Breaking News

કોમ્પ્યુટર ને સીક્યોર રાખવાની ૯ ટીપ્સ

કોમ્પ્યુટર ને સીક્યોર રાખવાની ૯ ટીપ્સ

  • આજકાલ દરેક કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટનું જોડાણ જોવા મળે છે. 
  • ઈન્ટરનેટના વ્યાપ સાથે સીસ્ટમ વુલનરેબીલીટીઝ પણ વધતી જાય છે. 
  • સીક્યુરીટી પ્રોગ્રામ વગર કોઈપણ કોમ્પ્યુટરમાં 
  • વાઇરસ, સ્પાઈવેર, મેલવેર જેવી વુલનરેબીલીટીઝની શક્યતાઓ વધી જાય છે 
  • અને તેથી બેકડોર ના માધ્યમથી સીસ્ટમ હેક થવાની શક્યતાઓ પણ વધી જાય છે. 
  • કોર્પોરેટ કે કંપનીમાં તો પોતાના સીસ્ટમ એડમીન કે સીક્યુરીટી પ્રોફેશનલ્સ હોય છે 
  • પરંતુ પર્સનલ કોમ્પ્યુટર યુઝર્સ આવા બેકડોરની ચિંતા ઓછી કરે છે. 
  • પરંતુ તમારા સેવ કરેલા પાસવર્ડ અને બીજી માહિતી આસાનીથી મેલવેર કે સ્પાઈવેર રીમોટ કોમ્પ્યુટર કે સર્વર પર મોકલી શકે છે. 
  • અને વાઇરસથી ઘણું ડેમેજ થઇ શકે છે. 
  • આવું કઈ રીતે બને છે અને કોઈ હેકર્સને તમારા કોમ્પ્યુટરમાં શું રસ હોય અને તે કઈ રીતે ઘૂસે છે 
  • તે આપણે વિગત વાર હવે પછીના લેખ માં જોઈશું. 
  • અત્યારે આપણે કોમ્પ્યુટરને કઈ રીતે સીક્યોર રખાય તે વિશેની થોડી ટીપ્સ જોઈએ.

૧. કોમ્પ્યુટરને પહેલેથી એન્ટી-વુલનરેબીલીટીઝની રસી(સોફ્ટવેર) મુકાવો:
  • કોમ્પ્યુટર વાઇરસ એવા કોડથી બનેલા હોય છે 
  • જે કોમ્પ્યુટરમાં ઘણુંજ નુકશાન કરી શકે છે. 
  • ચેતતા નાર સદા સુખી, 
  • રૂપે સારું અને કમ્પ્લીટ એન્ટી-વાઇરસ સોફ્ટવેર 
  • જેવા કે Kaspersky, McAfee વગેરે ઇન્સ્ટોલ કરી લો. 
  • અને તમે AVG એન્ટીવાઇરસ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો 
  • -> તેની લીંક – http://free.avg.com/gb-en

૨. તમારું firewall ચેક કરો:
  • firewall સોફ્ટવેર બેઝ્ડ પણ હોઈ શકે છે 
  • અને હાર્ડવેર બેઝ્ડ પણ હોઈ શકે છે. 
  • તે ઈન્ટરનેટ પર મોકલાવનારા અને ઈન્ટરનેટ પરથી આવનારા ડેટાને ફિલ્ટર અને મોનીટર કરે છે. 
  • તે નેટવર્ક કે ઈન્ટરનેટ પરથી કોઈને તમારા કોમ્પ્યુટરને પરમીશન વગર એક્સેસ કરવા દેતું નથી. 
  • વિન્ડોઝ માં firewall ઇનબિલ્ટ જ આવેલું હોય છે. 
  • તમારે ઈન્ટરનેટ કનેક્ટ કરતા પહેલા firewall ઓન છે 
  • એ ચેક કરી લેવું જોઈએ.
  • ->click Start 
  • -> Control Panel 
  • -> System 
  • -> Security 
  • -> Check Firewall Status. 
  • ત્યાં firewall status ઓન હોવું જોઈએ.

૩. કોમ્પ્યુટરને હમેશા અપડેટેડ રાખો:
  • કોમ્પ્યુટરને વુલનરેબીલીટીઝથી બચાવવા તમારે નિયમિત રૂપે ચેક કરતુ રહેવું જોઈએ કે કોમ્પ્યુટર અપડેટેડ છે 
  • અને બધા જરૂરી patches ઇન્સ્ટોલ થઇ ચુક્યા છે. 
  • આવા અપડેટ ઓપરેટીંગ સીસ્ટમની ખામીઓ દુર કરે છે 
  • અને નવા ફીચર્સ આવ્યા હોય તો એ એડ કરે છે. 
  • તમે સ્ટાર્ટમેનુ માં જ windows update નું ઓપ્શન જોઈ શકો છો. 
  • અથવા ઓટોમેટીક અપડેટ પણ સેટ કરી શકો છો.

૪. પાસવર્ડ:
  • હમેશા ધ્યાન રાખો કે કોમ્પ્યુટરના 
  • દરેક યુઝર્સ એકાઉંટને લોગીન થવા માટે પાસવર્ડ હોય. 
  • પાસવર્ડ સેટ કરવા માટે
  • -> Start 
  • -> Control Panel 
  • -> User Accounts and Family Saftey 
  • -> change your Windows Password
  • પાસવર્ડ હમેશા આસાનીથી અંદાજ લગાવી ન શકાય તેવો ન રાખવો જોઈએ. 
  • પાસવર્ડમાં કેપિટલ અક્ષર, 
  • નંબર્સ અને સ્પેસીઅલ કેરેક્ટર્સનું કોમ્બીનેશન હોય 
  • અને ઓછા માં ઓછા આઠ અક્ષર વાળો હોય તો તે સ્ટ્રોંગ પાસવર્ડ ગણાય છે. 
  • તેમાં તમારું નામ કે અટક ના હોવી જોઈએ.

૫. પહેલેથી જ વોર્નિંગ આપે તેવા સોફ્ટવેર:

  • મોટા ભાગે કોમ્પ્યુટરમાં વાઇરસ 
  • ઈન્ટરનેટ પરની વાઇરસથી અફેક્ટેડ વેબસાઈટમાંથી 
  • જ આવતા હોય છે. 
  • આવી વેબસાઈટથી બચવા માટે
  • McAfee SiteAdvisor tool ડાઉનલોડ કરો.
  • અથવા AVG tool ડાઉનલોડ કરો.

૬. એડમીન એક્સેસને માર્યાદિત કરો:
  • આ સારો આઈડિયા છે કે હમેશા 
  • standard user account થી જ લોગીન થવું. 
  • Administrator કે એડમીન રાઈટ્સ વાળા એકાઉંટથી ત્યારે જ લોગીન થવું
  • જયારે મોટા ચેન્જીસ કરવા હોય જેવા કે 
  • સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું 
  • કે અનઇન્સ્ટોલ કરવું વગેરે… 
  • standard user account 
  • બનાવવા માટે Control Panel 
  •  >> Add or Remove User Accounts 
  • -> Create new account – 
  • ત્યાં Standard User 
  • સિલેક્ટ કરો અને નામ આપો. 
  • તેને પાસવર્ડ આપવાનું ભૂલતા નહિ.
૭. હમેશા ડાઉનલોડ કરેલી ફાઈલ વાઇરસ વાળી નથી તે ચેક કરો:
  • જયારે તમે કોઈ ફાઈલ ડાઉનલોડ કરો 
  • ત્યારે તે વાઇરસ ઇન્ફેકટેડ નથી તે ચેક કરી લો.
  • F-Secure’s Online Scanner એ ઓનલાઈન વાઇરસ સ્કેનર છે. 
  • અહી તમે ફાઈલને અપલોડ કરો અને સ્કેનર ફાઈલને ટેસ્ટ કરી લેશે. 
  • તમે Virustotal વેબસાઈટ પણ વિઝીટ કરી શકો છો. 
  • આ વેબસાઈટ ફાઈલને વાઇરસ ચેક કરી આપે છે.

૮. ઓનલાઈન બેકઅપ:
  • Skydrive આ માઈક્રોસોફ્ટની વેબસાઈટ છે 
  • જેમાં તમે તમારા લાઇવ યુઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરી 
  • અને તમારી બધી કામની ફાઈલ સિલેક્ટ કરી 
  • અને અપલોડ કરી શકો છો. 

૯. pc checkup પણ try કરી શકો છો.

  • F-Secureની Health ચેક વેબસાઈટ pc ની હેલ્થ ચેક કરી આપે છે. 
  • અહી તમારા કોમ્પ્યુટરની કમ્પ્લીટ હેલ્થ ચેક કરી 
  • અને ડીટેઇલ માં રીપોર્ટ આપે છે. 
  • નોંધ: ક્યારેય ઈન્ટરનેટ પર ના પોપ-અપ વિન્ડો કે 
  • જે pc health Check માટેના હોય, તેમાં કદી ક્લિક કરવી નહિ.




1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો