(૨) ગ્રામીણ લોકોની કોઠાસૂઝ ...


ભારે વરસાદને કારણે એક ગામમાં પાણીનો પ્રલય પ્રસરી ગયો. બધા ગ્રામવાસીઓ સલામત સ્થળની શોધમાં ગામને છોડી જતા હતા. સલામત જગ્યાએ પહોંચવા માટે એક નદી ઓળંગવાની હતી. નદીના કિનારે એક જ હોડી હતી. બધા એ હોડીમાં બેસી ગયા. બે બાકી રહી ગયા. એમાં એક હતો ગામનો ધનવાન લોભી વેપારી અને બીજો હતો ભીખારી.

વેપારી પોતાનું ઘર છોડતાં પહેલાં પૈસેપૈસો ભેગો કરીને સાથે લેવામાં મોડો પડ્યો. બંને જણાએ હોડીમાં બેસવાનો પ્રયત્ન કર્યો, હોડીનાં ચાલકે માત્ર એકને જ બેસવાની હા પાડી. કોણે બેસવું એ નક્કી કરવાનો પ્રશ્ન આવ્યો.

ગ્રામજનોએ કહ્યું : ‘આપણા ગામને જરાય ઉપયોગી ન થનારને અહીં ચૂડી દઈએ. એટલે આ ભીખારી ભલે આપણી સાથે આવે.’ પેલા લોભિયા વેપારીને તો આશ્ચર્ય થયું. તેણે કહ્યું : ‘હું ગામનો સૌથી ધનવાન માણસ છું. આ ભીખારી કરતાં હું સમાજને કેવી રીતે ઓછો ઉપયોગી હોઈ શકું ?’

ગ્રામજનોએ કહ્યું : ‘હા ભાઈ, આ ભીખારી
ને કંઈક આપીને કે સહાય કરીને અમે પુણ્ય કમાશું. અને તમારી પાસેથી કોણ ક્યારે રડ્યું છે ?’ આમ કહીને ભીખારીને સાથે લઈને હોડી વહેતી થઇ.
 
Top