0

લાગવાનો, વારતાના અંતમાં....!!!
આ શિક્ષકને કેવી રીતે સમજાવવો એ જ મને સમજાતું નથી. એ કોઈ વાતમાં સમજતો જ નથી. કોઈની વાત સાંભળવાની કે સમજવાની તેની તૈયારી જ નથી.’ ઘણા આચાર્યોના મોઢે આપણે આવી વાત સાંભળીએ છીએ. ઘણી વખત કોઈને સમજાવવા માટે આપણે કોઈને શોધીએ છીએ. તું વાત કરજે, એ તારું સાંભળશે, તારી વાત માનશે. જિંદગીમાં બે વસ્તુ સૌથી અઘરી છે, એક તો માણસને સમજાવવો અને બીજું માણસને સમજવો. જ્યાં સુધી તમે કોઈને સમજી ન શકો ત્યાં સુધી કોઈને સમજાવી ન શકો.

કોઈ માણસ સાવ નકામો ક્યારેય હોતો નથી. આપણને ઘણી વખત આપણા કામનું કોઈનામાં કંઈ ન લાગે ત્યારે આપણે તેને નકામો ગણી લેતા હોઈએ છીએ. બધો જ આધાર એક માણસ બીજા માણસને કેવી રીતે જુએ છે અને કેવી રીતે સમજે છે તેના ઉપર રહેલો છે.


એક બાળકને તેના પિતા હંમેશાં ખીજાયે રાખતા. એ ભણવામાં ધ્યાન આપતો ન હતો. આખો દિવસ સંગીતમાં રચ્યોપચ્ચો રહે. પિતા તેને પ્રેમ કરતા હતા પણ દીકરો ભણતો ન હતો એ તેનાથી સહન થતું ન હતું. આ શું આખો દિવસ પિપૂડાં લઈને બેઠો રહે છે? જિંદગી બરબાદ થઈ જશે.

વાત ત્યાં સુધી વધી ગઈ કે એક દિવસ બાપે દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. ઘરેથી નીકળી એ સંગીત શીખવા લાગ્યો. અને થોડાં જ વર્ષોમાં દેશનો જાણીતો સંગીતકાર બની ગયો.

એક દિવસ પિતાના ઘરનું બારણું ખખડયું. જોયું તો સામે સંગીતકાર દીકરો ઊભો હતો. પિતાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે હું તમને એટલું જ કહેવા આવ્યો છું કે હું નક્કામો ન હતો. મને ખબર છે કે તમે મને પ્રેમ કરતા હતા, મારી ચિંતા કરતા હતા. મારી ચિંતા તમારાથી સહન ન થઈ ત્યારે તમે મને કાઢી મૂક્યો. પણ હું નક્કામો ન હતો.

પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા અને દીકરાને વળગીને માફી માગી. દીકરાએ કહ્યું કે તમે મને સમજી શક્યા હોત તો કદાચ મારી આ સફર સરળ હોત. પિતાએ એટલું જ કહ્યું કે તું તને સમજવાની વાત કરે છે? હું તો કદાચ મને જ સમજી શક્યો ન હતો. હું મને ન સમજી શક્યો તો તને ક્યાંથી સમજી શકું ? આપણે પહેલાં સમજવાનું હોય છે એ મને આજે સમજાયું છે.

અને છેલ્લે.......
હું તમારી જીતનો હિમાયતી છું એટલે, સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં,
જિંદગીભર આપતાં આવ્યા છો જાકારો ભલે, હું તમારો લાગવાનો, વારતાના અંતમાં...
--- દિનેશ કાનાણી ‘પાગલ'

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top