0


મિત્રો, આપણા કહેવાતા ગુરુઓને જાનકીનાં આદર્શોની વાત કરવી છે, પણ જાબાલિની કથા ખાઈ જવી છે. નથી જાણતા તમે પણ તો સાંભળો: ગૌતમ ઋષિના આશ્રમમાં ગણિકા જાબાલિએ પોતાના પુત્રને ભણવા મોકલ્યો. બાળકને ધર્મધુરન્ધર ઋષિઓએ પિતાનું નામ, ગોત્ર આજની ભાષામાં કહીએ તો એનરોલમેન્ટ માટે પૂછયું.

બાળક મૂંઝાયો, ઘરે પાછો આવ્યો. પ્રોસ્ટીટયુટ તરીકે કામ કરીને પણ બાળકને વિદ્વાન બનાવવાના અરમાન રાખતી મા પહેલા તો ખચકાઈ. પણ પછી ટટ્ટાર મસ્તકે બાળકને કહ્યુ. ''બેટા, ગુરુ સામે ખોટું ના બોલાય. જાવ જઈને કહો કે મારી મા કહે છે કે યુવાનીમાં અનેક પુરુષોની સેવા કરી હોઈ પિતાનું નામ કે ગોત્ર ખબર નથી. ક્ષમા કરશો.''


બાળકે આશ્રમમાં આ વાત કરી ત્યારે તો હાહાકાર થઇ ગયો. આશ્રમ અભડાવી નાખવાના ક્રોધમાં મહાત્માઓ ઉભા થઇ ગયા. પણ ગુરુ ગૌતમે સ્નેહથી એને ગળે લગાડીને કહ્યું કે '' વાહ, જગતનું શ્રેશ્ટ જ્ઞાન તો તારી માતાએ તને ગળથૂથીમાંથી આપ્યું છે, જાહેરમાં સત્ય કહેવાનું સાહસ તને શીખવાડયું છે, જે અહીં વિદ્યામાં મહાપંડિત થયા પછી પણ મળતું નથી ! હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરું છું. તું ભારતવર્ષમાં જરૃર અમર થઈશ ષિ તરીકે અને તારી પાછળ તારી માતાનું નામ જોડાશેઃ તું આજથી તારા ગુણ અને તારી માતાની કદર રૃપે 'સત્યકામ જાબાલિ' તરીકે ઓળખાઈશ.

દોસ્તો, આ છે ભારતનું પ્રાચીન યુગમાં પણ મોડર્ન માતૃત્વ. આ વારસો આપણે ખોઈ નાખીને ઘોંઘાટ કરીને મોટા સંસ્કારી હોવાનો ગર્વ કરવો છે. આજની મમ્મીઓમાં ય ઘણી બાળકને ચાહે છે, એને સમય આપે છે, કામ કરે છે, મજાઓ માણે છે. અને મસ્ત સેક્સી વસ્ત્રો પહેરીને પોતાના અસ્તિત્વનો ઉત્સવ મનાવે છે. સાથોસાથ સંતાનોનું ઘડતર પણ કરે છે.

અને છેલ્લે............. ભારતની બધી માતાઓ જો મધર ઇન્ડિયા હોત, તો આ દેશમાં આટલા બળાત્કાર અને ભ્રષ્ટાચાર હોત જ નહિ. માતાઓએ પલ્લુમાં લપાવીને સંતાનોને લાડ જ લડાવ્યા છે, એમાં તો ઘણા જાહેરમાં તદ્દન અસંસ્કારી વર્તન કરતા થઇ ગયા છે.....!!!

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top