Friday, November 18, 2011


આંદામાન-નિકોબારઃ પ્રવાસનું રળિયામણું સ્થળ
ટ્રાવેલ - બીજલ
વ્યવસાયના લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે કરેલી મહિનાઓ સુધીની મહેનત કે બાળકોને પરીક્ષાની તૈયારી કરાવવી- આ પ્રકારના કામો તમારા શરીર- મનને નિચોવી લેવા માટે પૂરતા છે. થાક ઉતારવાનો અને શક્તિને પાછી મેળવવાનો કોઈ શ્રેષ્ઠ રસ્તો હોય તો તે છે કોઈ રળિયામણા, દૂરના સ્થળની મુલાકાત. આવું એક રળિયામણું સ્થળ છે આંદામાન અને નિકોબાર ટાપુઓ આ શાંત અને સુંદર સ્થળે જહાજ કે વિમાન દ્વારા પહોંચી શકાય છે.

લીલું, કાચ જેવું પાણી ધરાવતા સાગરની વચ્ચે આવેલા આ બે ટાપુઓ શાંતિ અને આનંદ આપે છે. અહીં અવનવી દરિયાઈ સૃષ્ટિ, સૂર્યપ્રકાશમાં નહાતા સમુદ્ર-તટ, વિષુવવૃત્તિય જંગલો, નૌકાની સફર, અદ્ભુત સૂર્યાસ્તનું દૃશ્ય, સૂર્યોદય એક અનોખો અનુભવ કરાવે છે. બંગાળના અખાતમાં આવેલા આ ટાપુઓની મુલાકાત માટે ઓક્ટોબરથી મે મહિના સુધીનો સમય શ્રેષ્ઠ છે.

ભૂતલમાં થયેલા પ્રચંડ ફેરફારોને કારણે અસ્તિત્વમાં આવેલા આંદામાન- નિકોબાર ટાપુઓ આશ્ચર્યકારક રીતે ગોઠવાયેલા છે. ઈ.સ.૨૦૦૪માં આવેલા સુનામીની વિનાશક અસરો આ ટાપુઓ પર પણ થઈ હતી. જો કે ત્યાંના સત્તાવાળાઓએ ઝડપથી પગલાં લઈને પ્રવાસન- ઉદ્યોગને ફરી સક્રિય કરી નાંખ્યો હતો.

વિમાની પ્રવાસ કરીને જતાં લોકોને ત્યાં ઉતરાણ કરતાં પહેલાં જ જે સુંદર દૃશ્યો જોવા મળે છે તે મુલાકાતનો આનંદ અનેકગણો વધારી દે છે. ભૂરી, વિશાળ જળરાશિની મધ્યે તરતા દેખાતા ભૂ-ભાગો,તેમની ધારો પર સુશોભિત વૃક્ષોની હારમાળા એક સુંદર રચનાનો આભાસ કરાવે છે. કુદરતની કૃપાની સાબિતી આપતા વિવિધ રંગી પુષ્પો અને વનરાજી આંખોને ઉજાણી કરાવે તેવા છે.

એરપોર્ટથી ટેક્સીમાં પંદરેક મિનિટમાં હોટલ પહોંચાય છે. અહીંના હેવલોક-આયલેન્ડના સૂર્યના સોનેરી રંગમાં નહાતા તટો વિશ્વના પ્રસિદ્ધ સમુદ્રતટોમાં સ્થાન ધરાવે છે. ટૂરીઝમ ગેસ્ટ-હાઉસની નજીકમાં જ‘સમુદ્રિકા’નામનું નેવલ-મરીન- મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં છીપલા, શંખલા, પરવાળા અને વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓનું પ્રદર્શન હોય છે. તેમાં સ્લાઈડ્સ અને નોંધ દ્વારા સમુદ્રના પેટાળનાં ઘણાં ગહન રહસ્યોનું દર્શન કરાવવામાં આવ્યું છે.

અહીંના સમુદ્રમાં દરિયાઈ જીવસૃષ્ટિનું પુષ્કળ વૈવિધ્ય જોવા મળે છે. અહીં માછલીની બારેક હજાર જાતિ અને અન્ય જીવોની સેંકડો તેમજ હજારો જાતિ જોવા મળે છે. પરવાળાના ખડકો અહીંનું મોટું આકર્ષણ છે. આ ખડકો દરિયાની જીવસૃષ્ટિના સંવર્ધનમાં મોટો ભાગ ભજવે છે. પરવાળાના ખડકોની આસપાસ વ્હેલ અને ડોલ્ફીન માછલીઓ રમતી જોવા મળે છે. ડોલ્ફીન માછલીઓનું રમતિયાળપણું સૌને અચંબો પમાડે તેવું હોય છે.

પોર્ટ-બ્લેરથી બ્રિજ દ્વારા જોડાયેલા એક ટાપુ પર એશિયાની સૌથી મોટી અને જૂની સો-મિલ, ‘મેથમ-સો-મિલ’ આવેલી છે. આંદામાન-નિકોબાર ટાપુઓનો વહાણ લાંગરવાનો બીજાં નંબરનો ધક્કો આ ટાપુ પર આવેલો છે. અહીં વોટર-સ્પોર્ટ્સ અને મરીન પાર્ક છે.

હેવલોક- આયલેન્ડ્સ સુધીનો પ્રવાસ ઘણો આહ્લાદક છે. વહેલી સવારે ‘ફિનીક્સ-બે’ પાસેથી એક મોટું વહાણ ઉપડે છે. વહાણના ડેક પરથી ક્ષિતિજ સુધીના દૃશ્યોનું દર્શન રોમાંચક હોય છે. ક્યારેક સપ્તરંગી મેઘધનુષના દર્શન પણ થઈ જાય છે. વહાણની ગતિની સાથે ડોલ્ફીન માછલીઓ પણ પોતાની ગતિ મિલાવતી રહે છે. ઠંડો પવન, ઉછળતા- બેસતા સમુદ્રનાં મોજાં, ક્ષિતિજ પર દેખાતા નાનકડા ટપકાં જેવા ટાપુઓ, આકાશમાં દેખાતા રૂના ઢગ જેવા સફેદ વાદળો અવર્ણનીય અનુભવ કરાવે છે. ટાપુ પર ઊતરીને ચાર કિલોમીટરની મુસાફરી બાદ ડોલ્ફીન ટૂરીસ્ટ કોમ્લેક્સ આવે છે. ટાપુના વિજયનગર બીચ પર ટૂરીઝમનું આ કોમ્લેક્સ આવેલું છે.

સમુદ્રમાં ઓટ આવ્યા બાદ કિનારા પર જોવા મળતા અસંખ્ય છીપલા, શંખલા વગેરેનું વૈવિધ્ય નવાઈ પમાડે તેવું વિવિધરંગી હોય છે. અહીં કોટેજીસ સ્તંભો પર બનાવેલા છે. પાણીમાં ઊભેલા વૃક્ષોના ઊંચા થડ, કોટેજીસનું દૃશ્ય એક અનેરું દૃશ્ય બનાવે છે. પૂનમની રાતે સમુદ્રનું દૃશ્ય કુદરતનું એક નવું રૂપ બતાવે છે. રાત્રીના સમયે કાળું દેખાતું સમુદ્રનું પાણી આપણને ‘કાળા પાણીની સજા’ નો અર્થ સમજાવે છે.

વહેલી સવારે સૂર્યોદયના દર્શન હૃદયના કવિને જાગૃત કરે તેટલા સુંદર હોય છે. આ દૃશ્યને કેમેરામાં કેદ કરવાનું પ્રલોભન કોઈ ટાળી શકે નહીં.

રાધાનગર ખાતે આવેલો સાત નંબરનો બીચ તેના ભૂરા પાણી અને સોનેરી સફેદ રેતીવાળા તટને કારણે વિશ્વના શ્રેષ્ઠતમ બીચમાં સ્થાન પામ્યો છે. તટ પર દેખાતી નિકોબારી કુટિરો મહુવાના વૃક્ષોની છાયામાં સૂર્ય અને વરસાદથી બચીને પોતાનું અસ્તિત્વ જાળવતી જોવા મળે છે. સોનેરી- પીળી રેતીના તટ પર હાથીની સવારી નગરચર્યા કરવા નીકળેલા શહેનશાહની ખુમારી જેવો અનુભવ કરાવે છે. તટ પરની કુટિરો આરામદાયક અને સુવિધાયુક્ત હોય છે, સારું ભોજન, પરિવાર સાથે રહેવાની સુવિધા અને રળિયામણો સમુદ્ર-તટ સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. થોડે દૂર લીલાછમ ડાંગરના ખેતરો નજરે પડે છે. નાળિયેરીના વૃક્ષો શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીંથી સ્પીડ બોટ દ્વારા પોર્ટ- બ્લેર પાછા જવાય છે.

માઉન્ટ- હેરિયટની ખીણ પાસે આવેલા નોર્થ- બે ખાતે પરવાળાના ખડકો અને સમુદ્રી- જીવસૃષ્ટિના દર્શન સારી રીતે કરી શકાય છે. પ્રવાસની સીઝનમાં અહીં સારી એવી ગિરદી રહે છે. પરવાળાના ખડકો નાજુક અને બરડ હોવાને કારણે મર્યાદિત હોડીઓને એક સાથે જવાની મંજૂરી આપવામાં આવે છે. દરિયાઈ- સૃષ્ટિના દર્શન વખતે સાથે વસ્ત્રોની એક જોડી અને ટુવાલ લેવા જરૂરી છે. ચશ્મા અને શ્વાસ લેવાની નળી સાથે સ્નોરકેલિંગની સુવિધા અહીં ઉપલબ્ધ છે. જેમને તરતા ના આવડતું હોય તેઓ પણ લાઈફબોય (પાણી પર તરતા રાખે તેવું સાધન) ની મદદથી પાણીમાં તરી શકે છે.

સમુદ્રનું પાણી સ્ફટિક જેવું નિર્મળ હોવાને કારણે સમુદ્રના પેટાળમાં વસતી જીવસૃષ્ટિ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. સમુદ્રની અંદર એક બીજી દુનિયા વસતી હોય એટલું વૈવિધ્ય ત્યાં જોવા મળે છે. ત્યાંના ગાઈડ ઝીણી વિગતો આપીને પૂર્ણ રસદર્શન કરાવે છે. ઉદાહરણ તરીકે , ક્લેમ- શેલ પર સળ જેવી ડિઝાઈન હોય છે. જ્યારે સી- અર્ચીનના શેલ પર ભાલા જેવી અણીદાર રચના હોય છે. રંગબેરંગી સ્ટાર-ફીશ ઓક્ટોપસ જેવા ટેન્ટેકલ્સને આધારે પરવાળાના ખડક પર ચોટી રહે છે. કાચના તળિયાવાળી નૌકાઓમાંથી પણ આ જીવસૃષ્ટિનું દર્શન કરી શકાય છે. તટ પર નિકોબારી કુટિરમાં કે બહાર મૂકેલી બેન્ચ પર બેસીને સમુદ્રનું દર્શન કરી શકાય છે. નોર્થ- બે ક્ષેત્રમાં પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં લઈને રેસ્ટોરાં વગેરેને મંજૂરી આપવામાં આવતી નથી. તેથી સાથે નાસ્તો રાખવો જરૂરી છે.

સમુદ્ર તટ પરથી માઉન્ટ હેરિયટનું ચઢાણ રોમાંચક છે. માર્ગમાં અનેક પ્રકારની અવનવી વિષુવવૃત્તિય વનસ્પતિ જોવા મળે છે. માર્ગમાં એક લાઈટહાઉસ પણ આવે છે. ત્યાંથી સમુદ્રનું દૃશ્ય સુંદર લાગે છે. બસોથી પણ વધુ પગથિયાં ચઢવાનો થાક આ દૃશ્ય જોઈને ઊતરી જાય છે. સમુદ્રનું આસમાની રંગનું પાણી, સૂર્યપ્રકાશથી ચમકતી ક્ષિતિજ, પાણીમાંથી બહાર નીકળેલા વૃક્ષની આકૃતિઓ એક જુદી જ, સુંદર દુનિયાનો અનુભવ કરાવે છે, સાચે જ, આ ટાપુઓનો પ્રવાસ તન-મનનો થાક ઉતારીને નવો ઉત્સાહ અને તાજગી આપે છે.


કેવી રીતે પહોંચશો ?


કોલકત્તા અને ચેન્નાઈથી એર-રુટ દ્વારા પોર્ટ-બ્લેર પહોંચાય છે. મુંબઈ અને દિલ્હીથી ઊપડતી ફ્લાઈટ્સ પણ છે. અગાઉથી બુકિંગ કરાવવામાં આવે તો એર-જર્નીના ભાડામાં વળતર મળે છે. એરલાઈન્સની વેબસાઈટ પરથી હવે તો બધી જ માહિતી ઉપલબ્ધ બની છે. કોલકત્તા, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ્થી પણ પેસેન્જર- શીપ ઉપડે છે. આ પ્રવાસ પચાસથી સાંઠ કલાક લે છે. સુવિધા પ્રમાણે ભાડાંના દરમાં તફાવત હોય છે. એક ટાપુ પરથી બીજાં ટાપુ પર જવા માટે બોટ અને શીપ ર્સિવસ ઉપલબ્ધ છે. પોર્ટ- બ્લેરના સેન્ટ્રલ- બસ સ્ટેન્ડ પરથી રોજની બસ- ર્સિવસ પણ ઉપલબ્ધ છે. સ્થાનિક સ્થળ દર્શન માટે ખાનગી ટૂર- ઓપરેટર્સ છે. અંતર નજીકના હોવાને કારણે મીટર પર ચાલતી ઓટોરિક્ષાઓ પણ સારી રહે છે.


આટલું અવશ્ય કરશો


* આંદામાનના પ્રવાસે નીકળતા પહેલાં આવવા-જવાની ટિકિટો કન્ફર્મ કરાવી લો.


* વિદેશીઓએ ત્યાં ઊતરતા જ સૌ પ્રથમ પરમિટ લેવી જરૂરી છે. ઈમિગ્રેશન- ઓથોરિટીઝ આ પરમિટ આપે છે.


* ટાપુ પરના એવા સ્થળોની જ મુલાકાત લો જેની મંજૂરી હોય.


* પ્રમાણિત ટૂરિસ્ટ- ગાઈડની જ મદદ લો.


* વાહન હંકારતી વખતે સાથે ડ્રાઈવિંગ-લાઈસન્સ, પરમિટ, પાસપોર્ટ વગેર રાખો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ડાબી બાજુ વાહન હંકારો.


* સમુદ્રમાં જતાં પહેલાં જીવન-રક્ષક કર્મચારીઓની સલાહ લો.


* સુરક્ષિત, સલામત વિસ્તારમાં જ તરવા જાઓ.


* પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નકામી ચીજો કે કચરો ડસ્ટબીનમાં નાંખો.


* વસ્ત્ર- પરિધાનમાં મર્યાદા અને સભ્યતા રાખો.


* પ્રમાણિત સ્કુબા- ડાઈવ- ઈન્સ્ટ્રક્ટર્સની જ મદદ લો. જેથી જોખમથી બચી શકાય.


* અન્ય કોઈ મદદની જરૂર હોય તો ટૂરિસ્ટ પોલીસ પરસોનલનો સંપર્ક કરો.


આટલું ના કરશો


* રિસ્ટ્રીક્ટેડ કે આદિવાસી વિસ્તારોમાં પ્રવેશ ના કરશો કે ફોટા પાડશો નહીં.


* ફિશરીઝ-ડિપાર્ટમેન્ટ કે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજૂરી વિના શંખ-છીપ વગેરે લેશો નહીં.


* બીચ કે ફોરેસ્ટમાં તંબુ વગેરે લગાવીને રાત્રે રહેવાની ચેષ્ટા કરશો નહીં.


* જંગલ વિસ્તારમાં આગ સળગાવશો નહીં.


* જાહેરમાં નગ્નતા પર પ્રતિબંધ છે તેથી તેમ કરશો નહીં.


* મંજૂરી વિના નેશનલ- પાર્ક્સમાં પ્રવેશ ના કરશો.


* જીવતા કે મૃત પ્રાણીને ખસેડવાની કે લઈ જવાની ચેષ્ટા ના કરશો.


* મૃત કે જીવંત પરવાળાને સ્પર્શશો નહીં કે લઈ ના જશો.


* સ્નોરકેલિંગ કે સ્કુબા- ડ્રાઈવિંગ કરતી વખતે પરવાળાના ખડક પર ઊભા ના રહેશો કે દબાણ ના આપશો.


* પશુ-પક્ષીનો શિકાર ના કરશો.


* મદ્યપાન કર્યા બાદ પાણીમાં ના જશો.

.

Sandesh - Leading Gujarati Dailગુજરાતનું સુંદર હિલ સ્ટેશન

સાપુતારા એક હિલ સ્ટેશન છે જે ગુજરાતની અંદર ડાંગ જીલ્લાની સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.તેનો વિસ્તાર 1,725 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી ગરમીમાં પણ 28 ડીગ્રીથી વધુ તાપમાન ત્યાં નથી હોતુ. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવામાટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઇ શકો છો.સાપુતારાનો નકશો ખુબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પ આકારાના છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે. સપુતારામાં હોટલો,મ્યુઝીયમ, તળાવો, બગીચાઓ વગેરેને જાણે કે ખુબ જ સુંદર રીતે ગોઠવણ કરીને બનાવ્યાં હોય તેવું લાગે છે. વળી ત્યાં બધા જ પ્રકારની ફેસેલીટી પણ મળી રહે છે. ડાંગ જીલ્લો ખાસ કરીને વાંસના જંગલો માટે વધું પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખુબ જ સુંદર મળે છે.
સાપુતારામાં સાપ ખુબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાનાં રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત પુજા કરે છે અને ખાસ કરીનેહોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખુબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જીલ્લામાં ખાસ કરીને આદીવાસીઓની વસ્તી વધું જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત એટલો સુંદર દેખાય છે જાણે કે સુરજ આપણી એકદમ નજીક હોય તેવું લાગે છે. તે સમયે જાણે કે આપણે કોઇ અલૌકિક નજરાણું જોતા હોઇએ તેવો અદભુત અનુભવ થાય છે. અહીંયા તળાવો પણ ખુબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઉંચા પર્વતો અને હરીયાળી એટલી બધી છે કે ત્યાંની બોટીંગની મજા કઇક અનોખી જ લાગે છે.
સાપુતારામાં આવ્યાં બાદ આપણને એવો અનુભવ થાય છે કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયાં હોય. વળી ત્યાં સુંદર બગીચાઓ પણ છે તેમાંય વળી ગુલાબના બગીચાઓ તેની શોભામાં વધારો કરે છે. તેથી આ સ્થળ રજાઓ ગાળવા માટે ઉત્તમ છે.

તારંગા ગુજરાતનું શાંત હીલ સ્ટેશન

તારંગા ગુજરાતમાં મહેસાણા જીલ્લાની અંદર આવેલ એક સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50કિલોમીટર. તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે365.76 જેટલી છે અને તે રોડથી 9 કિલોમીટર દુર આવેલ છે.
આ મંદિર 1121 ની અંદર સોલંકી વંશના રાજા કુમારપાલે બનાવડાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. અહીં કમ્પાઉંડની અંદર 14મંદિર આવેલા છે જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે.
તારંગા હિલ સ્ટેશન પર જૈન દેરાસર આવેલ છે જે શ્વેતાંબર અને દિગંબરના છે. એવુંકહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થનું નામ તારંગા પડ્યું. અહીં આવેલ અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમા ધરાવનાર ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. મુળનાયક હાઈવેથી 2.75 કિલોમીટર દુર આવેલ છે અને ત્યાં ભગવાન આદિનાથની સફેદ કલરની મૂર્તિ છે. અહીં વર્ષમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે.

આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં મનની શાંતિ પણ મળી રહે છે. અહીં આવીને એવો અનુભવ થાય છે જાણે કે કુદરતના ખોળામાં આવી ગયાં છીએ. કેમકે અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને પર્વતોની વચ્ચે જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે. ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે. જેઓ કુદરતના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર છે.

તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો અને તમારૂ પોતાનું સાધન પણ લઈને જઈ શકો છો. ત્યાં જવા માટેનો રસ્તો પણ સારો છે તેથીબીજી જોઈ તકલીફ પણ પડે તેમ નથી.
અહીં જવા માટે નજીકનું હવાઈમથક અમદાવાદ છે અને અમદાવાદથી સીધી તારંગા સુધીની બસ પણ તમને મળી શકે છેઅથવા તો અમદાવાદથી મહેસાણા થઈને તારંગાની બસ તમને મળી શકે છે.


ગુજરાતના નેશનલ પાર્ક

નળસરોવર પક્ષી અભયારણ્ય

આ અનોખા અભયારણ્યમાં 250 પ્રકારના અનોખા પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં નળ સરોવરમાં દૂર દૂરથી પક્ષીઓ આવે છે. અહીંયા તમે માછલી પકડવાનો આનંદ પણ માણી શકો છો. અમુક પક્ષીઓ જેવા કે જૈકેન, મુરેહન તેમજ બતક વગેરે તો સરોવરમાં તરતાં જોવા મળી જાય છે.
પર્યટક બોટિંગનો આનંદ પણ માણતાં માણતાં દુરબીન વડે તે પક્ષીઓને જોઈ શકે છે જે સરોવરમાં રહે છે તેમજ પાણીની વચ્ચે આવેલા ઝાડ પર સુરક્ષીત સ્થાને પોતાના માળા બનાવીને રહે છે. તે સમય તો ખુબ જ સુંદર છે જ્યારે પાણીની લહેરો પર સુરજ આથમી રહ્યો હોય અને પક્ષીઓ પોતાના ઝુંડની સાથે પોતાના માળાઓ તરફ જઈ રહ્યાં હોય. રંગ-બેરંગી અને જુદા જુદા પ્રકારના કેટલાયે પક્ષીઓ આ અભયારણ્યમાં જોવા મળે છે. ગાઈડ દ્વારા આ સ્થળને ખુબ જ સારી રીતે જોઈ અને જાણી શકાય છે

