બોધ કથા-12 - ગુસ્સો -

Baldevpari
1


એક છોકરો. ઉંમર હશે 13 કે 14 વરસની. પણ


મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ

જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે.

બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે

તેનો ગુસ્સો ઊતરે.

માબાપ બિચારા હેરાનપરેશાન થઈ ગયેલા.

ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ

કરી જોઈ. પણ પથ્થર પર પાણી.
પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં !

કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ

જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર

ચાલ્યો. પણ પરિણામ મીંડું !

છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો
.
એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને

લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને

દાઝ ચડે – ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે

ઘરની ફેન્સિંગ (વંડી)માં એક ખીલો ઠોકવો.

પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38

ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ

દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું

પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે

દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે

રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ

એવો આવી પહોંચ્યો કે એણે

આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું

નહીં.

એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન

માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે

ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ

વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ

ખીલો નથી માર્યો.’

બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ

કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને

તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત

તારે દીવાલમાંથી એક એક

ખીલો કાઢતો જવાનો.’ બીજા દિવસથી છોકરાએ

જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે

તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક

ખીલો કાઢવાનું શરૂ કર્યું.

જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે

ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે

બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે.

બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ

આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ

પાસે લઈ ગયો. એણે કહ્યું : ‘બેટા ! તેં ઉત્તમ

અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું

ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ?

એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે

પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.

તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક

વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ

સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય

છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે.

‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ

ઘા ને ભૂલી શકે પરંતુ એણે

કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો
.
તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ

અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને

ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ

જ આનંદ થયો છે. મારી આ વાત તું

સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ

શબ્દો કહી રહ્યો છું…’ બાપ આગળ બોલી ન

શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો !

મારા વહાલા મિત્રો…..

તમારા દિલની દીવાલમાં અજાણપણે

મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઈ

ગયો હોય તો મને માફ કરજો.

ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો