1
રેલ્વે- સ્ટેશન

એકવાર તો જરૂરથી વાંચજો!!!!!!!!!!!!!!
અત્યંત હૃદયસ્પર્શી પોસ્ટ !અચૂક વાંચવા અને માણવા જેવું...
ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો...
આ લેખ વાંચતા માત્ર 45 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે ..

હું ટ્રેન માં દિલ્હી જઈ રહ્યો હતો.
કાલુપુર સ્ટેસન થી એક ૧૯-૨૦ વર્ષ ની ખુબ દેખાવડી છોકરી ટ્રેન માં ચઢી જેનું રીજર્વેશન મારા સામે વાળા બર્થ મા હતું.

એના પિતા એને મુકવા આવ્યા હતા.પોતાની સીટ ઉપર બેસીને છોકરીએ એના પિતાને કહ્યું ડેડી તમે જતા રહો હવે. ટ્રેન તો ૧૦ મિનીટ ઉભી રહેશે, અહી ટ્રેન નું સ્ટોપેજ છે.પિતા એ ઉદાસી ભર્યા સ્વરે ગળગળા થઇ ને કહ્યું કઈ વાંધો નઈ બેટા ૧૦ મિનીટ વધારે તારી જોડે સમય વિતાવી લઉં.હવે તો તારું ભણવાનું શરુ થશે અને તું ગણા સમય પછી પાછી આવીશ દીકરા......મને થયું, છોકરી કદાચ દિલ્હી મા ભણતી હશે. કેમ કે ઉંમર થી અને પહેરવેશ થી પરણિત નહોતી લાગતી.

ટ્રેન ચાલવા લાગી અને બારીની બાર પ્લેટફોર્મ પર ઉભેલા પિતાને એણે હાથ હલાવી ને બાય બાય કર્યું.

બાય ડેડી, અરે શું થયું તમને? નહિ પ્લીસ હવે રોવાનું બંધ કરો. પિતાની આંખ માંથી બોર જેવડા મોટા મોટા આંસુ ટપકી રહ્યા હતા.ટ્રેન ધીમે ધીમે ગતિ પકડી રહી હતી અને પિતા રૂમાલ થી આંસુ લૂછતાં-લૂછતાં સ્ટેસન ની બહાર જઈ રહ્યા હતા.

છોકરી એ ફોને લગાવ્યો, હેલ્લો મમ્મી આ શું છે યાર? જેવી ટ્રેન ઉપડી ડેડી તો રોવા લાગ્યા. હવે પછી ક્યારેય હું એમને સી-ઓફ કરવા માટે નહિ લાવું.ભલે એકલી રીક્ષા મા આવીશ, પણ એમને નઈ કહું.મને શરમ આવે છે એમના આ વ્યવહાર થી.તને ખબર છે લોકો પણ જોઈ રહ્યા હતા.

સારું ચલ બાય, પહોચીને કોલ કરીશ...
ત્યાર બાદ, હું થોડીક વાર માટે એ છોકરી ની સામે ફક્ત એ આશાએ જોઈ રહેલો કે કદાચ એને પહેરેલા પારદર્શી ચશ્માં ની અંદર થી જોતી આંખો માં મને અશ્રુધારા દેખાઈ જાય., પણ મનેતો નિરાશા જ મળી...
એ આંખો માં તો ભીનાશ પણ નહોતી.

થોડી વાર પછી છોકરી એ ફરી એક ફોન લગાવ્યો,હેલ્લો જાનું! કેમ છે તું? હું ટ્રેન મા બેસી ગઈ છું,હા હમણા ઉપડી અમદાવાદ થી.કાલે અર્લી-મોર્નિંગ દિલ્હી પહોચી જઈશ. લેવા આવી જજે મને.આઈ લવ યુ યાર, મેં પણ તને ખુબજ મિસ કર્યો.અરે બસ થોડાક કલાક ની તો વાત છે, કાલે તો પહોચી જ જઈશ ને...હું માનું છું કે આજ ના યુગ મા બાળકો ને ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલવા જરૂરી છે.

પણ આજની પેઢી એ એમાં પણ દુશપરિણામ લાવી મુક્યા છે.
હું એમ નથી કહેતો કે બહાર ભણવા વાળા બધાજ છોકરા-છોકરીઓ આવા હોય છે. હું એમની વાત કરું છું જેઓ ને મા-બાપ, ભાઈ-બહેન નો પ્રેમ યાદ નથી રહેતો. ફક્ત એકજ પ્રેમ યાદ રહે છે.

તેઓ એ ભૂલી જાય છે કે પોતાના માતા-પિતા એ કેવી પરિસ્થિતિ માં અને પોતાના કેવા કેવા સપનાઓ ને સીંચીને એમના દિલના ટુકડા ને પોતાનાથી દુર ભણવા મોકલ્યા છે.

પણ શું થાય આજ-કાલ ની પેઢી બહુ પ્રેક્ટીકલ થઇ ગઈ છે.
હું પ્રેમ નો વિરોધી નથી. હું પોતે પણ પ્રેમમાં એટલી જ આસ્થા ધરાવું છું જેટલી તમે ધરાવો છો.

મિત્રો,મતલબ એટલોજ કે માં-બાપ ની ખુશી વિના અને તેમની ભાવનાઓ ને ના સમજી ને આપણે કોઈ નિર્ણય કેવી રીતે લઇ શકીએ.
આખરે આપણો પ્રથમ પ્રેમ આપના માં-બાપ જ તો છે...

તમારું શું કહેવુ છે, મિત્રો, ??????

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top