0
આજકાલ ઘણા લોકો એમ કહીને નોકરીઓ બદલતા હોય છે કે : અમે અમારા કામથી દુઃખી છીએ.એ વળી શું ? હું વર્ષોર્થી ગધેડાની જેમ કામ કરી રહયો છું અને આજ સુધી એવો એક પણ દિવસ નથી વિત્યો, જયારે મારા કામમાં હું બોસ કે તોછડા કર્મર્ચારી કે ચીકણાં ગ્રાહકો વગેરે જેવી કોઇ બાબતને કારણે દુઃખી ન થયો હોઉ.કામના સ્થળે થતું દુઃખ મહદઅંશે થોડા સમય પુરતું જ હોય છે.તમે એકદમ ધારીને જુઓ તો કામની બાબતમાં કઇક તો એવુ હોવાનું જ જે તમને ગમે એવું નહી હોય. પણ મુળ સવાલ એ છે કે શુ હુ કામના સ્થળે સુખી થવા આવું છું. ઊંડું વિચારતાં મને જે જવાબ સમજાય છે તે છે ના. સુખ તો પરિવાર,મિત્રો,મિત્ર જેવા નિકટના બની ગયેલા સાથીદારો સાથે અનુભવી શકો.કામના સ્થળે તો પૈસા કમાવા,પ્રતિષ્ઠા પામવા,મહત્વકાંક્ષા સંતોષવા,કામ કરવાના તમારાં મુલ્યો બદલ શાબાશી મેળવવા,પડકારો ઝીલવા અને કામ પુરૂં કરવા આવો છો? માટે હવે જયારે તમને નોકરી બદલવાની ઇચ્છા થાય ત્યારે તમારી જાતને પુછો કે તમે શા માટે નોકરી બદલી રહયા છો? ૧.નવી નોકરીમાં તમે શું પામવાના છો? ૨.શું હું નવી જવાબદારીઓ સ્વીકારવા તૈયાર છું.૩.નવી એ જવાબદારી મારી હાલની કંપનીએ મને ન સોંપી એનું કારણ શું? ૪.મને મળેલી નવી જવાબદારી મારી હાલની કંપનીમાં અને નવી કંપનીમાં કોણ સંભાળી રહયું છે? ૫.શું હું એમાના સૌથી સારા જે કોઇ છે એના જેટલો સારો છું કે સારી છું? ૬.નવી કંપની મને શા માટે નોકરી આપી રહી છે? મારી આવડતને કારણે કે પછી તેમનો કોઇ ભળતો જ ઇરાદો છે.આ બધા સવાલોના પ્રામાણિક જવાબો એ નકકી કરશે કે તમે તમારી કેરિયરમાં ટોચે પહોંચશો કે પછી બીજા સાધારણ કર્મર્ચારીઓની જેમ આગળ જતાં ગુમનામીમાં ખોવાય જશો....
ડો.આર.ગોપાલકૃષ્ણન
(ડીઝર્વ બીફોર યુ ડિઝાયર)

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top