હ્રદય ને સ્પર્શી જાય એવી વાત તે એક ગરીબ માણસ હતો,તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને... તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો હતો એવું જ પરિણામ આવ્યું,દીકરી રાજ્ય માં પ્રથમ આવી... પિતા : હું આજે બહુ ખુશ છુ બેટા, તારે જે જોઈએ એ માંગ હું તને લાવી આપીશ. દીકરી : પપ્પા, મારે પેલો ડ્રેસ જોઈએ છે જે મેં તમને એ દિવસે બતાવ્યો હતો,પણ એ ૨૦૦૦ રૂપિયા નો હતો એટલે મેં તમને ત્યારે કહ્યું ન હતું, શું તમે મને એ ડ્રેસ લાવી આપશો ? પિતા : સારું બેટા ( પરંતુ તેની બધી બચત એક કર્યા પછી પણ તેમાં ૩૦૦ રૂપિયા ખૂટતા હતા તેમ છતાં એમને આ ડ્રેસ કેવી રીતે ખરીદ્યો હશે ?) પત્ની : તમે આટલા પૈસા ક્યાંથી લાવ્યા ? પતિ : મારી બચત માંથી અને જે ખૂટતા હતા એ મારુ લોહી વેચી ને લાવ્યો,હું મારી દીકરી ને નિરાશ કરવા નથી માંગતો. હવે તે દીકરી તેના ડૉક્ટરી ના છેલ્લા વર્ષ માં હતી,પરતું તેની ફી ૮૦૦૦૦ રૂપિયા હતી. પત્ની : હવે તમે આટલા પૈસા ક્યાંથી લાવ્યા,તમે કોઈ બેંક માં ચોરી કરી ? પતિ : ના , મેં તે દિવસે જે વ્યક્તિ ને મારુ લોહી આપ્યું હતું તેની કિડની ખરાબ થઇ ગઈ હતી, આજે મેં મારી એક કિડની તેને વેચી ને આપણી દીકરી ની ફી ભરી.મેં કોઈ બેંક માં ચોરી નથી કરી, અને કિડની ની વાત તું દીકરી ને ના કરતી હું નથી ઇચ્છતો કે તેને દુઃખ થાય... પરિણામ નો દિવસ આવી ગયો,પિતા ઇચ્છતા હતા કે દીકરી ઘર માં ડોક્ટર બની ને આવે, પરંતુ.... ઘરે દીકરી ની લાશ આવી,પ્રેમ માં દગો મળવાથી દીકરી એ આપઘાત કરી લીધો...... હવે સાચું કહો મર્યું કોણ ? હા, પ્રેમ બધું જ છે પરંતુ જો તમે ક્યારે તમારો પ્રેમ ઘુમાવીદો તો એક ઊંડો શ્વાશ લો અને તમારા માતા પિતા નું વિચારો.... કેમકે તમને કદાચ બીજો પ્રેમ મળી જશે, પરંતુ તમારા માતા પિતા ને ફરી એમનો રાજકુમાર/રાજકુમારી નહિ મળે...... Share with young children

 
Top