એક ગામમાં પુરુષોત્તમ નામે એક બ્રહ્મણ રહેતો હતો.ગોરપદું કરે અને પોતાનો જીવન નિર્વાહ ચલાવે.
 સ્વભાવે ખૂબ જ સરળ, નરમ અને ભલો માણસ.ગામના મુખીએ બધાને ભેગા કરી જમીનનો એક નાનો
 ટૂકડો તથા એક ગાય તેને બક્ષીસમાં આપેલો. તેમાં તે શાકભાજી વાવતો. ગામનાં લોકો તેની પાસેથી 
શાકભાજી લઇ જાય અને બદલામાં અનાજ આપી જાય. એક દિવસ તે ખેતરેથી આવતો હતો ત્યાં તેને 
બગાસું આવ્યું અને તેણે મોં ખોલ્યું તે વખતે એક પીંછું ઉડીને તેનાં મોઢામાં ગયું. તેણે તરત જ થૂંકી કાઢ્યું 
પણ તે ખૂબ શુદ્ધ ભાહ્મણ હતો. તેને પારાવાર દુઃખ થયું.ઘેર આવીને તેણે ઘણા કોગળા કર્યા પછી લમણે હાથ
 દઇને બેસી ગયો.ગોરાણીએ પૂછ્યું;” કેમ આમ ઢગલો થઇને બેસી ગયા???” તે બોલ્યોઃ” ગોરાણી. તમે 
કોઇને કહેતાં નહીં પણ આજે એક પીંછું ઉડતું ઉડતું મારા મોંઢામાં ગયું.” ગોરાણી કહે;”તે તેમાં આટલા કેમ
 ગભરાઓ છો??” બ્રાહ્મણ બોલ્યો,” કોઇ જાણે કે જુએ તો કેવું લાગે???આપણે રહ્યા શુદ્ધ બ્રાહ્મણ…અને આ
 પીંછું….” બ્રાહ્મણ તો થોડીવાર બાદ સુઇ ગયો. એટલામાં મણીબહેન ગોરાણી પાસે આવ્યા.તે બોલ્યા.”કેમ આજે આમ ઉદાસ લાગો છો??”ગોરાણીએ પેલા પીંછાની વાત કરી.” મણીબહેન કહે,”હાય,હાય લ્યા. આ તો
 બહુ ખોટું થયું. કોઇને તો એમ જ લાગેને કે ગોર છે તો બ્રાહ્મણ પણ ઇંડા લેવા ગયા હશે તે પીંછું મો માં ગયું.” 
મણીબહેને કાશીબહેનને વાત કરી, કાશીબહેને મેનાબહેનને કહ્યું,” અલી, તને ખબર છે???પરસોતમ ગોર 
ઇંડા ખાય છે. મરઘીને પકડીને જતા હતા..આ તો તેમના મોં માં ઇંડા સાથે પીંછું ચોંટ્યું ત્યારે ખબર પડી…”મેનાએ, રેવાને અને રેવાએ કમળાને આમ વાત વહેતી થઇ અને તેનાં પરિપાકરૂપે બે દિવસ પછી 
ગામલોકોએ ગોર સાથેનાં તમામ વ્યવહાર બંધ કર્યા, બ્રાહ્મણને થયું “આમ કેમ થયું???” તેણે મુખીને 
પૂછ્યું,મુખી કહે ,”ગોરબાપા, બ્રાહ્મણ થઇને મરઘી અને ઇંડા ખાઓ છો???”ગોરે બધી વિગતવાર વાત કરી
 ત્યારે બિચારાનો ઉધ્ધાર થયો…..

આ પ્રેરક પ્રસંગ પરથી શીખવા મળે છે કે
૧-કોઇએ ગુપ્ત રાખવા કહેલી વાત ગુપ્ત જ રાખવી જોઇએ
૨-કોઇની વાતમાં પોતાના ભળતા શબ્દો કે વિચારો ઉમેરી તેને મસલેદાર ન બનાવવી
૩-નજરે જોયા કે પુરાવા વગર કોઇ વાત સાચી ન માનવી.
૪-કોઇના જીવનની કોઇ ઘટનાને કરુણાંતિકા ન બનાવવી.
સૌજન્ય : સંગાથ

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top