પ્રભુનો પ્રેમ

·


ફ્લાઈટને હજી થોડી વાર હતી એટલે તેણે પોતાની બાઈબલ કાઢી વાંચવા માંડી.અચાનક બેથને લાગ્યું કેઆસપાસનાં બધાં લોકો તેના તરફ જોઈ રહ્યાં છે. તેને નવાઈ લાગી પણ થોડી જ વારમાં તેને સમજાઈ ગયું કે લોકો તેનીબરાબર પાછળ કંઈક નિહાળવા તેની દિશામાં જોઈ રહ્યાં હતાં.

તેણે કુતૂહલપૂર્વક પાછળ ફરી જોયું. ત્યાં એક મહિલા એરપોર્ટ કર્મચારી, વ્હીલચેર પર એક અતિ બદસૂરતઅસ્તવ્યસ્ત વૃદ્ધ માણસને બેસાડી, તેની ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. તે વૃદ્ધના લાંબા સફેદ ઝૂલ્ફા, વિખરાયેલા અનેલાંબા સમયથી ઓળાવ્યા જ ન હોય એવી દશામાં હતાં. તેના ચહેરા પર અનેક કરચલીઓ હતી અને તેના ચહેરા પરમિત્રાચારી ભર્યા ભાવ બિલકુલ નહોતા. ખબર નહિં શા માટે પણ બેથે આ માણસ પ્રત્યે એક ખેંચાણ અનુભવ્યું. તેને લાગ્યુંજાણે ઇશ્વર પોતે એમ ઇચ્છતા હતા કે તે આ માણસને જુએ. બીજી તરફ તેનું મન કહી રહ્યું હતું,"હેભગવાન,ના..મહેરબાની કરીને અહિં નહિ..."

તેણે પોતાનું ધ્યાન બીજે વાળવાના ઘણાં પ્રયત્નો કર્યાં પણ તેનું મન ફરી ફરીને પેલા માણસમાંજ પરોવાતું હતુંઅને અચાનક જાણે તેને ઇશ્વરનો આદેશ થયો.તેને એ માણસના વાળ ઓળવાની ઇચ્છા થઈ આવી.

તે ત્યાં ગઈ અને ઘૂંટણીયે બેસી તેણે તે વૃદ્ધ માણસને પૂછ્યું,"મહોદય,શું હું આપના વાળ ઓળાવી શકું છું?"

વૃદ્ધે અચંબામાં પડી જઈ પૂછ્યું,"શું???"

તેને લાગ્યું કદાચ વૃદ્ધને સાંભળવામાં તકલીફ છે,આથી તેણે ફરી થોડા મોટા, પણ નમ્ર સ્વરે પૂછ્યું,"શું હું તમારાવાળ ઓળી શકું છું?"

વૃદ્ધે જવાબ આપ્યો,"જો તમારે મને કંઈક કહેવું હોય તો ઘણાં મોટા સ્વરે બોલવું પડશે કારણ હું બહેરો છું."

તેણે આ વખતે અતિ મોટે થી બરાડો પાડતી હોય તેવા સ્વરે કહ્યું,"શું હું તમારા વાળ ઓળી શકું છું?"

એરપોર્ટ પર તે જગાની આસપાસની દરેક વ્યક્તિ હવે આ બે જણ વચ્ચે નો અનોખો વાર્તાલાપ સાંભળી રહીહતી અને વૃદ્ધ શું જવાબ આપે છે એ જાણવા ઉત્સુક હતી.વૃદ્ધ માણસ થોડો ઝંખવાણો પડી ગયો પણ થોડી વાર રહીને તેણેઉત્તર આપ્યો,"જો તમારે એમ કરવું જ હોય તો હું તમને રોકીશ નહિ."

બેથે કહ્યું,"મેં તમને પૂછતા તો પૂછી નાંખ્યું પણ મારી પાસે દાંતિયો નથી.હું તમારા વાળ ઓળાવીશ કઈ રીતે?"

પેલા વૃદ્ધે જવાબ આપ્યો,"જો,મારી ખુરશી પાછળ જે થેલો લટકે છે,તેમાં એક દાંતિયો છે."

તેણે વૃદ્ધના કહ્યા મુજબ થેલામાંથી કાંસકો બહાર કાઢ્યો અને વૃદ્ધના વાળ ઓળવા માંડ્યા.બેથને પોતાને એકનાનકડી દિકરી હતી અને તેના કેશ ગૂંથવાનો તેને નિયમિત મહાવરો હતો આથી વાળની ગૂંચો દૂર કરી વૃદ્ધના વાળવ્યવસ્થિત ઓળવામાં તેને ઝાઝી તકલીફ પડી નહિ.થોડી વાર લાગી પણ વૃદ્ધના માથા પરના વાળની બધી ગૂંચ દૂર કરીતેણે તેનું માથુ સરસ રીતે ઓળી નાંખ્યું.

તેણે નોંધ્યું કે જ્યારે તે વૃદ્ધના માથાના વાળ ઓળી રહી ત્યારે વૃદ્ધની આંખોમાં આંસુ હતાં.તે ફરી વાર ઝૂકી નેઘૂંટણિયે બેસી વૃદ્ધની આંખોમાં તાકી રહી અને બોલી,"શું તમે જિસસને ઓળખો છો?"

વૃદ્ધે જવાબ આપ્યો,"હા..હું ચોક્કસ જાણું છું જિસસ કોણ છે.યુવાનીમાં મારી પ્રેયસીએ શરત મૂકી હતી કે જ્યાંસુધી હું જિસસને જાણી નહિ લઉં ત્યાં સુધી તે મારી સાથે લગ્ન કરશે નહિ.આથી મેં જિસસ વિશે સઘળું સમજી લીધું અનેવર્ષો પહેલા મારા લગ્ન અગાઉ, તેમને મારા હ્રદયમાં વસાવ્યા હતા.આજે મારી પત્ની મારાથી ઘણી દૂર મારા વતનમાં છેજ્યાં તેની તબિયત ઘણી નાજુક છે અને હું પણ અહિં આ પારકી ભૂમિ પર મારી તબિયત નાદુરસ્ત થઈ જતા દુર્લભશસ્ત્રક્રિયા કરાવવા આવ્યો હતો જે પૂરી થઈ જતા હવે ફરી મારે ઘેર,મારે વતન જઈ રહ્યો છું..ઘણા લાંબા સમયનાહોસ્પિટલવાસ બાદ આજે હું મારી પત્નીને મળવા પામીશ."

તેણે ઉમેર્યું,"મારા વાળ અને ચિંથરે હાલ દેખાવ અંગે હું ઘણો ચિંતિત હતો અને વિચારતો હતો કે મારી પત્નીમને આવા દેદારમાં જોઈ ઘણી દુ:ખી થશે.પણ મારા વાળ હું જાતે ઓળી શકું અવી સ્થિતીમાં નહોતો."

ફરી તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી અને તેણે હ્રદયપૂર્વક બેથનો વાળ ઓળી આપવા બદલ આભારવ્યક્ત કર્યો.તેણે ફરી ફરી બેથ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

બેથ પણ પોતાના અશ્રુઓ રોકી શકી નહિં અને આજુબાજુના બધાં જ યાત્રીઓ તેમની વચ્ચે સર્જાયેલ આલાગણીસભર દ્રષ્યના પ્રત્યક્ષ સાક્ષી બન્યાં.વૃદ્ધને વ્હીલચેરમાં બેસાડી લઈ જઈ રહેલી એરપોર્ટ કર્મચારીએ પણ ભીનીઆંખે બેથને પૂછ્યું,"તમે આ શા માટે કર્યું?"

આ એક અવસર હતો જેના દ્વારા પ્રભુનો પ્રેમ કોઈ સાથે વહેંચવાના દ્વાર ઉઘાડાં થયાં હતાં.આપણે ઇશ્વરની માયાદર વખતે સમજી શકતા નથી,પણ આપણે સદાયે તૈયાર રહેવું જોઇએ.અન્ય કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાની તકપૂરી પાડીને તે ગમે ત્યારે આપણી કસોટી કરી શકે છે.જેવી રીતે આ વાર્તામાં તેણે વૃદ્ધની મદદ માટે બેથને સહજ સ્ફૂરણાઆપી.

(આ વાર્તાના મૂળ લેખક અંગે તો ખબર નથી પણ ઇન્ટરનેટ પર તે ટક્સાસની કેરન મેકગ્રિફ દ્વારા તે મૂકાઈ હતી)('ઈન્ટરનેટ પરથી')

Subscribe to this Blog via Email :