0
વર્ષો પહેલાની વાત છે. એક
રાજ્યમાં રાજાએ નગરના મુખ્ય
રસ્તા પર બધાને નડતરરૂપ થાય એ રીતે
એક મોટો પથ્થર મુકી દીધો.
લોકોની પ્રતિક્રિયા જોવા માટે
રાજા એક મોટા ઝાડની પાછળ
વેશપલટો કરીને સંતાઇ ગયો.
પથ્થર રસ્તાની વચ્ચે
પડેલો હોવાથી ત્યાથી પસાર
થતા બધા જ રાહદારીઓને ખુબ
નડતો હતો.
બધા પોતાનો બળાપો કાઢતા હતા.
કોઇ રાજાને ગાળો આપતા તો કોઇ
અધિકારીઓને ગાળો આપતા.
પથ્થરની બાજુમાંથી બડબડ કરતા પસાર
થઇ જતા પણ કોઇ પથ્થરને ઉપાડીને એક
બાજુ નહોતા મુકી શકતા.
એક સાવ સામાન્ય મજુર જેવો માણસ
પોતાના ખભા પર મોટો ભાર લઇને
જતો હતો. એણે આ પથ્થર જોયો એટલે એ
ઉભો રહી ગયો.
પોતાના ખભા પરનો ભાર
બાજુમાં મુકીને એ પથ્થરને
હટાવવાનો પ્રયાસ કરવા લાગ્યો.
આસપાસથી પસાર
થતા લોકોમાંથી કોઇ એમની મદદ
કરવા માટે નહોતું આવતુ.
હિંમત હાર્યા વગર એણે
પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા અને
અંતે એણે એ પથ્થરને હટાવ્યો.
પથ્થરની નીચે એક નાની થેલી હતી એણે
એ થેલીમાં જોયુ
તો થોડા સોનાના સિકકા અને એક
ચીઠી હતી. ચીઠી હાથમાં લઇને
વાંચવાની ચાલુ કરી એમાં લખ્યુ હતુ "
આ પથ્થર હટાવનાર
મારા નગરના આદર્શ અને મહેનતકશ
નાગરિકને નાની એવી ભેટ."
મિત્રો , જીવનમાં આવતી દરેક
અડચણો સ્થિતી સુધારવા માટેની એક
ઉમદા તક પુરી પાડે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top