1


>>>...........શિક્ષક દિન........

શિક્ષક દિને 'શ્રેષ્ઠ શિક્ષકો' નું સન્માન થશે..
પણ એ શિક્ષક ને આ પુરસ્કાર મેળવવા
કેટલીય વાંકી-ચૂંકી ગલીઓ માંથી પસાર થવું પડ્યું હોય છે ..!
એ તો એનું મન જાણતું હોય છે..

શિક્ષકો ..'' ઓન પેપર '' ફાઈલો ...
ખૂબ જ આકર્ષક તૈયાર કરે છે.
,,એની ૪-૫ નકલો બનાવી ને સંબંધિત ઓફિસો માં આપવી પડે છે...
અને.. પછી ભલામણ પત્રો નો મારો ચલાવવો પડે,,ત્યારે આ એવોર્ડ મળે..

શું આ પદ્ધતિ ખોટી નથી..??

'શ્રેષ્ઠતા' માટે 'સાબિતી' આપવી પડે ?
કોઈ એવી સિસ્ટમ ના વિકસાવી શકાય જેમાં ,,,
બીજા જીલ્લા ના તજજ્ઞો ની ટીમ આવે અને ખાનગી રાહે ''શ્રેષ્ઠ શિક્ષક'' શોધી કાઢે ?
આ માટે એનાં શિક્ષણ કાર્ય નું નિરિક્ષણ, એની ફળશ્રુતિ, વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ.
સમાજ માટે યોગદાન જેવી...અનેક બાબતો ની નોંધ લેવાય.
... વિદ્યાર્થીઓ,વાલીઓ, વહીવટી અને શિક્ષણ અધિકારીઓ ના અભિપ્રાયો લેવાય..
આવી આકરી કસોટી માંથી પાર ઉતરે એ શિક્ષકની સામે થી એવોર્ડ માટે પસંદગી કરવા માં આવે તો ?
હા, અહી પણ આનુસંગિક સમસ્યાઓ ઉભી થશે,,એનું ય અગાઉ થી નિવારણ કેમ કરવું એય વિચારવું જોઈએ.
શિક્ષક નું ગૌરવ જળવાય, સમાજ માં એની પ્રતિષ્ઠા વધે...
,, જેવા મૂળભૂત ઉદેશો છે..
હવે.. પરિણામ લક્ષી શિક્ષણ કાર્ય નું ય મુલ્ય અન્કાવું જોઈએ.
>>>>>>>>શિક્ષક ની સંવેદના<<<<<<<<<<<<<<,,
શિક્ષક ની દિલ ની સંવેદના નું નિરૂપણ કરવા માં
આપણું સાહિત્ય ઉણું ઉતર્યું હોય એમ મને લાગે છે.
ગુરુ દક્ષિણા માં હાથ નો અંગૂઠો માગી લીધા પછી
ગુરુજી શું આરામ થી ઊંઘી ગયા હશે ?
અરે, પછી તો ગુરુજી ની ઊંઘ હરામ થઇ ગઈ હતી.
એમનું શેષ જીવન બહુ વિષાદ માં ગયું હતું.
એની ભાગ્યેજ નોંધ લેવાઈ હશે.
એક શિક્ષક પણ.. .
...એના માનસ સંતાનો સમા વિદ્યાર્થીઓ ને સમર્પિત હોય છે.
એટલે જ એના સુખે સુખી ને દુ:ખે દુ:ખી થતો હોય છે.
ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિ સાધી ને સારી એ પહોંચી ગયા હોય છે
એ જોઈ ને શિક્ષક મનોમન હરખાય છે..
પણ,
કેટલાય વિદ્યાર્થીઓ દુ:ખી હોય છે... બીમાર હોય છે,..અને...
કોઈક તો વળી આ દુનિયા માંથી અકાળે વિદાય લઇ ગયા હોય છે..
શિક્ષક આ બધું જોઈ ને કેવી સંવેદના અનુભવે છે એ તો ..
....''રામ બાણ વાગ્યા હોય તે જાણે. .!''
આ હૃદય સંવેદના સજવા ...
..........સામે એવું જ હૃદય જોઈએ..
...........................નિવૃત્તિ પછી આ વેદના કદાચ વિશેષ ડંખતી હશે ?

લોકમાન્ય તિલક ને પૂછવામાં આવ્યું,..
..''તમને શું થવું ગમે?''
..તિલકજી નો હાજર જવાબ હતો...'' જન્મોજન્મ શિક્ષક..''

આજે શિક્ષક ખોવાઈ ગયો છે. એ મલ્ટી પર્પઝ વર્કર બની ગયો છે.
સમય મળે ત્યારે શિક્ષણ કાર્ય કરી શકે છે !...
બાકી તાલીમો,ગણતરીઓ ,લાઈવ ભાષણો, ઉજવણીઓ ,બેઠકો, બાંધકામો,.. માં એ વ્યસ્ત છે.
કાગળ કામ નું ભારણ વધી ગયું છે.
બસ,..''ઝૂઠા લાઓ મગર જોડકે લાઓ''

વાસ્તવ માં શિક્ષક ને 'ડેડ સ્ટોક' સાથે નો નાતો તોડી ને
ફક્ત ..''લાઈવ સ્ટોક''(બાળકો).. સાથે જ પૂરતો સમય વિતાવવા આપવો જોઈએ.
શિક્ષક દિન ની ઉજવણી તો જ સાર્થક થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top