ગિરનું અભયારણ્ય


સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આ અભયારણ્ય આવેલ છે. આની વિશેષતા તે છે કે અહીંયા લગભગ 300 જેટલા સિંહ છે અને તે આ અભયારણ્યમાં ફરતી વખતે જોવા મળે છે. પથરાળ અને ડુંગરાળવિસ્તારમાં સિંહ ફરતાં નજરે પડે છે. વન્ય જીવ સિંહ આજે વિશ્વમાં ઘણાં ઓછા જોવા મળે છે. અહીંયા ચિંકારા, નીલગાય, હરણ, સાબર વગેરે જોવા મળે છે.
ગીર નેશનલ પાર્ક એક અભયારણ્ય છે જ્યાં સિંહ રહે છે અને અહીંયા જુદા જુદા પ્રકારના વૃક્ષ પણ મળી આવે છે. પર્વતોમાંથી વહેતા ઝરણાં, નદીઓના રૂપે કેટલાયે જીવોને જીવનદાન પ્રદાન કરે છે.
મરીન નેશનલ પાર્ક :ગુજરાતમાં જામનગર વિસ્તારમાં મરીન નેશનલ પાર્ક આવેલ છે. મરીન અભયારણ્યના સરોવરના કિનારે મુંગા જોવા મળી જાય છે. ભારતના પક્ષીના ગ્રેટ ઈંડિયન બસ્ટર્ડ પણ અહીંયા જોવા મળે છે. આજંગલમાં ખાસ કરીને બારહસિંઘા જોવા મળી આવે છે જે વિશ્વમાં ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે.
આ વનમાં જુદા જુદા પ્રકારના જળ જીવો પણ જોવા મળે છે જેવી રીતે કે કાચબા, નાની મોટી માછલીઓ, સીલ વગેરે. જુદા જુદા પ્રકારના વૃક્ષો પણ જોવા મળે છે.

વેળાવદર : કાળિયાર અભયારણ્ય
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ


રતનમહાલ : રીંછ અભયારણ્ય

સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ

જેસોર : રીંછ અભયારણ્ય
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.


ડુખમલ : રીંછ અભયારણ્ય

સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.

વાંસદા : રાષ્‍ટ્રીય ઉદ્યાન
સ્‍થળ : વલસાડ જિલ્‍લો, બીલીમોરાથી 40 કિ. મી. ના વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વાઘ, દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.
સુવિધા : જાહેર બાંધકામ ખાતા અને પંચાયતનાં વિશ્રામગૃહો પણ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : બીલીમોરા.


હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.


તુલસીશ્યામ
ભારતના પશ્ચિમ ભાગના રાજ્ય ગુજરાતમાં આવેલ જુનાગઢ શહેરથી માત્ર 123 કિ.મી. દૂર આવેલ તુલસીશ્યામ. સુંદર ઉપવન છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિ.મી. જ દૂર છે. કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ વગેરે જોવા મળી આવે છે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયાશ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે. જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને તુલસીશ્યામ જઇ શકાય છે. આ માર્ગે વચ્ચે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થસ્થળો પણ આવે છે.
એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતાં અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાનેતેને વરદન આપી દિધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.
જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતાં. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહી જ ને. તેમણે નારદને પુછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણું તેનો સાગરલોક છોડીને વિષ્ણુંલોકમાં પાછા ફર્યા.

અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયાં. બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રીકરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યું થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યું થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે.
વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહિ. વિષ્ણુંએ તેને વરદાન આપ્યું કે તુ વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારૂ મહત્વ રહેશે. તુ પ્રાણીઓનીપીડાને ઓછી કરીશ. તુ તુલસીરૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામશૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ.
આ તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી. અહીંયા ભાદરવી સુદ અગિયારસના દિવસે જલઝિલણીનો મોટો મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.


કષ્ટભંજન હનુમાનજી,સાળંગપુર
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથીજડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્‍વ છે.
કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે
સાળંગપુરનો ઈતિહાસ


સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે,સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.


સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં જ કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા. આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધકર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુ:ખ દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ.1900માં ) શરૂ થયું
મોઢેરાનુ વિશ્વ પ્રસિધ્ધ સૂર્યમંદિરઅમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારેમોઢેરાના વિશ્વ પ્રસિધ્ધ સૂર્ય મંદિર આવેલુ છે. એવુ અનુમાન છે કે આ મંદિરનુ નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ (ઈસા પૂર્વ ૧૦૨૨ -૧૦૬૩ માં) એ કરાવ્યુ હતુ. જેની પૂર્તિ એક શિલાલેખ કરે છે. જે મંદિરના ગર્ભગૃહની દિવાલ પર છે, જેમા લખવામાં આવ્યુ છે કેઈસ પૂર્વ ૧૦૨૫ -૧૦૨૬ ઈસ પૂર્વઆ એજ સમય હતો જ્યારે સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોને વિદેશી આક્રમણકર્તા મહેમૂદ હમદ ગઝનીએ પોતાના કબ્જે કરી લીધી હતી. ગજનીના આક્રમણના પ્રભાવના આધીન થઈને સોલંકીઓએ પોતાની શક્તિ અને વૈભવને ગુમાવી દીધી હતી.

સોલંકી, ‘સૂર્યવંશી’ હતા, તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ત્રણ સૂર મંદિર છે, જેમા પહેલાઉડીસાનુ કોણાર્ક મંદિર, બીજુ જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજુગુજરાતનુ મોઢેરાનુ સૂર્ય મંદિર.


શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરનીસૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવને બે ભાગોમાં બનાવડાવ્યુ હતુ. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનુ છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ ૫૧ ફૂટ અને 9૯ ઈંચ અને પહોળાઈ ૨૫ ફૂટ ૮ ઈંચ છે.


મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠકારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે.


આ મંદિરનુ નિર્માણ કંઈક એ રીતે કરવામાં આવ્યુ છે કે જેમા સૂર્યોદય થતા સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલુ છે. જેને લોકો સૂર્યકુંડ કે રામકુંડના નામે ઓળખે છે.


અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી. વર્તમાનમાં ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધુ છે.
ઈતિહાસમાં પણ મોઢેરાનો ઉલ્લેખસ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણના મુજબ પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો સમગ્ર વિસ્તાર ‘ઘર્મરન્ય’ના નામે ઓળખાતો હતો. પુરાણો મુજબ ભગવાન શ્રીરામે રાવણના સંહાર પછી પોતાના ગુરૂ વશિષ્ઠને એક એવુ સ્થાન બતાવવા માટે કહ્યુ જ્યા જઈને તેઓ પોતાની આત્માની શુધ્ધિ અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી શકે. ત્યારે ગુરૂ વશિષ્ઠે શ્રીરામને ‘ધર્મરન્ય’ જવાની સલાહ આપી હતી. આ જ ક્ષેત્ર આજે મોઢેરાના નામે ઓળખાય છે.
કેવી રીતે પહોંચવું ?


રોડ – આ મંદિર અમદાવાદથી 102 કિલોમીટરના અંતરે આવેલુ છે.અમદાવાદથી અહી જવા માટે બસ અને ટેક્સીની સુવિદ્યા પણ મળી રહે છે.


રેલ – નજીકનુ રેલ્વે સ્ટેશન અમદાવાદ લગભગ 102 કિમીના અંતર પર આવેલુ છે.


હવાઈ – નજીકનુ એયરપોર્ટ અમદાવાદ છે.

૭ ગુજરાતનાં ભાતિગળ મેળાકહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી,રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.
આ સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

તરણેતરનો મેળો (ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો)
ગુજરાતના મેળામાં તરણેતરના મેળાનું આગવું સ્‍થાન છે. સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં દર વર્ષે આ મેળોનું આયોજન થાય છે. આ મેળામાં સૌરાષ્‍ટ્રના ગ્રામીણ લોકો જેવાકે ભરવાડ, કાઠી, કોળી, રબારી વગેરે પોતપોતાના ભાતીગળ પોશાકમાં આવીને મેળાની શોભા વધારે છે.
પૌરાણીક કથા મુજબ દ્રૌપદીનો સ્‍વયંવર અહીં યોજાયેલો હતો. અને તેમાં અર્જુને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતાં. અર્જુન-દ્રૌપદીના લગ્નની યાદમાં આ ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે. અહીં ગ્રામીણ યુવક-યુવતીઓ એક-બીજાને પસંદ કરી પોતાના વેવિશાળ કરે છે. યુવકો યુવતીને આકર્ષવા માટે રંગબેરંગી છત્રીઓ બનાવીને લાવે છે.


ભવનાથનો મેળો (શિવરાત્રીનો મેળો)
જુનાગઢમાં શિવરાત્રીએ ગીરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાને નાગા બાવાઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. અને ત્‍યાં પવિત્ર મૃગી કુંડમાં સૌ સાધુ-સંતો રાત્રીના સ્‍નાન કરે છે.
પૌરાણીક કથા મુજબ ગીરનાર પર્વતને નવનાથ અને ૮૪ સિદ્ધોનું નિવાસ સ્‍થાન કહેવામાં આવે છે. દંતકથા મુજબ ગીરનાર પર્વતપર હજારો વર્ષોથી રહેતા સાધુઓ અને નવનાથ મૃગીકુંડમાં સ્‍નાન કરવા આવે છે.

વૌઠાનો મેળો


વૌઠાનો મેળો ગુજરાતનો અનોખો મેળો છે. જેમ પુષ્‍કરમાં ઉંટનો પ્રખ્યાત મેળો ભરાય છે તેમ ગુજરાતમાં
કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં


પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી,રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.
આ સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

ગુજરાતનાં મ્યુઝિયમો
(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.
આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.


(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.


(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.


(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.


(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અનેપ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.


(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.


(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ,અમદાવાદ.


-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો,સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.


(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.


(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.
-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.


(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.

-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.


(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.

-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.


(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.


-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.


(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.


- આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.


(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.


-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.


(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.


- આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.


(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.


-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.


(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.

-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.


(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.


(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.


-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.


(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.- તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.


(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
- આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.


(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.

-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.


(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.


(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-જે બાળકો માટે છે.


(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

૮ શેત્રુંજય પર્વત પરનું તીર્થસ્થળ - પાલિતાણા

એક એવો પર્વત કે જેના બન્ને શીખરો પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભુતી કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનુંશેત્રુંજય પર્વતની ટોચ પરનું પાલિતાણાનું જૈન તીર્થ સ્થળ.
પાલિતાણાના જૈન મંદિર ઉત્તર ભારતીય વાસ્તુશિલ્પને અનુસાર બનાવવામાં આવ્યાં છે. શેત્રુજ્ય પર્વતની ટૉચો પર 900 કરતાં પણ વધારે મંદિર આવેલા છે. જૈન મંદિર 24 તીર્થકર ભગવાનને સમર્પિત છે. મંદિરને ખુબ જ ઝીણવટ પુર્વક અને સુંદર રીતે નિર્મિત કરવામાં આવ્યું છે.
પર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઇને મંદિરોની શરૂઆત થાય છે. છેક ટોચ પર પહોંચવા માટે 3745 પગથિયાં ચઢવા પડે અને લગભગ દર પાંચ-સાત પગથિયે એક મંદિર તો આવી જ જાય. શેત્રુજ્ય પર આવેલ જૈન મંદિર પહેલા તીર્થકર ઋષભદેવ જેમને આદિનાથ પણ કહે છે તેમને અર્પિત છે. પૌરાણિક વાતો પ્રમાણે શૈત્રુંજય પર્વત પર જ નેમિનાથ ભગવાન સિવાયનાં તમામ તિર્થંકરો નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ તેમને સિદ્ધાક્ષેત્ર કહેવામાં આવતા હતાં.

11 મી અને 12 મી સદીમાં બનેલા આ મંદિરોને બે ભાગમાં બનાવવામાં આવ્યાં છે. પાલિતાણાના મંદિરોને ટક્સ કહેવામાં આવે છે. મુગલોના શાસન દરમિયાન પાલિતાણાના રાજા ઉનાદજીએ સીહોર પર આક્રમાણ કર્યું તેના વિરોધમાં ભાવનગરના રાજા ગોહિલ વાખટસિંહજીએ પાલિતાણા પર આક્રમણ કર્યું. પરંતુ રાજા ઉનાદજીએદ્રઢતા અને સાહસ સાથે ભાવનગરના રાજાને પરાજીત કરી દિધા હતાં.
આ પવિત્ર યાત્રામાં સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે,એટલે સમગ્ર યાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારની ખાદ્ય-સામગ્રી સાથે રાખવામાં આવતી નથી. ચઢાણ દરમ્યાન દરેક સ્થળે શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીના નળ મૂકવામાં આવેલા છે.
શેત્રુંજય પર્વતની યાત્રાથી મોક્ષની પ્રાપ્તી થાય છે એમ માનવામાં આવે છે. જો યાત્રાળુઓ પગપાળા ન ચઢી શકે તેમ હોય તો તેમના માટે પાલખીની સુવિધા પણ ઉપલબ્ધ છે. દેરાસરો અને મંદિરો ખૂબ કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. દરેક દેરાસરોમાં તીર્થકરોની મૂર્તિઓને રત્નજડીત આંખોથી શણગારવામાં આવી છે. અહીંયા આવેલા ઘણા મંદિરો વર્ષો જુના અને નવિનીકરણ પામેલા છે. તીર્થકરોની સાથે સાથે અહીંયા હિન્દુ દેવ દેવીઓના પણ મંદિરો આવેલા છે. આ ઉપરાંત એક દેરી મુસ્લિમ સંત અંગાર પીરની પણ આવેલી છે, જ્યાં સંતાન ઇચ્છતી વ્યક્તિઓ માનતા માને છે. વર્ષ દરમ્યાન ચાર્તુમાસમાં અનેક સંઘો અહીંયા યાત્રા માટે આવે છે.
આ ઉપરાંત દેશ-વિદેશથી અનેક વ્યક્તિઓ અને સંઘોની અવર-જવર પણ ચાલુ જ રહે છે. શૈત્રુંજયની યાત્રાએ આવનારા યાત્રીઓને અનેક દાનવીરો વિવિધ પ્રભાવનાઓ પણ આપે છે. યાત્રિકો પવિત્ર યાત્રાની છબીને જીવન પર્યંત હૃદયમાં ધારણ કરીને પોતાને કૃતાર્થી માને છે.
કેવી રીતે પહોચવું :પાલિતાણા પહોંચવા માટે હવાઇ માર્ગે સૌથી નજીકનું હવાઇ મથક ભાવનગર છે. બસ માર્ગે અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી પાલિતાણા આવી શકાય છે. રેલવે માર્ગે પણ પાલિતાણા પહોંચી શકાય છે.
૯ ગુજરાતની નદીઓ
ગુજરાતમાં નાની મોટી કુલ મળીને 185 નદીઓ છે અને તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે.
1) અરવલ્લી પર્વતમાળાની નદીઓ
2) સાબરમતી અને મહી નદીઓ
3) દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ
(1) અરવલ્લીની પર્વતમાળાની નદીઓ :

બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે. તે બનાસકાંઠા અને મહેસાણામાં થઈને વહે છે. આ નદીની લંબાઈ 150 કિ.મી. છે. બનાસ નદીઉદેપુરની ટેકરીઓમાંથી નીકળે છે. તેની લંબાઈ 270 કિ.મી. છે.

(2) સાબરમતી અને મહી નદીઓ :
સાબરમતી અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે. તે સાબરકાંઠા અને ખેડા જીલ્લામાં થઈને વહે છે. તે 300 કિ.મી. લાંબી છે. સાબરમતી નદીને ખારી, ભોગાવો, શેઢી, માઝમ, ચાંધેરી, મેશ્વો, વાત્રક મળે છે. વેકેરીયા પાસેથી તેને હાથમતી મળે છે અને તે પણ સાબરમતી તરીકે ઓળખાય છે.
મહી નદી મધ્ય ગુજરાતની નર્મદા અને તાપી બાદ ત્રીજા નંબરની મોટી નદી છે. આ નદી વિંધ્યના પર્વતમાં મેહદ સરોવરમાંથી અંઝેરા નજીકથી નીકળે છે. આ નદી 500 કિ.મી. જેટલી લાંબી છે.

