2
તમે તમારા આધાર કાર્ડમાં રહેલી ભૂલને ઘર બેઠે ઓનલાઈન સુધારી શકો છો. તેના માટે તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ http://uidai.gov.in પર જવાનું રહેશે. અહીં તમારે ઓનલાઈન કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે અને મોબાઈલ નંબર, જન્મ તારીખ, એડ્રેસ વગેરેમાં થયેલ ભૂલમાં સુધારાવધારા કરાવી શકો છો.
ઓનલાઈન કરેક્શન માટે મોબાઈલ નંબર જરૂરી
આધાર કાર્ડમાં ઓનલાઈન કરેક્શન માટે મોબાઈલ નંબર જરૂરી છે. જો, તમારી પાસે મોબાઈલ નંબર નથી તો તમે ઓનલાઈ કરેક્શન કરાવી નહીં શકો. એવું એટલા માટે કારણ કે ફેરફાર અથવા ફરિયાદ માટે ઓટોપી (વન ટાઈમ પાસવર્ડ) મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે. ત્યાર બાદ જ તમે આગળની પ્રક્રિયા કરી શકો છો.
આધાર કાર્ડમાં ફેરફાર કરવાની આ છે પ્રક્રિયા


Image result for e aadhar card
સ્ટેપ-1
http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.
સ્ટેપ-2

એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.
સ્ટેપ-3
ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.
સ્ટેપ-4
છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.
પોસ્ટ કરીને પણ કરાવી શકો છો અપડેટ
- પોસ્ટ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે http://uidai.gov.in/images/application_form_pdf અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો.
- Adhar Card Update Formમાં તમારો મોબાઈલ નંબર આપવો અનિવાર્ય છે.
- Adhar Card Update Formમાં સૌથી પહેલા જે જાણકારીમાં સુધારો કરવાનો હોય તે અપડેટ કરવાનું રહેશે, જેમ કે, નામ, અટક અથવા સરનામું.
- ત્યાર બાદ નિર્દેશ અનુસાર Adhar Card Update Form ધ્યાનથી ભરો
- અત્યાર સુધી Adhar Card Update Form હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, કન્ન્ડ, મલયાલમ, તમિલ, બંગાળી, તેલુગુ અને પંજાબી ભાષામાં છે જે તમે તમારી સુવિધા અનુસાર ફોર્મ લઈ શકો છો. ફોર્મને કવરમાં બંધ કરી તેના ઉપર Aadhar Card Update/Correction લખવાનું ન ભૂલવું.
- ફોર્મમાં તમારું સરનામું, પિન નંબર, જિલ્લાની વિગતો યોગ્ય રીતે ભરો. જો કોઈપણ મુશ્કેલી હોય તો help@uidai.gov.in પર સંપર્ક કરી શકો છો.
- હવે તે કવરને નીચે આપેલ સરનામાં પર પોસ્ટ કરી દો.
Unique Identification Authority of India
Planning Commission
Government of India
3rd Floor, Tower II
Jeevan Bharati Building
Connaught Circus
New Delhi – 110001
અન્ય કોઈ જાણકારી માટે https://ssup.uidai.gov.in/ssup-home પર વિઝિટ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

અજ્ઞાત કહ્યું... ડિસેમ્બર 12, 2016

આધાર કાર્ડમા મોબાઇલ નંબર આપેલા ન હોય અને આધાર કાર્ડમા સુધારો કરવો હોય તો કેમ કરવો?

Naresh Kumar કહ્યું... માર્ચ 16, 2017

આધાર કાર્ડમા મોબાઇલ નંબર આપેલા ન હોય અને આધાર કાર્ડમા સુધારો કરવો હોય તો કેમ કરવો?

 
Top