0
જાપાનમાં એક મહાન યોદ્ધો થઇ ગયો જેનું નામ હતુ નોબુનગા. એકવખત નોબુનગાએ પોતાનાથી 10 ગણા મોટા સૈન્ય સામે લડાઇ કરવાનું નક્કિ કર્યુ. એને પોતાના સૈનિકો પર પુરો વિશ્વાસ હતો કે સામેનું સૈન્ય સંખ્યાબળની દ્રષ્ટિએ ભલે 10 ગણુ મોટુ હોય આમ છતા પોતે જીતશે. સૈનિકોને હજુ આ બાબતે વિશ્વાસ ન હતો થોડી શંકા હતી પોતાના વિજય પર. નોબુનગાએ સૈન્ય સાથે કુચ કરી. રસ્તામાં એક ધર્મસ્થાન આવ્યુ બધાને આધર્મસ્થાન પ્રત્યે ખુબ આસ્થા હતી એ નોબુનગા સારી રીતે જાણતો હતો એણે પોતાના સૈન્યને આ ધર્મસ્થાન પાસે ઉભુ રાખ્યુ અને સૈનિકોને સંબોધીને કહ્યુ કે હું અંદર તમારા બધાના વતી દર્શન અને પ્રાર્થના કરવા જાવ છું. બહાર આવી ને હું સિક્કો ઉછાળિશ જો "છાપ" પડશે તો આપણે જીતીશુ અને જો " કાંટ" પડશે તો આપણે હારીશું. આપણે આપણી જાતને આપણા નસિબના હવાલે કરી દઇએ. નોબુનગા ધર્મસ્થાનમાં ગયો અને પ્રાર્થના કરી. બહાર આવી ને સિક્કો ઉછાળ્યો. બધા જ
સૈનિકો નાચવા લાગ્યા કારણ કે "
છાપ " પડી હતી. બધા એક સાવ નવી જ ચેતનાથી ભરાઇ ગયા હોય એવું લાગ્યુ. યુધ્ધ થયુ અને નોબુનગાનું સૈન્ય વિજેતા થયુ. વિજય સભાનું આયોજન થયુ અને આ સભામાં નોબુનગાના એક ખાસ સૈનિકે કહ્યુ કે ભાગ્યને કોઇ બદલી નથી શકતુ આપણા ભાગ્યમાં જીતવાનું લખ્યુ હતુ
અને આપણે જીત્યા. નોબુનગા એ હસતા હસતા કહ્યુ , " ના , મિત્રો એવું નથી."
આમ કહીને પેલો સિક્કો બતાવ્યો જેમા બન્ને બાજુ " છાપ" જ હતી. મિત્રો, સફળતા ભાગ્યને આધારેનહી પરંતું આત્મવિશ્વાસના આધારે
પ્રાપ્ત થાય છે.આત્મવિશ્વાસ ના  સથવારે ભાગ્યને પણ
બદલી શકવાની ક્ષમતા આપણા સૌમાં રહેલી છ

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top