(3) દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ:

મધ્યપ્રદેશના બિલાસપુર જીલ્લામાંના વિધ્યં પર્વતમાંથી અમર કંટક નામના ડુંગરમાંથી નીકળે છે. ગુજરાતની સૌથી મોટી નર્મદાની લંબાઈ 1280 છે. આ હાફેશ્વર પાસે ગુજરાતમાં પ્રવેશ કરે છે. આ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈને વહેતી હોવાથી સહિયારી નદી છે. ગુજરાતની અંદર આનો પટ 150 કિ.મી. જેટલો છે. નર્મદા નદી પર નવાગામ પાસે નર્મદા યોજના વિકસાવવામાં આવેલ છે. આ દેશની સૌથી મોટી બહુહેતુક યોજના છે. નર્મદા નદીને કિનારેકબીરવડ જેવા બેટ અને શુક્લતીર્થ જેવા ધાર્મિક સ્થળો પણ વિકસેલા છે.
નર્મદા બાદ તાપી ગુજરાતની બીજી સૌથી મોટી નદી છે. તે પણ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિ.મી. છે. તાપી હરણફાણ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. આ નદીપરકાંકરાપાર અને ઉકાઈ પાસે બંધ બાંધીને સિંચાઈ કરવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓમાં ઢાંઢર, વિશ્વામિત્રી, કીમ, પૂર્ણા,અંબિકા, બંકી, ઔરંગા, પાર, કોલક, મીંઢોળા અને દમણગંગાને ગણાવી શકાય છે. દમણગંગા ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી છે.
૧૦ ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી
પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો

ચામુંડા માતાજીના ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં મહંત ગોસાઇ પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું’ તેમ પૂછીને આ સાધુપુરુષ અદ્રશ્ય થઇ ગયા હતા...

જ્યારે લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. તેવી જ રીતે ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર પણ ચામુંડા માતાજીના અનન્ય ભક્ત હતા. સોમલાબાપુ ખાચર ઘોડા પર બેસીને બહારગામ જાય ત્યારે તેમની સાથે રાખેલા ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરવા બેસતાં હતાં.

ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઇવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે.

ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે

ચોટીલા સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર મનાતા ‘પાંચાળ’વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ તે વિખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં જ થયો હતો, તેવી જ રીતે લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા હાજરાહજૂર બિરાજમાન છે.

પાંચાળ વિસ્તારના ચોટીલા પંથકની ભૂમિનો સોનેરી અને ભવ્ય ઇતિહાસ પંથકની પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ,દિલેરી, બહાદુરી, સંત, સતી અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા સાથે આ ભૂમિના કાંકરે કાંકરે કંડારાયેલો છે.

આવા આ રૂડા પાંચાળ પંથકના ચોટીલામાં પ્રજાના છત્ર સમાન ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો માઇભક્તો પૂર્ણ શ્રદ્ધા સાથે માડી સમક્ષ શિશ ઝુકાવવા આવે છે. ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ૧૪૦ વર્ષથી ગોસાઇના પરિવારના સભ્યો કરી રહ્યા છે.

વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે.

જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇનેભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.

૧૧  સરદાર સરોવરસરદાર સરોવરનું આમ તો નામ સાંભળીને એમ થાય છે કે કેવું હશે તે? કેમકે જે યોજનાની પાછળ આટલો બધો ખર્ચ થયો અને આટલા બધા વિવાદો ઉભા થયાં તે સાંભળ્યાં પછી તો ભલભલાને એમ થાય કે શું સરદાર સરોવર જોવું જોઈએ? વળી જેના લીધે ગુજરાતના તાત સમાન ખેડુતોના ચેહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ તેને તો અવશ્ય જોવું જોઈએ. તો આવો તેના વિશે થોડીક માહિતી જાણીએ-
સરદાર સરોવર બંધ ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક બંધવામાં આવ્યો છે. 130 મીટર ઉંચા આ બંધને નર્મદાનું પાણી મળે છે. આ યોજનાનું કાર્ય પૂર્ણ થતાની સાથે જ ગુજરાતના કરોડો લોકોના ચહેરાઓ પર ખુશી આવી ગઈ હતી. કેમકે આ બંધનું પાણી આખા ગુજરાતના લોકોને મળે છે એટલું જ નહિ વળી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર,રાજસ્થાન અને છત્તીસગઢને પણ આનો લાભો મળી રહ્યો છે.

આ સ્થળ રજાઓ ગાળવા માટેનું અને પીકનીક માટે ઉત્તમ છે.અહીંના જંગલો,ઝરણાઓ, ટેકરીઓ વગેરે જોવાલાયક છે.

બંધની નજીક આવેલ થોડોક જમીન વિસ્તાર સરદાર સરોવર નર્મદા નિગમની માલીકીની જમીન છે. જ્યાં પ્રવાસીયો માટે પ્રાથમિક પ્રવાસન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બગીચાઓ, રેસ્ટોરંટ અને વિશ્રામ કુટીર પણ છે. અહીંયા પ્રવાસનના વિકાસના હેતુથીખાણી-પીણીના સ્ટોલ, હોટલ, સાહસી રમતોની સુવિધાનું આયોજન પણ કરાયેલ છે. વળીપાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે.
આ સ્થળ બરોડાથી 55 કિલોમીટરની દૂરી પર આવેલ છે. ત્યાં જવા માટેનો રસ્તો પણ સરળ હોવાથી કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top