદ કરવામાં આવે તો શું કરવાનું?

શોર્ટલીસ્ટ થયેલી યુનિવર્સિટીઓ/કૉલેજોમાંથી એપ્લિકેશન નામંજૂર/રદ કરવાના કિસ્સામાં વિદ્યાર્થીને અન્ય યુનિવર્સિટીઓ/કૉલેજો પસંદ કરવા માટે અન્ય બે રાઉન્ડ મળશે. અગાઉ જે યુનિવર્સિટીઓ/કૉલેજોની પસંદગી કરવામાં આવી ન હોય તેવી જ યુનિવર્સિટીઓ/કૉલેજોની પસંદગી કરવાની ભલામણ કરવામાં આવે છે.

પ્રશ્ન-6 : શું મારે બીજી વખત આ સિસ્ટમમાં લોગ ઇન કરવા માટે મારે ફરીથી રજિસ્ટર કરવાની જરૂર છે ?

એકવાર નોંધણી કરાવ્યા પછી, વિદ્યાર્થીને તેમના સંબંધિત ઇ-મેઇલ આઇડી, એસએમએસ પર નોંધણીના ભાગરૂપે મોકલવામાં આવેલા યુઝર આઇડી અને પાસવર્ડ સાથે જરૂરી હોય તેટલી વખત વેબસાઇટમાં લોગ ઇન કરી શકે છે. ઉમેદવારે માત્ર યુઝર આઈડી અને પાસવર્ડ સુરક્ષિત, યાદ રાખવાની જરૂર છે.

પ્રશ્ન-7 : ઉમેદવારે સી.જી.એ.એસ.માં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે?

હા. ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સેલ્ફ ફાઈનન્સ સંસ્થાઓ માત્ર સી.જી.એ.એસ. પોર્ટલ દ્વારા જ વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરશે કે પ્રવેશ માટે પસંદ કરશે. જે વિદ્યાર્થીઓએ ઉપરોક્ત કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ શિક્ષણના કોઈ પણ પ્રવાહમાં પ્રવેશ માટે અરજી કરી હોય તેઓને સી.જી.એ.એસ. દ્વારા જ પ્રવેશ માટેની પસંદગી મળશે.

પ્રશ્ન-8: સી.જી.એ.એસ.માં રજિસ્ટ્રેશન કરાવતી વખતે કયા કયા દસ્તાવેજો અપલોડ કરવા જરૂરી છે?

અભ્યાસક્રમના જુદા જુદા સ્તરમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજોનો અલગ સેટ છે. ઉદાહરણ તરીકે, સ્નાતકકક્ષાના અભ્યાસક્રમો માટે ઉમેદવારે અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે 12મા ધોરણની માર્કશીટ સબમિટ કરવાની રહેશે. દરેક અભ્યાસક્રમના વર્ણનમાં વિગતવાર માહિતી જોડાયેલી છે.

પ્રશ્ન-9: યુનિવર્સિટી/કૉલેજ તરફથી મેરિટ લિસ્ટ અંગેનો ઇ-મેઇલ મળ્યા બાદ શું પગલાં ભરવાના રહેશે?

એક વખત વિદ્યાર્થીને સંબંધિત યુનિવર્સિટી/કૉલેજ તરફથી મેરિટ લિસ્ટ અંગેનો ઇ-મેઇલ મળી જાય પછી, વિદ્યાર્થીને સંબંધિત યુનિવર્સિટી/કૉલેજનો સંપર્ક કરવા અને તેની મુલાકાત લેવાનું સૂચન કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો