1

એક વખત એક શાળા ના વિદ્યાર્થીઓ
શહેર ની બહાર ફરવા માટે ગયા,
ત્યાં એમને જોયું કે તળાવ માં એક ગરીબ
વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ
ઉતારી સ્નાન કરતો હતો,,
બાળકો માં મગજ માં તોફાન
કરવા નો વિચાર જન્મ્યો અને એક
વિદ્યાર્થી એ કહ્યું, આપડે આ
કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ
માનસ ને હેરાન કરીએ, બહુ મજા આવશે,,,
આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમને
કહ્યું 'તમારે આ માનસ ને હેરાન જ
કરવો છે ને?, તો હું કહું એમ કરો, અને
છાના માના એના વસ્ત્રો માં આ ૧૦૦
રૂપિયા મૂકી આવો"
વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું
થોડીક વાર રહી, એ માનસ સ્નાન
કરી ને બહાર આવ્યો, વસ્ત્રો પેહ્રતા એને
જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે,,, ચોક્કસ એ
હેરાન થઇ ગયો, બેબાકળો થઇ આજુ બાજુ
જોવા લાગ્યો, પણ એને કોઈ
જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ
સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું 'હે
ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ
૧૦૦ રૂપિયા થી મારા પરિવાર ને આજે
જમવા નું મળશે, મારી પત્ની ને દવા મળશે,
જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ
આભાર'
બધા વિદ્યાર્થીઓ પણ આ
સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને
જીવન નો એક મહત્વ નો સંદેશ
મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન
કરવા કરતા, એમને ખુશી આપી હેરાન
કરવા થી આપણ ને પણ આનંદ મળશે...

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top