0

પાંચમાં ધોરણના એક વર્ગમાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચાનો વિષય હતો ” મારુ ભાવી સ્વપ્ન ” . શિક્ષકે એક વિદ્યાર્થીનીને પ્રશ્ન પુછ્યો ,” બેટા , તું તારા જીવનમાં શું બનવા માંગે ? પેલી છોકરીએ ફટાક કરતો જવાબ આપ્યો , ” સર , મારે પાઇલોટ બનવું છે. “છોકરીની આ વાત સાંભળીને વર્ગના બધા જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ હસે એ પણ સ્વાભાવિકહતુ કારણ કે પાઇલોટ બનવાના સપના જોતી આ છોકરીને જન્મથી જ બે હાથ નહોતા. લોકો એને ” Arm less girl ” (હાથ વગરની છોકરી) કહેતા હતા. જેને બે હાથ જ ન હોય એ છોકરી વિમાન કેવી રીતે ઉડાડી શકે ?શિક્ષક એ દિકરી પાસે ગયા. પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યુ , ” બેટા, તું ચોક્ક્સ પાઇલોટ બની શકીશ કારણકેતારુ ધ્યેય નક્કિ છે. તારી પાસે હાથ નથી તો શું થયુ ? પગથી પણ વિમાન ઉડાડી શકાય તું તારા પગને જ તારા હાથ બનાવી દે. સામાન્ય માણસ જે કામ હાથથી કરતો હોય તે બધા જ કામ તું પગથી કરતા શીખી જા. તારે પાઇલોટ બનવું જ હશે તો તને દુનિયાની કોઇ તાકાત પાઇલોટ બનતાનહી અટકાવી શકે.”શિક્ષકની આ પ્રેરણાને કારણે અનેએ છોકરીના સખત પુરુષાર્થને કારણે અમેરિકન સરકારે એને પગથી વિમાન ઉડાડવા માટેનું લાઇસન્સ આપ્યુ છે અને સમગ્ર વિશ્વની એ એકમાત્ર મહિલા છે જે પગથી વિમાન ઉડાડે છે.… દુનિયા આ છોકરીને આજે જેસિકા કોક્સના નામથી ઓળખે છે.

                                     


જેસિકા સાબિત કરે છે, પાંખોથી નહીં, હોંસલાથી ભરાય છે ઉડાણ છેદુર્ભાગ્યવશ તેનો જન્મ શારીરિક અપંગતા સાથે થયો હતો

કોઇકે સાચુ જ કહ્યું છે કે ઉડવા માટે પાંખો નહીં મજબૂત ઈરાદાની જરૂર હોય છે. જેસિકા કોક્સને જોઇએ તો આ વાત આપણને એકદમ સાચી લાગે. જેસિકા માના ગર્ભમાં હતી, ત્યારે એકદમ સ્વસ્થ હતી, પરંતુ દુર્ભાગ્યવશ તેનો જન્મ શારીરિક અપંગતા સાથે થયો. જન્મથી જ તેના હાથ નહોતા, પરંતુ તેની ઈચ્છાશક્તિ ક્યારેય ઓછી થઈ નથી.

મનોવિજ્ઞાન સાથે સ્નાતક થયેલી જેસિકા એ બધા જ કામ કરી શકે છે, જે કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકતી હોય. તે લખી શકે છે, ટાઇપ કરી શકે છે, કાર ચલાવી શકે છે અને ફોન પર વાત પણ કરી શકે છે. એવું કોઈ કામ નથી જેને કરવામાં જેસિકા પાછળ હોય. અમેરિકાના એરિઝોનામાં રહેતી જેસિકા કોક્સ ડાંસર પણ રહી ચૂકી છે. તેની પાસે ‘નો રિસ્ટ્રિક્શન’ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે. તે વિમાન પણ ઉડાડી શકે છે અને 25 શબ્દો પ્રતિ કલાકની ઝડપે ટાઇપિંગ પણ કરી શકે છે.

જે વિમાનને જેસિકા ઉડાવે છે તેનું નામ એરકૂપ છે. તે પોતાના હાથને બદલે પગથી પ્લેન ઉડાડે છે. સામાન્ય રીતે આ પ્લેન ઉડાડવા માટે 6 મહિનાની ટ્રેનિંગ લેવી પડતી હોય છે. જ્યારે જેસિકા 3 મહિનામાં જ પ્લેન ઉડાવતા શીખી ગઈ હતી. તેની પાસે 89 કલાકનો ફ્લાઇંગનો અનુભવ પણ છે

જેસિકા કોક્સ પ્લેન પણ ચલાવે છે. એ વિશ્વની પહેલીને એકમાત્ર બંને હાથ વગરની વ્યક્તિ છે જેને પાઇલોટ તરીકેનું લાઇસન્સ મળ્યું છે. અલબત્ત, છ મહિનાની તાલીમ એની ત્રણ વરસ સુધી ચાલી, પણ એ લાઇસન્સ મેળવીને જ જંપી. સિટી ઓફ મેન્યુઅલ પર એકલીએ પ્લેન ઉડાવી સુપર વુમન બનાવાનું એનું બાળપણનું સ્વપ્ન સિદ્ધ કર્યું. 

ટૂંકમાં સામાન્ય વ્યક્તિ જે એના બંને હાથથી કરી શકે છે એ બધી વસ્તુઓ જેસિકા કોક્સ એના બે પગથી કરે છે. ઇશ્વરને પણ એણે પડકાર કર્યો છે કે તું મને બે હાથ નહીં આપીને સામાન્ય જીવન જીવતાં રોકી નહીં શકે. 

જેસિકા પાસે સ્કૂબા ડાઇવિંગનું લાઇસન્સ પણ છે. પેટ્રોલ પમ્પ પર પોતાની ગાડીમાં પેટ્રોલ પણ પોતે ભરી શકે છે. (અમેરિકામાં પેટ્રોલ પમ્પ પર આપણે જાતે પેટ્રોલ ભરવું પડતું હોય છે.)

જેસિકા હવે મોટિવેશનલ સ્પીકર તરીકે કાર્ય કરે છે. એ કહે છે કે કશુંય અશક્ય નથી. જરૂર છે માત્ર નીડરતાની, ખંતની ને સર્જનાત્મકતાની.

આ અપૂર્ણ વિશ્વમાં અસંખ્ય વ્યક્તિઓ પોતાની ખોડ સાચી ને કાલ્પનિક સાથે ઝઝૂમી રહ્યા છે ત્યાં એ આશા જગાવવા માગે છે કે ઊણપો આવે પણ કેવી રીતે જીવન સભર બનાવી શકાય.

બે હાથવાળાઓને તો એનો સંદેશો છે કે હું વગર હાથે જો આટઆટલું સિદ્ધ કરી જીવન સભર બનાવી શકું તો તમે બે હાથ અને બે પગવાળા આટલા બધા ગભરાઓ કે નાસીપાસ કેમ થાવો છો?

વાચક મિત્રો, જ્યારે જ્યારે હતાશા ઘેરી વળે ત્યારે જેસિકા કોક્સ, ટોની મેલેન્ડસ હોલેન કેલર ને લુઇ બ્રેઇલ (બ્રેઇલ લિપિના જનક)ને યાદ કરવાનાં. હતાશા ગાયબ ન થઇ તો કહેજો. જો ન થાય તો ભગવાન પણ તમને મદદ નહીં કરી શકે.
વીડિયો જોઈ તમે પણ આ છોકરીને સલામ મારશો!

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top